________________
ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અતીન્દ્રિય વસ્તુને જો શ્રદ્ધગમ્ય ન ગણવામાં આવે અને તેની સામે યુદ્ધાદ્ધ દલીલો રજૂ કરાય તો તે કેમ ચાલે ? નજરે ન દેખાતી એવી ઘણીય બાબતો જેમ બીજાના કહેવાથી માનીએ જ છીએ તેમ આપણને આત્મપ્રત્યક્ષ જ્ઞાન ન હોવાથી દરેક વસ્તુ આપણને આત્મપ્રત્યક્ષ થતી નથી તે વખતે જેમને આત્મપ્રત્યક્ષ થઈ હોય તેમના કહેવાથી આપણે તેને માન્ય રાખવી જ જોઈએ. અતીન્દ્રિય એવી વસ્તુઓ પણ શ્રદ્ધાથી કે યુક્તિથી માન્ય ન રાખીએ તો પરભવને વિષે પણ શંકા ઉત્પન થશે, અને નાસ્તિકવાદીઓના મતમાં ઊભું રહેવું પડશે. જેન સિદ્ધાંતકારોએ બાળજીવોના હિતાર્થે આશ્ચર્યરૂપ એવા પદાર્થો પણ યુક્તિ–શ્રદ્ધગમ્ય થાય તે માટે અનેકાનેક યુક્તિઓ આપી છે, પરંતુ જે પદાર્થો યુક્તિથી પણ ન સમજાવી શકાય એવા હોય ત્યાં શ્રદ્ધા’ એ જ પ્રમાણ છે. એથી જ ક્ષેત્રસમાસના કતાં જણાવે છે કે – 'सेसाण दीवाण तहोदहीणं विआरवित्त्थारमणोरपारम् । सया सुयाओ परिभावयंतु, सव्वंपि सव्वन्नुमइक्कचित्ता ।।१।।'
અર્થશેષ દ્વીપ–સમુદ્રોની બુદ્ધિથી પાર ન પામી શકાય તેવી અપાર વિચારણાના સર્વ સ્વરૂપને સર્વજ્ઞની મતમાં એકચિત્તવાળા થઈને શ્રતના અનુસારે પરિભાવો (વિચારો).’ આ કથનમાં ગંભીર ઉદ્દેશ સમાયેલો છે. મહર્ષિએ આપણને ટૂંકામાં સમજાવી દીધું છે કે–જો આગમપ્રમાણ યા સર્વજ્ઞપ્રમાણ વસ્તુઓ ઉપર શ્રદ્ધાપણું નહીં રાખીએ, તો તો સમગ્ર ચૌદરાજલોકનું સ્વરૂપ એવું આશ્ચર્યકારક છે કે જે સ્વરૂપ કોઈપણ દર્શનમાં કોઈ પણ ઠેકાણે નથી, માત્ર જૈનદર્શનમાં જ છે, કારણ કે એ સર્વજ્ઞ ભગવંતનું કથન છે.) પછી તો તે બધા સ્થાને શ્રદ્ધા જ ઊડી જશે, કારણ કે જ્યાં યુક્તિઓ કામ કરતી ન હોય એવા અતીન્દ્રિય પદાર્થોને યુક્તિથી સમજાવાય ક્યાંથી? વળી આપણી બુદ્ધિ કેટલી? કૂપમંડૂક જેટલી અને જ્ઞાનીના જ્ઞાનની અગાધતા કેટલી? ગામડાના ગામડીયાઓ લંડન, પેરિસ, ન્યૂયોર્ક જેવા શહેરોની મહાનતા ને સુરમ્યતાને ગ્રામ્યાપેક્ષાએ સમજી પણ શું શકે ? અતીન્દ્રિય પદાર્થોની શ્રદ્ધા માટે સંતીવૃત્તિમાં શ્રીમાનું મલયગિરિજી મહારાજાએ પણ કહ્યું છે કે :
'समानविषया यस्माद्वाध्यबाधकसंस्थितिः । अतीन्द्रिये च संसारे, प्रमाणं न प्रवर्तते ।।१।।'
એ વચનને અનુસરી હે ભવ્યાત્માઓ! તમે સર્વજ્ઞભાષિત વચનમાં શ્રદ્ધાવાળા થાઓ; જે શ્રદ્ધાને પામી, પરંપર કર્મક્ષય કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, સ્વતઃ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી, સર્વવસ્તુને આત્મસાક્ષાત્ જોનારા થઈ શકો.
વધુમાં આ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોની રત્નમય જગતીઓનું પ્રમાણ એકસરખું હોવાથી દેવોને અથવા તેવા વિશિષ્ટજ્ઞાનીઓને તે કેવું આશ્ચર્યજનક લાગતું હશે !
|| તિ વીર-સમુદ્રાધિકા તૃતીયં નવુvશષ્ટ II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org