________________
११४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરોણાર્થ–પહેલા જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય છે, તેમાં દિવસ રાત્રિને ઉત્પન્ન કરનારા બે સૂર્યો છે અને તિથિઓને ઉત્પન્ન કરનારા બે ચન્દ્રો છે. આ જંબૂદ્વીપમાં જ્યોતિષીનાં વિમાનો ચન્દ્ર અને સૂર્ય સંબંધી જ છે તેમ નથી પરંતુ પ્રત્યેક ચન્દ્રના પરિવારરૂપ ૮૮ ગ્રહોનાં, ૨૮ નક્ષત્રોનાં અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓનાં વિમાનો પણ છે અને તે રત્નપ્રભાગત સમભૂતલા. પૃથ્વીથી ૭૯૦ યોજના ગયા બાદ શરૂ થાય છે અને ૧૧૦ યોજનામાં સમાપ્ત થાય છે. અઢીદ્વીપવર્તી મનુષ્યક્ષેત્રમાં કૃત્રિમ નહીં પરંતુ, સ્વભાવસિદ્ધ આ જ્યોતિષી વિમાનો, અનાદિકાળથી અચળ એવા. મેરુપર્વતની ચારે બાજુએ પરિમંડલાકાર ગતિએ (વલયાકારે) પરિભ્રમણ કરતાં, સ્વપ્રકાશ્ય ક્ષેત્રોમાં દિવસ અને રાત્રિઓના વિભાગોને કરે છે, એટલું જ નહીં પણ અઢીદ્વીપરૂપ આ મનુષ્યક્ષેત્રમાં અનન્તસમયાત્મક જે કાળદ્રવ્ય, તે આ સૂર્ય ચન્દ્રની પરિભ્રમણરૂપ ક્રિયાથી જ વ્યક્ત થાય છે અને વર્તનાદિ અન્ય દ્રવ્યોના પરિણામની અપેક્ષાથી રહિત જે અદ્ધાકાળ તે આ મનુષ્યક્ષેત્રમાં જ વર્તે છે.”
વળી સમગ્ર મનુષ્યક્ષેત્રમાં સમય–આવલિકા–મુહૂર્ત-દિવસ–માસ–સંવત્સરાદિ સર્વ કાળને કરનાર મુખ્યત્વે ચરસૂર્ય (ની ગતિક્રિયા) જ છે, અને તે ચર સૂર્યની ગતિથી ઉત્પન્ન થતા કાળની અપેક્ષા રાખી જ્ઞાની મહર્ષિઓએ મનુષ્યક્ષેત્રનું સમયક્ષેત્ર એવું બીજું નામ પણ આપેલું છે. વધુમાં એ સમય–આવલિકાદિ સર્વ વ્યાવહારિકકાળ આ મનુષ્યક્ષેત્રમાં જ છે. અઢીદ્વીપ બહારના દ્વીપ-સમુદ્રોમાં આ વ્યાવહારિક કાળ વર્તતો નથી, પરંતુ તે અઢીદ્વિીપ બહારનાં ક્ષેત્રોમાં કોઈ પણ સ્થાને પંચાસ્તિકાયના પર્યાયરૂપ પારિણામિક કાળ (કાળાશુદ્રવ્ય) તો છે જ.
ઉપરના લખાણથી કદાચ કોઈને શંકા થવાનો સંભવ છે કે–જ્યારે વ્યાવહારિક કાળ અઢીદ્વીપ બહાર નથી તો તે અઢીદ્વિીપ બહાર રહેનારા તિર્યંચોનું તેમજ દેવ–નારકોનું આયુષ્ય વગેરે સ્થિતિકાળનું પ્રમાણ જે સિદ્ધાંતોમાં આવે છે તે પ્રમાણ કયા કાળની અપેક્ષાએ સમજવું? આ શંકાના સમાધાનમાં સમજવાને જે ચહીલિકા ન્યાયથી સમયક્ષેત્રમાં રહેલ વ્યાવહારિક કાળ દ્રવ્યથી તે તે વસ્તુનો પારિણામિક કાળ ઘટાવી શકાય છે.
એ સમયાદિ કાળને કરનારા સૂર્યો પૈકી એક સૂર્ય મેરુની દક્ષિણદિશામાં હોય ત્યારે બીજો સૂર્ય ઉત્તરદિશામાં હોય. એક ચક્ર મેરુની પૂર્વદિશામાં હોય ત્યારે બીજો પશ્ચિમદિશામાં હોય. એમ તેઓની પરસ્પર પ્રતિપક્ષી દિશામાં ચારક્રિયા હોય છે. આ બે ચન્દ્ર અને બે સૂર્ય જંબૂદ્વીપમાં રહેલાં ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. એક ચન્દ્ર-સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે ? તે તો આગળ પ્રસંગ ઉપર કહેવાશે.
લવણસમુદ્ર જંબૂથી દ્વિગુણ (૨ લાખ) પ્રમાણવાળો હોવાથી તેમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા પણ જંબૂના ચન્દ્ર-સૂર્યની સંખ્યાથી દ્વિગુણ એટલે ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની છે. ત્યારબાદ ધાતકીખંડનું ક્ષેત્ર તેથી પણ દ્વિગુણ (ચાર લાખ યોજન) છે. આ ધાતકીખંડમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા બાર-બારની છે. ૧૮૦. જુઓ–“સૂરરિયાલિસિક્કો, નોવોહારિયાસુ નિરવલ્લો | કદ્ધાતો મઝ, સમયક્ષેત્તમ સમયાન્ ||૧||
વિશેષાવશ્યક ભાષ્યો ૧૮૧. જુઓ–‘સમયાવત્તિાપક્ષ સર્વચનસવ: | ગૃહ gવ કાનજી, વૃત્તિચિત્ર કૃત્રવિત ll l'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org