________________
सात द्वीपनुं मंतव्य अने तेनु निरसन હોય તેવો લાગે છે. ત્યાં આગળ સામો કિનારો પણ દેખાય છે. વિશેષ માટે જુઓ શત્રુનયમહાભ્ય–સ ] આ આવેલ સમદ્ર જે આપણે દેખીએ છીએ એના વિભાગો ઓળખી શકાય તે માટે તે તે સ્થાનોની અપેક્ષાએ જનતાએ અનેક નામો પાડ્યાં છે.
આ પ્રમાણે આ દશ્યમાન સમુદ્રનો સંબંધ લવણસમુદ્ર સાથે હોવાથી આવી મહાન જલવૃદ્ધિનું જળ બધેય અસર કરે એમાં વિચારવા જેવું રહેતું નથી.
આ પાતાલકળશાઓ અન્ય કોઈ સમુદ્રમાં નથી. જેથી લવણસમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં ભરતી-ઓટ પણ નથી.
તિચ્છલોકવર્તી અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો આવેલા છે. અન્ય દર્શનકારો સાત દ્વીપ (અને સાત) સમુદ્રો માને છે, તેમ માનવામાં શું કારણ બન્યું તે આગળ આવે છે, પરંતુ અહીં એટલું જણાવવું જરૂરી છે કે–સર્વજ્ઞ ભગવંતો કદાપિ અન્યથા બોલતા જ નથી. જેઓએ રાગદ્વેષનો નિમૂલ ક્ષય કર્યા પછી જ, જે વચનોચ્ચાર કર્યો હોય તે સર્વથા સત્ય જ હોય છે, કારણ કે અસત્ય બોલવાનાં કારણોનો તેઓએ સર્વથા ક્ષય કર્યો છે, તે સર્વજ્ઞ પ્રભુના વચનમાં સંશયને તો સ્થાન જ હોતું નથી. જેઓએ અલ્પબુદ્ધિ કે અલ્પજ્ઞાનથી જે જે વસ્તુને જેટલા રૂપમાં દેખી તેથી તેટલી કહી, તેથી તે વસ્તુ તેટલી જ છે એમ કેમ જ કહેવાય ?
| સાત દ્વીપનું મંતવ્ય || આ સાત દ્વીપ સમુદ્રની પ્રરૂપણા ભગવાન મહાવીર મહારાજાના સમકાલીન શિવનામાં રાજર્ષિથી ચાલી આવતી જણાય છે. એ રાજર્ષિને ઉગ્ર તપસ્યા તપતાં અલ્પપ્રમાણનું વિર્ભાગજ્ઞાન થયું. તે જ્ઞાનથી થાવ દ્વીપ–સમુદ્રો દેખી શક્યા, આગળ જોવાની શક્તિ જેટલું જ્ઞાન નહિ હોવાથી ન દેખી શક્યા, તેથી તે રાજર્ષિએ ‘સાત દ્વીપ–સમુદ્રો જ માત્ર લોકમાં છે,' એવી પ્રરૂપણા સર્વત્ર પ્રસરાવી. લોકો તો ગાડરિયા પ્રવાહ જેવા છે તેથી તે હકીકત વ્યાપક બની ગઈ. આ વાત ભગવાન મહાવીર મહારાજાએ જાણી અને સર્વજ્ઞ ભગવંતે તે વસ્તુનો સત્યસ્ફોટ કર્યો. તે વાત કણોપકર્ણ શિવરાજર્ષિએ પણ જાણી. તેઓએ પણ ભગવાન સમીપે આવીને 19“પ્રશ્નો કર્યા. છેવટે તેમનું સમાધાન થયું અને પોતાને થએલ શંકાનું નિવારણ કરનાર પરમકારુણિક પરમાત્મા 19મહાવીરદેવ ઉપર પરમ ભક્તિ જાગી. ભાવના ભાવતાં તેમણે પણ તે વસ્તુ દેખી શકવાને સમર્થ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું જેથી સ્વશંકા દૂર થઈ, પરંતુ પૂર્વે પ્રસરેલી વાત પૂરજોશમાં ફેલાયેલી તે પ્રવાહ અત્યાર સુધી ચાલ્યો આવ્યો છે. આ વાતને માન્ય કરનારાઓ ઘડીભર વિચાર કરે કે જ્યારે એ રાજર્ષિને જ્યાં સુધી જ્ઞાન નહોતું થયું અને દ્વીપ–સમુદ્રની પ્રરૂપણા કરી ન હતી ત્યારે દીપ–સમુદ્રને અંગે તેઓ શું માનતા હશે? અરે ! હમણાંનો દાખલો વિચારીએ કે, જ્યારે કોલંબસે અમેરિકા શોધ્યો ન હતો, ત્યાં સુધી પૃથ્વી વિષે શું માન્યતા હતી? જેમ જેમ સંશોધનકાર્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તેઓ આગળ વધતા ગયા ને થોડાંક વર્ષો પહેલાં પાશ્ચાત્યોએ અમેરિકાથી પણWઆગળની ભૂમિનું શોધન કર્યું છે અને હજુ પણ સંશોધન કરી રહેલા છે. તેમ અહીં પણ જેટલે જેટલે અંશે જ્ઞાનશક્તિનો વિકાસ વૃદ્ધિ પામતો જાય એટલે તેટલે અંશે અતીન્દ્રિય વસ્તુઓ પણ અવશ્ય આત્મસાક્ષાત થતી જાય, એથી વસ્તુનો અભાવ તો ન જ કહી શકાય.
૧૭૬. જુઓ ભગવતીસૂત્ર શ. ૧૧, ઉ. ૯ 9૭૭. શિવરાજઋષિ વિપર્યય દેખતો રે, દ્વીપસાગર સાત સાત રે,
વીરપસાયે દોષ વિભંગ ગયો રે, પ્રગટ્યો અવધિગુણ વિખ્યાત રે. [જ્ઞાનપંદેવવંદ્રન] ૧૭૮. ન્યૂઝીલેન્ડ દેશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org