________________
भरती-ओटनुं कारण
।। દ્વીપસમુદ્રાધિારે તૃતીયં નવુ પરિશિષ્ટમ્ નં. રૂ ॥
જૈન દૃષ્ટિએ ભરતીઓટનું કારણ—
તિલિોકવર્તી અસંખ્યાતા દ્વીપસમુદ્રો પૈકી ફક્ત એક લવણસમુદ્રમાં જ ભરતી-ઓટનો પ્રસંગ વર્તે છે. આપણે એક લાખ યોજનના જંબુદ્વીપમાં આવેલા નાનકડા ભરતક્ષેત્ર માત્રમાં રહીએ છીએ. આ ભરતક્ષેત્રની (ઉત્તર દિશા સિવાય) ત્રણે દિશાએ લવણસમુદ્ર આવેલો હોવાથી આ ભરતક્ષેત્રવર્તી માનવોને લવણસમુદ્રમાં થતા ભરતી ઓટના પ્રસંગો વિશેષ પ્રકારે જોવામાં આવે છે. લવણસમુદ્ર જંબુદ્વીપની ચારે બાજુએથી વીંટાઈને વલયાકારે રહેલો છે અને તેનો ચક્રવાલ એક બાજુનો (પહોળાઈ) વિખંભ બે લાખ યોજન પ્રમાણ છે. આ સમુદ્રમાં એક હજાર યોજનના વિસ્તારવાળી અને સમભૂતલાની સમસપાટીથી સોળ હજાર યોજન અને સમુદ્રતલથી સત્તર હજાર યોજન ઊંચી જલવૃદ્ધિ થાય છે. એ જલવૃદ્ધિની નીચે ચારે દિશાઓમાં એક એક મોટા પાતાલકલશો આવેલા છે. આ કલશા મોટા ઘડાના આકાર સરખા અને વજ્રરત્નના છે. આની ઢીંકરીની જાડાઈ એક હજાર યોજનની, દશ હજાર યોજન બંધે—નીચે પહોળા અને તેટલા જ ઊર્ધ્વસ્થાને પણ પહોળા એટલે કે દશ હજાર યોજનના પહોળા મુખવાળા, મધ્યભાગે પહોળાઈમાં એક લાખ યોજન ભૂમિમાં ગયેલા છે, જેથી સમભૂમિની સમસપાટીથી એક લાખ યોજન ઉપરાંત એક હજાર યોજન પ્રમાણ પૂર્ણ થયે નીચેનું કળશનું તળીયું આવે છે, અને ઉપરથી ચારે કળશાઓ સમસપાટીમાં રહેલા છે.
૬૪૬
પૂર્વ દિશાના કળશનું નામ ‘વડવામુલ’, દક્ષિણ દિશાનો ‘યૂપ’, પશ્ચિમ દિશાનો ‘યૂપ’ અને ઉત્તર દિશાનો ‘ઘર’ આ પ્રમાણે મહાકલશો આવેલા છે. એક કળશથી બીજા કળશનું અંતર ૨૧૯૨૬૫ યોજનનું છે. અને તે દરેક અંતરની પહોળાઈ વિસ્તારમાં દશ હજાર યોજનની છે. એ વિસ્તારમાં લઘુ પાતાલકલશોની નવ પંક્તિઓ સમાય છે. (જે ચિત્રો જોવાથી વિશેષ ખ્યાલમાં આવશે) એ નવે પંક્તિના થઈ એક કળશના આંતરાનાં ૧૯૭૧ લઘુપાતાલકલશો છે, એમ ચારે કલશના આંતરાની નવે પંક્તિના કુલ ૭૮૮૪ લઘુપાતાલકલશો આવેલા છે. પ્રત્યેક કળશો ઉપર અર્ધો પલ્યોપમનાં આયુષ્યવાળા અધિપતિ દેવો હોય છે. આ લઘુપાતાલકલશો મોટા ચાર કલશોની અપેક્ષાએ પ્રમાણમાં તેનાથી સોમા ભાગે જાણવા. આ કલશો ચિત્ત પૃથ્વીના વજ્રરત્નમય છે.
આ ચારે મહાપાતાલકલશો ઉપર અનુક્રમે એક પલ્યોપમનાં આયુષ્યવાળા કાલ–મહાકાલ–વેલંબ–પ્રભંજન એ ચારે દેવો અધિપતિ તરીકે હોય છે. આ ચારે મહાકલશોની એક લાખ યોજનની ઊંડાઈને ત્રણ ભાગે વહેંચતા
૩૩૩૩૩ યોજન પ્રત્યેક ભાગમાં પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમભાગના ૩૩૩૩૩ ભાગમાં કેવલ વાયુ ભરેલો છે, મધ્યના ૩૩૩૩૩ ભાગમાં વાયુ અને જળ બન્ને હોય છે; અને ઉપરના ૩૩૩૩૩ ભાગમાં કેવળ જળ હોય છે. (લઘુ કલશાઓમાં પણ આ જ ક્રમ સમજવો, પરંતુ પ્રમાણ ઓછું સમજવું.)
Jain Education International
હવે નીચેના બંને ભાગમાં વાયુ રહેલો હોવાથી વાયુના સ્વભાવ મુજબ–કુદરતી રીતે જ તેમાં મોટા વાયરા વાય છે અને તે વાયુ અત્યન્ત ક્ષોભ પામે છે. ક્ષોભ પામે એટલે આજુબાજુ નીકળવાનો માર્ગ પણ જોઈએ અને માર્ગ તો છે નહિ, તેથી ઊંચો ઉછળે છે. (જેમ મનુષ્યોનાં ઉદરમાં રહેલો શ્વાસોશ્વાસ–પ્રાણવાયુ સ્વાભાવિક ઊર્ધ્વ થઈ ઉચ્છ્વાસરૂપે બહાર નીકળે છે તેમ.) બહાર નીકળવાને ઇચ્છતો એવો વાયુ નીચેથી ઉછળતો ઉછળતો ત્રીજા ભાગમાં રહેલા જળને અને પરંપરાએ કળશની ઉપરના જળને ઉછાળે છે, જેથી સમુદ્રગત ૧૬૦૦૦ યોજનની શિખારૂપે રહેલું ઊંચું જળ તે પણ શિખાના અંતથી ઉપર બે ગાઉ સુધી વૃદ્ધિ પામે છે. આ જળવૃદ્ધિ, કુદરતી રીતે તેમજ વેલંધર નાગકુમાર દેવોના૧૭૪ ત્રણે દિશાવર્તી પ્રયત્નથી ત્રણે બાજુએ
૧૭૪. આ જલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર નિકાયના ૧૭૪૦૦૦ દેવો હોય છે. શ્રીસંઘના પ્રબળ પુન્યોદયે
For Personal & Private Use Only
www.jainelibrary.org