________________
ઉદ્દ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
* द्वितीय व्यंतरनिकायाश्रयी परिशिष्ट नं. २ * ૧. આ વ્યંતરોની પણ અસંખ્યાતી વિશાળ નગરીઓ અઢીદ્વિીપ બહાર આવેલી છે. જેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમાદિ આગમગ્રંથોથી જાણી લેવું.
૨. વ્યંતરોનાં નગરોની ચારે બાજુ વલયાકારે ફરતી રક્ષણાર્થે ઊંડી ખાઈ અને સુંદર કોટ શોભી રહેલ છે, તેના કોઠા ઉપર તોપો વગેરે ગોઠવેલ છે; મજબૂત કિલ્લા શત્રુઓથી દુષ્પવેશ્ય હોય છે. આ નગરો ઝળહળતાં દેદીપ્યમાન અને મહાન રત્નમય તોરણોથી શોભતા દરવાજા યુક્ત છે અને દંડધારી દેવથિંકરો નગરનું રક્ષણ કરવામાં નિશદિન સજ્જ રહે છે. વળી આ નગરોમાં પંચરંગી પુષ્પોની મહાસુગંધથી અને અગરુ તથા કિંદરુ–દશાંગાદિ શ્રેષ્ઠ ધૂપાદિની સુવાસોથી સુગંધ સુગંધ પ્રસરી રહેલી હોય છે. આ દેવો અતિસ્વરૂપવંત, સ્વભાવે તથા દેખાવમાં સૌમ્ય, અંગોપાંગને વિષે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગાંધર્વોનાં ગીતોમાં પ્રીતિવાળા અને કૌતુક જોવાની અતિ ઇચ્છા કરનારા હોય છે, આ દેવોને ક્રીડા, હાસ્ય, નૃત્યાદિ પર અત્યંત આસક્તિ હોવાથી અનવસ્થિતપણે
જ્યાં ત્યાં ભટકયા કરે છે અને કૌતુકની ખાતર શરીઅવેશ વગેરે કરવા દ્વારા અન્યને પીડા પણ પેદા કરે છે.
૩. મનુષ્યલોકમાં ભૂત, પિશાચ, રાક્ષસાદિ કહેવાય છે તે આ વ્યંતરનિકાયના તે તે નિકાયગત વ્યંતરો જ હોય છે. આ દેવો વિશેષે કરીને જીર્ણસ્થાનો (ગૃહમંદિરાદિ)માં નિર્જન સ્થાન થઈ જવાથી નિવાસ કરી રહે છે. એથી તે સ્થાનવર્તી નિવાસ કરનારા માણસોને યા અન્યજનોને પૂર્વના રાગથી યા દ્વેષથી કેટલીકવાર મહાવ્યથા ઉત્પન્ન કરે છે. વળી આ લોકોમાં પ્રાયઃ ક્રીડા અને વિનોદાર્થે આવતાં તે દેવોનો વિશેષ વખત ક્રીડા, હાસ્યાદિમાં નિર્ગમન થઈ જવાથી પોતાનાં મૂળસ્થાનો પણ વિસરી જાય છે, જેથી જ્યાં ત્યાં જેના તેનામાં પ્રવેશ કરી રહે છે. આ દેવો સ્વેચ્છાચારી વિશેષ હોય છે.
૪. પ્રત્યેક ઈન્દ્રને ત્રણ પ્રકારની પર્ષદા હોય છે. ત્રણેમાં જઘન્ય–મધ્યમ–ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાવાળા દેવ-દેવીઓ હોય છે. આ પર્ષદા અગ્રમહિષી લોકપાલાદિ દેવોમાં પણ પોતપોતાના પ્રમાણાશ્રયી યથાયોગ્ય હોય છે.
૫. આપણી આ પૃથ્વીની નીચે એક અદ્ભુત જીવસૃષ્ટિ રહેલી છે. એ સૃષ્ટિમાં નરકગતિવર્તી નારકજીવો તથા ચાર પ્રકારના દેવોમાં ભવનપતિ અને વ્યંતર એ બે પ્રકારના દેવો તેમજ ભવનપતિના પેટા પ્રકાર તરીકે પરમાધામીઓ પણ નીચે જ આવેલા છે.
આજે જગતમાં મત્રો અને વસ્ત્રોની આરાધના અને ઉપાસનાઓ ચાલી રહી છે અને તેમાં સહાયક તરીકે જે જે દેવ-દેવીઓ થાય છે, તે મોટાભાગના તો આ બંને નિકાયોના હોય છે.
યક્ષ-યક્ષિણીઓ, ઘંટાકર્ણ, માણિભદ્ર, ક્ષેત્રપાલ, ભૈરવ, સરસ્વતી, લક્ષ્મી, ચક્રેશ્વરી, પદ્માવતી, વિદ્યાદેવીઓ વગેરે ઉક્ત નિકાયના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org