________________
चन्द्र-सूर्य संख्या अने व्यवस्था
૧૬૭ સમશ્રેણીએ લેવો વિશેષ ઉચિત સમજાય છે, કારણ કે સિદ્ધાંતોમાં સ્થળે સ્થળે સમશ્રેણી ક્રમ જણાવેલ છે. જો કે કાલોદધિ—પુષ્કરાઈ વગેરે દ્વીપોમાં કહેલી ચન્દ્ર-સૂર્યની સંખ્યાને તે તે સમુદ્રના વલયવિખંભ (પહોળાઈ)ની અપેક્ષાએ કેવી રીતે સંગત કરવી? તે વિચારણીય છે, કારણ કે સિદ્ધાંતમાં પ્રાયઃ કોઈ પણ સ્થળે મનુષ્યક્ષેત્રવર્તી ચન્દ્ર-સૂર્યનું પરસ્પર અંતર કેટલા યોજન પ્રમાણ છે? તે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. તેથી આ વિષયને અંગે શાસ્ત્રીય પ્રમાણ સિવાય વિશેષ ઉલ્લેખ કરવો અસ્થાને છે તો પણ બીજી રીતે સૂક્ષ્મદષ્ટિએ વિચાર કરતાં જ્યોતિષવિમાનોનો વ્યવસ્થાક્રમ સમશ્રેણીએ ગણવો વિશેષ ઠીક લાગે છે, છતાં આ વિષય પરત્વે બહુશ્રુત મહર્ષિઓ કહે તે પ્રમાણ છે.
- ગ્રન્થકાર મહર્ષિએ ઈષ્ટ દ્વીપ–સમુદ્રના સૂર્ય—ચન્દ્રોની સંખ્યા જાણવાનું જે કરણ’ બતાવ્યું તે કરણ દ્વારા આપણે આગળ સ્પષ્ટ સમજી શક્યા છીએ કે મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો છે. આ ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં કેવી રીતે રહેલા છે તે સંબંધી અહીં વિચાર કરાય છે.
આ પુષ્કરાઈનો વલયવિખંભ આઠ લાખ યોજનાનો છે, તેમાં માનુષોત્તરપર્વતથી પચાસ હજાર યોજન દૂર જતાં પ્રથમ ચન્દ્ર અને પ્રથમ સૂર્યની પંક્તિઓની શરુઆત થાય છે. અર્થાત્ માનુષોત્તરપર્વતથી ચારે બાજુએ ફરતા પચાસ હજાર યોજન દૂર જઈએ ત્યારે અમુક અમુક અંતરે ચન્દ્ર-સૂર્યો રહેલા
છે. મનુષ્યક્ષેત્ર બહારના આ પુષ્પરાધમાં વર્તતા ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો કઈ વ્યવસ્થાએ રહેલા છે તે સંબંધી કંઈ પણ ચોક્કસ નિર્ણય જાણી શકાયો નથી. “મંડBરળ, તોwાશ, ગંગૂદીપપ્રત, સૂર્યપ્રજ્ઞપ્તિ અને આ ચાલુ બૃહત્ સંગ્રહણી' વગેરે ગ્રંથોમાં પણ સૂર્યચન્દ્રોની વ્યવસ્થા સંબંધમાં સ્વયં કોઇ મત જણાવવામાં આવેલો નથી. યદ્યપિ દિગંબરીય મત તેમજ અન્ય મત દશવેલો છે. જે આગળ ૮૩મી ગાથામાં આવવાનો છે પરંતુ તે મત પ્રમાણે સૂર્ય ચન્દ્રની સંખ્યા આઠ પંક્તિએ ગણવાની સાથે પ્રથમ પંક્તિમાં જ (૧૪૫ મતાંતરે ૧૪૪ વગેરે ઘણા જુદા પ્રકારની આવે છે.) આ ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂયને મનુષ્યક્ષેત્રની પંક્તિઓની ચિત્ર નં. ૧ પ્રમાણે ગોઠવીએ તો પચાસ હજાર યોજનને અંતરે સૂર્યથી ચન્દ્ર હોવા જોઈએ, તે તો કોઈ રીતે વ્યવસ્થિતપણે રહી શકતા નથી. વળી ચિત્ર નં. ૨ પ્રમાણે પરિરયાકારે પંક્તિઓ ગોઠવીએ તો પણ તે
તે સ્થાનોના પરિધિ વગેરે વિશેષ વિશેષ પ્રમાણવાળા થતા હોવાથી પચાસ હજાર યોજનાનું તેમજ સૂર્યથી સૂર્યનું અથવા ચન્દ્રથી ચન્દ્રનું એક લાખ યોજનાનું અંતર જે નિર્ણત કરેલું છે તેની વ્યવસ્થા સાચવી શકાતી નથી. એ જોતાં ગ્રન્થકારના મત પ્રમાણે આ વ્યવસ્થા કેવા પ્રકારની હશે? તે બહુશ્રુતગમ્ય છે. [૭૮-૭૯].
|| રૂતિ વન્દ્ર-સૂર્ય–સંધ્યાવરણં વ્યવસ્થા ૨ || ૧૮૪. અઢીદ્વીપમાં તે તે ક્ષેત્રનું માપ લઈ તે માપને તે તે દ્વીપગત ચન્દ્ર સૂર્યની સંખ્યાથી ભાગ આપીએ તો અંતર પ્રમાણ પ્રાપ્ત થાય કે કેમ? તે વાત પરિશિષ્ટમાં વિચારાશે.
ooOOO o ૦ ૦ ૦.
|
-૦૦ ૦૦૧
૦ ૦
'૦૦ ૦
૦
0
DOGO
9ooooo
Poso on a cos
૦૦૧
Poeo
.
Poeo AS
'Lao
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org