________________
કર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જાય છે અને તે દેવો પોતાનાં કર્તવ્યમાં પરાયણ હોવાથી ઈન્દ્રના પ્રેમનું પણ ભાજન હોય છે.
ઉપરની હકીકત વાંચતા જ શંકાનો ઉદ્દભવ થાય કે ઇન્દ્ર જેવા સમર્થ અને દેવોમાં સર્વોત્તમ પુરુષને પણ આત્મરક્ષકોની શી જરૂર હશે? તેનું સમાધાન એ કે મહાશક્તિ સામર્થ્યવંત ઇન્દ્રને રક્ષણની કંઈ જ જરૂર નથી, કારણકે શત્રુઓ તરફથી ઉપદ્રવોનો ખાસ સંભવ નથી, પરંતુ “ઇન્દ્ર એ દેવલોકનો સર્વસત્તાધીશ માલિક છે. વળી અમારો આ મહાન સ્વામી છે.” સ્વામીપણાની એ મર્યાદા, તેનું પરિપાલન અને સ્વામીની પ્રીતિનું સંપાદન કરવા સદા શસ્ત્રસજ્જ બનીને ખડખડા હાજરાહજૂર રહે છે. વળી સેવક તરીકેનો ધર્મ (ફરજો બજાવવો એ પણ તેમનું કર્તવ્ય છે.
જેમ વર્તમાનમાં રાજા-મહારાજા કે સત્તાધીશો જેઓ પ્રબળ શક્તિસંપન્ન છતાં તેમની શ્રેષ્ઠતા અને મહત્તા પ્રદર્શિત કરવા, તેમનું ગૌરવ વધારવા અને સ્વામીપણાનું સૂચન કરવા જેમ મોટા મોટા શૂરવીર અંગરક્ષકો સાથે જ રહે છે તેમ અહીં પણ સમજવું.
જ સામાનિક તથા આત્મરક્ષકદેવોની સંખ્યા જ ભવનપતિનિકાયોમાં પ્રથમ અસુરકુમાર નિકાયની દક્ષિણદિશાના ચમરેન્દ્રને ચોસઠ હજાર અને ઉત્તરદિશા નિવાસી બલીન્દ્રને સાઠ હજાર સામાનિક દેવોનો પરિવાર છે. બાકીની નવે નિકાયના ધરણેન્દ્રાદિ પ્રમુખ અઢારે ઈન્દ્રોમાં પ્રત્યેક ઇન્દ્રને છ છ હજાર સામાનિક દેવોનો પરિવાર વર્તે છે.
ઉપર જે જે ઇન્દ્રને સામાનિકદેવની જે સંખ્યા કહી છે તે સંખ્યાને ચારંગણી કરતાં જે જે સંખ્યા આવે, તે તે સંખ્યા તે તે ઇન્દ્રના આત્મરક્ષક દેવોની સમજવી.
જેમકે ચમરેન્દ્રના સામાનિકદેવો ૬૪000 છે એને ચારગુણા કરીએ ત્યારે ૨૫૬૦૦૦ આત્મરક્ષકોની સંખ્યા આવે. આ પ્રમાણે સર્વત્ર વિચારવું.
આ પ્રમાણે ચાર નિકાય પૈકી પહેલી ભવનપતિનિકાયના દેવોની આયુષ્યસ્થિતિ, નિકાયોનાં નામ, ઈન્દ્રોનાં નામ, ભવન સંખ્યા, તેમનાં ચિહ્ન, દેહવર્ણ, વસ્ત્રવર્ણ, સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા કહી.
હવે ગ્રન્થકાર ભવનપતિનિકાયની જેમ ક્રમ પ્રાપ્ત બીજી વ્યંતરનિકાયનું વર્ણન શરૂ કરે છે. [૩૦]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org