________________
૧૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેમજ સમુદ્રની બહારના પ્રચંડ વાયરાઓથી આગળ વધતી અટકે છે, કારણકે તે દેવો મોટા કડછાવડે આગળ વધતા પાણીને અટકાવે જાય છે. નહિ તો એ સમુદ્રવેલની વૃદ્ધિ અનેક નગરોને એક જ સપાટામાં જલમય બનાવી નાંખે. પરંતુ સમુદ્ર મયદા છોડતો જ નથી. જેથી નગરાદિ સ્થળો વગેરે જલમય થઈ શકતા નથી એ એનો અનાદિસિદ્ધ સ્વભાવ છે. આ કલશાનો વાયુ જ્યારે શાન્ત થાય છે ત્યારે જલવૃદ્ધિ અને દૂરવર્તી ગયેલું છીછરું પાણી ક્રમે ક્રમે ઘટતું સ્વસ્થાન ઉપર આવી જાય છે. આ જલવૃદ્ધિ પ્રત્યેક દિવસમાં બે વાર થાય છે, તેમાં પણ અનુક્રમે અષ્ટમી ચતુર્દશી અને પૂર્ણિમા વગેરે દિવસોમાં તો તે વાયુ સ્વાભાવિક રીતે જ અત્યન્ત-વિશેષ ક્ષોભ પામે છે તેથી જલવૃદ્ધિ તે દિવસોમાં ઘણી જોરદાર હોય છે.
આ પ્રમાણે પાતાળકળશામાં રહેલા વાયુના ક્ષોભથી સોળ હજાર યોજન ઊંચી લવણસમુદ્રની જળશિખા ઉપર બે ગાઉ ઊંચી પાણીની વેલ વધવી અને તેના પરિણામે લવણસમદ્રના દરેક વિભાગમાં તરંગો-મોજાંઓ સાથે પાણીનું જંબૂધાતકીની જગતી તરફ વધવું મરતી કહેવાય છે અને તે શાંત થયે પોટપ કહેવાય છે.
પ્રશ્ન-લવણસમુદ્રમાં થતા ભરતી ઓટ સાથે અહીંના સમુદ્રનો શું સંબંધ છે?
ઉત્તર-અહીંયા જે સમુદ્ર આપણે જોઈએ છીએ તેને આપણે એક અગાધ સમુદ્ર તરીકે આપણી સ્થૂલદષ્ટિથી કહી શકીએ, બાકી લવણસમુદ્રની અપેક્ષાએ દેખાતો આ સમુદ્ર એ તો એક ખાડી માત્ર છે. કારણકે આ સમુદ્ર એ લવણસમુદ્રની જ નહેરરૂપે આવેલો છે, એમ નીચેની બીના પુરવાર કરે છે.
જ્યારે અસંખ્ય વર્ષો ઉપર થયેલા સગર નામના ચક્રવર્તીએ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં વર્તતા શ્રી શત્રુંજય પર્વત ઉપર રહેલા મણિરત્નમય જિનબિંબોનું–કલિકાલના જીવોની વધતી લોભવૃત્તિના કારણે–રક્ષણ કરવા આ શાશ્વત અને મહાપવિત્ર પહાડની ફરતો હું સમુદ્રને મૂકું ! જેથી આ રત્નમયબિંબોનું ભવિષ્યમાં લોભાસક્ત થનારા પંચમકાળના જીવોથી રક્ષણ થાય, એ ભાવનાથી લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કરી, લવણસમુદ્રનાં જળને શત્રુંજય પર્વતની ફરતું મૂકવા તે દેવને ફરમાન કર્યું આજ્ઞાને તાબે થયેલા દેવે જંબૂદ્વીપના પશ્ચિમદ્વારેથી લવણસમુદ્રનું જળ વાળ્યું. અને ઠેઠ હાલમાં શત્રુંજય–પાલીતાણા પાસે આવેલા તાલધ્વજ પર્વત (ગામ તલાજા) સુધી લાવ્યા, એવામાં ઈન્દ્રમહારાજાએ ભારતમાં વર્તતા ભાવોનું નિરીક્ષણ કરવા ઉપયોગ મૂક્યો, મૂકતાં આ અનિચ્છનીય બનાવને જોઈ તૂર્ત જ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી તે ચક્રવર્તીને ઉદ્દેશીને કહ્યું કે હે સગર ! કલિકાળમાં થનારા જીવોને શ્રીસિદ્ધાચલતીર્થ એ આ સંસારસમુદ્રમાંથી છૂટવા માટે અણમોલ કારણ છે. જો કલિકાલના જીવો એ તીર્થના દર્શનને નહિ પામે તો તેઓને તરવાનું પ્રબળ સાધન કયું? આ શત્રુંજય પર્વત તો અનંતા સિદ્ધજીવોનું સ્થાન હોવાથી તેની રજે રજ પવિત્ર છે, આપણે પણ બોલીએ છીએ કે ‘કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા.” આ પર્વતને સ્પર્શ કરનાર કોઈ પણ જીવમાત્રને અવશ્ય ભવ્ય' કહેલો છે. સર્વ પર્વતોમાં આ પહાડ પવિત્ર છે. આના વિમલાચલ, શત્રુંજય, સિદ્ધક્ષેત્ર ઇત્યાદિ અનેક નામો પડેલાં છે, માટે જો આ તીર્થ ફરતો સમુદ્ર મૂકાશે તો આવા પ્રબળ આલંબન વિના કલિકાલના ભવ્યાત્માઓની શી દશા થશે !
આ પ્રમાણે તેની આગળ સર્વ માહાભ્ય વર્ણવતાં તરત જ તે સમુદ્રને શત્રુંજય ફરતો મૂકતાં અટકે છે, અને એથી અત્યારે પણ જોઈ શકીશું કે એ સમુદ્ર તલાજા સુધી આવેલો છે અને જાણે પાછો વળી ગયો જ અને તથાવિધ જગત્ સ્વભાવે જ જલવૃદ્ધિ વૃદ્ધિ પામતી અટકે છે.
૧૭૫. જો કેવળ ચન્દ્રકળાની હાનિ–વૃદ્ધિને અંગે જ ભરતી ઓટ થતા હોય તો ચન્દ્રકળાથી બિલકુલ રહિત અમાવાસ્યાની રાત્રિએ ભરતીનું પ્રમાણ કેમ વધારે હોય છે? તેમજ અક્ષયતૃતીયા વગેરે ભરતીના દિવસોમાં ચન્દ્રકળાની વૃદ્ધિનું કારણ ક્યાં રહ્યું? તથા દિવસે પણ ભરતી ઓટ થાય છે તો તે વખતે ચન્દ્રકળા તો દેખાતી જ નથી તો તેનું શું? વગેરે વિચારણીય છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org