________________
૧ર૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તારા અલ્પ ઋદ્ધિવાળા છે, તેથી નક્ષત્ર વધારે ઋદ્ધિવંત, તેથી ગ્રહો વિશેષ ઋદ્ધિવાળા, તેથી સૂર્ય વધારે ઋદ્ધિશાલી છે અને તેથી ચંદ્ર વળી મહાદ્ધિવંત છે.
વ્યવહારમાં પણ મહાનપુરુષો તેમજ રાજા-મહારાજાઓ અને મહાલક્ષ્મીવંતો મન્દ મન્દ ગમન કરનારા, શુભવિહાયોગતિવાળા પ્રાયઃ હોય છે, જ્યારે મધ્યમ અને અલ્પ ઋદ્ધિવાળા મોટેભાગે દોડધામ કરી ચાલનારા હોય છે.
વિમાનને વહન કરનારા દેવો કેવી રીતે હોય તે ક્રમશઃ વર્ણવે છે ચન્દ્ર-સૂયદિ જ્યોતિષીદેવોનાં વિમાનો તથા પ્રકારના જગત્ સ્વભાવે જ સ્વયમેવ નિરાલંબપણે ફરે છે, તથાપિ ફક્ત આભિયોગિક (દસ) દેવો તથાવિધ નામકર્મના ઉદયથી સ્વસમાનજાતિમાં અથવા તો પોતાથી હીનજાતિના દેવોમાં નિજ કીર્તિકળા પ્રકટ કરવા માટે અત્યન્ત પ્રમોદપણે ચન્દ્રાદિના વિમાનની નીચે સિંહાદિ રૂપને ધારણ કરીને વિમાનોને સતત વહન કરે છે.
આવું કાર્ય કરવા છતાં તેઓને જરાપણ દુઃખ થતું નથી કારણ કે તેઓ મનમાં ગૌરવ ધરાવે છે કે અમે દાસપણું કરીએ છીએ પણ તે કોનું? સકલ લોકપ્રસિદ્ધ એવા ચન્દ્રસૂર્ય જેવા ઇન્દ્રોનું અમો કંઈ જેવા તેવાના સેવકો નથી, એમ સ્વજાતિ અથવા અન્યને નિજ સમૃદ્ધિ દર્શનાર્થે સમસ્ત સ્વોચિતકાર્ય પ્રમુદિતપણે કરે છે. જેમ આ લોકમાં પણ સ્વોપાર્જિત કર્યોદયથી દાસપણું અનુભવતો હોય પણ જો કોઈ સમૃદ્ધિવંતને ત્યાં હોય તો પોતાના દાસપણાનો ખેદ ન કરતાં ઉલટો રાજી થતો ગર્વિષ્ઠ થઈ સર્વ કાર્ય કરે છે તેમાં કારણ એક જ કે હું સેવક, પણ કોનો? તો વિખ્યાત નાયકનો છું, જેથી અન્ય દાસજનો કરતાં તો હું વિશેષ સત્તાવાળો છું. વ્યવહારમાં પણ આપણે પ્રસંગે બોલીએ છીએ કે–ભાઈ નોકર ખરો પણ રાજાનો.'
હવે તે વહન કરનારા દેવો કેવાં રૂપને ધારણ કરનારા, કેટલા અને કઈ દિશામાં હોય? તે કહે છે.
ચન્દ્રનાં વિમાનને વહન કરનારા સોળ હજાર (૧૬૦૦૦) દેવો છે તેમાં તે દેવો ચતુર્દિશામાં વહેંચાયેલા એટલે આપણી કલ્પનાથી પૂર્વદિશાનાં નાકે ૪000 દેવો સિંહના રૂપને ધારણ કરે છે. દક્ષિણદિશામાં મોટા શરીરવાળા હાથીઓના રૂપને ધારણ કરનારા ૪૦૦૦ દેવો હોય છે. પશ્ચિમ દિશામાં વૃષભના રૂપને ધારણ કરનારા ૪000 દેવો અને ઉત્તરદિશામાં અશ્વના રૂપને ધારણ કરનારા પણ ૪000 દેવો છે.
આ પ્રમાણે સૂર્ય તેમજ ગ્રહવિમાનોને માટે પણ સમજવું. ફક્ત ગ્રહનાં વિમાનો માટે ચાર હજાર દેવોને બદલે બબે હજાર દેવો વહન કરનારા હોય. નક્ષત્રોનાં વિમાનને વિષે એક હજાર દેવો અને તારાના વિમાનને વિષે પાંચસો પાંચસો (૫૦૦) દેવો પ્રત્યેક દિશામાં, ઉપરોક્ત ક્રમે સિંહાદિ રૂપને ધારણ કરીને વિમાનને વહન કરવા છતાં પણ મસ્તકામિનીની જેમ એટલે મદોન્મત્ત થયેલી સ્ત્રી જેમ ઘણાં આભૂષણો શરીર ઉપર ધારણ કરે તો પણ ભારને ભારરૂપ ન સમજતી ઊલટી પ્રમુદિત થાય છે તેમ આ દેવો વિમાનના ભારને ભારરૂપે ન સમજતાં આનંદપૂર્વક વહન કરે છે. [૫૭–૧૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org