________________
नक्षत्र संबंधी परिशिष्ट
१६३ હોય તો તે મંડળક્ષેત્રની વાત સંભવિત હોઈ શકે પણ તેમ તો નથી જ એટલે તેનું ક્ષેત્ર પણ સંભવતું નથી.
અઠ્ઠાવીશ નક્ષત્રોનાં સામુદાયિક આઠ મંડળો છે. એમાં બે મંડળો જંબુદ્વીપમાં છે અને તે ચન્દ્ર-સૂર્ય મંડલવત ૧૮૦ યોજન મળે છે. જ્યારે બાકીનાં છ નક્ષત્રનાં મંડળો લવણસમુદ્ર ઉપર છે અને તે પણ ચન્દ્ર-સૂર્યમંડળવત્ ૩૩૦ યોજના ક્ષેત્ર મળે છે. પ્રત્યેક નક્ષત્રમંડળનો ચક્રવાલવિષ્કર્ભ એક ગાઉનો અને જાડાઈ અધઈ ગાઉની હોય છે. આ આયામ અને વિષ્કન્મ સંબંધી હકીકત પૂર્વે (ના ....ગાથાના પ્રસંગે) આવી ગયેલી છે.
નક્ષત્રોનાં એકંદર આઠ મંડળ જણાવ્યાં છે અને તે મંડળો અવસ્થિતિયોગે જબૂદ્વીપના મેરુને દક્ષિણાવર્તે પ્રદક્ષિણા આપતાં ફરે છે, આ નક્ષત્રમંડળો ચન્દ્રમંડલના સ્થાનમાં પડે છે, એટલે કે જે ઠેકાણે ચન્દ્રમંડળ હોય છે તે સ્થાને જ પડે છે અથતિ નક્ષત્રોનું સ્થાન ચન્દ્રથી ચાર યોજન ઊંચું હોવાથી તેટલા ઊચ્ચ સ્થાને જ (ચન્દ્રમાના મંડળની ઊર્ધ્વ સમશ્રેણીએ) પડે છે.
તે આ પ્રમાણે નક્ષત્રનું પ્રથમમંડળ ચન્દ્રમાના પ્રથમ સભ્યન્તર મંડળ સ્થાને ઉપર ભાગે હોય છે, જેથી સર્વથી પ્રથમ નક્ષત્રમંડળ મેથી ચન્દ્રમંડળવત્ ૪૮૨૦ યોજન દૂર હોય છે તે સહજ છે. બીજું નક્ષત્રમંડળ (બીજા ચન્દ્રમંડળને છોડીને) ત્રીજા ચંદ્રમંડળનાં સ્થાન ઉપર પડે છે. ત્રીજું નક્ષત્રમંડળ (ત્રીજા, ચોથા, પાંચમા ચન્દ્રમંડળને છોડીને) લવણસમુદ્રગત આવેલા છઠ્ઠા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર પડે છે. ચોથું નક્ષત્રમંડળ સાતમા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર, પાંચમું નક્ષત્રમંડળ આઠમા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર, છઠું નક્ષત્રમંડળ (નવમા ચન્દ્રમંડળને વર્જીને) દશમા ચન્દ્રમંડળના સ્થાન ઉપર, સાતમું નક્ષત્રમંડળ અગિયારમાં ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર અને અંતિમ આઠમું નક્ષત્રમંડળ (૧૨-૧૩–૧૪ ચન્દ્રમંડળ વર્જીને) પંદરમાં ચન્દ્રમંડળ સ્થાને પડે છે. આથી શું થયું? કે ૩–૪––૯–૧૨–૧૩–૧૪ આ સાત ચન્દ્રમંડળ સ્થાનો નક્ષત્રમંડળથી શૂન્ય હોય છે અને બાકી રહેલ આઠ ચન્દ્રમંડળસ્થાનો નક્ષત્રમંડળથી યુક્ત હોય છે.
વળી અંતિમ નક્ષત્રમંડલ લવણસમદ્રગત ચન્દ્રના અંતિમમંડળ સ્થાને કહેલ હોવાથી ચન્દ્રમંડળવત આ અંતિમ સર્વબાહ્ય નક્ષત્રમંડળ મેરુથી અબાધાએ ૪૫૩૩૦ યોજન દૂર છે, એ સિદ્ધ થાય છે. એથી ૪પ૩૩૦ યોજનમાંથી ૪૪૮૨૦ યોજન બાદ કરતાં નક્ષત્રમંડળોનું એકંદર ક્ષેત્ર જે ૫૧૦ યોજનપ્રમાણ કહ્યું છે તે પણ બરાબર આવી રહે છે.
તિ ક્ષેત્રમાણ || નક્ષત્રમંડળોના માથાન-વિક્રમાહિવે દરેક નક્ષત્રમંડળનો આયામવિકલ્પે અને પરિધિ કેટલો હોય? તો સૂર્ય અથવા ચન્દ્રનું સભ્યન્તરમંડળ જે સ્થાને હોય છે તે સ્થાને જ પ્રથમ નક્ષત્રમંડળ હોય છે; તેથી ચન્દ્ર-સૂર્યના સવભ્યિન્તરમંડળનો મેરુપર્વતના વ્યાઘાત જેટલો વિસ્તાર પ્રથમ કહ્યો છે તે પ્રમાણે મેરુપર્વતના વ્યાઘાતે નક્ષત્રોના સવભિંતરમંડળનો વિસ્તાર, તેમજ સૂર્યના સભ્યન્તરમંડળના પરિધિની માફક નક્ષત્રોનાં સવભિન્તરમંડળનો પરિધિ વગેરે વિચારવું. એ જ પ્રમાણે અથતિ, સુર્યના સર્વબાહ્યમંડળનું જે પરિધિપ્રમાણ પ્રથમ જણાવેલ છે તે જ પ્રમાણે નક્ષત્રોનાં સર્વબાહ્યમંડળના પરિધિનું પ્રમાણ સમજવું. વિશેષમાં એટલો ખ્યાલ રાખવો કે સૂર્યના મંડળનો આયામ વિષ્કન્મ યોજન વગેરે છે તે પ્રમાણે અહીં નક્ષત્રમંડળનો આયામ વિષ્કન્મ વગેરે નક્ષત્રોનાં વિમાનનું જે આ યોજન પ્રમાણ (એક ગાઉનું) કહેલું છે તે પ્રમાણે સમજવો.
પ્રથમ નક્ષત્રમંડળમાં અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતતારા, પૂવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાલ્ગની, અને સ્વાતિ એ બાર નક્ષત્રો આવેલાં છે. આ બાર નક્ષત્રો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org