________________
૧રફ
નિત્ય – આ રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું છે. તે વિમાન તથા પ્રકારે કુદરતી રીતે જ ચન્દ્રમાની સાથે જ અવિરહિત હોય છે. ચન્દ્રના વિમાનની નીચે નિરંતર ચાર બંગલ દુર રહી ચાલતાં ચન્દ્રમાનાં બિંબ (વિમાન)ને અમુક અમુક પ્રમાણમાં ધીમે ધીમે ક્રમશઃ પ્રતિદિન આવરે છે તેથી કૃષ્ણપક્ષની ઉત્પત્તિ થાય છે અને પુનઃ પૂર્વે જેવી રીતે ચન્દ્રમાનાં બિંબને પ્રતિદિન જેટલા જેટલા પ્રમાણમાં ઢાંક્યું તે જ પ્રમાણે તેટલા તેટલા જ ભાગપ્રમાણ બિંબનાં આવરણવાળા ભાગને ક્રમશઃ છોડતું જાય છે, જેથી ૧૫શુકલપક્ષની ઉત્પત્તિ થએલી ગણાય છે.
- ઉક્ત ગતિએ સદાકાળ ચન્દ્રવિમાનનું અને રાહુવિમાનનું પરિભ્રમણ આ અઢીદ્વીપવર્તી ક્ષેત્રોમાં થયા કરે છે. અને એ કારણે જ ચન્દ્રમાનાં વિમાન સંબંધી તેજની હાનિ–વૃદ્ધિપણાનો વાસ્તવિક આભાસ થાય છે. ચાંદ્રમાસ વગેરેનો પ્રભાવ પણ એથી જ થએલો છે.
હનિવૃદ્ધિારણ-ચન્દ્રમાના વિમાનનાં બાસઠ ભાગ કલ્પીએ અને એ બાસઠ ભાગને પંદર તિથિઓ સાથે વહેંચતા એક તિથિ દીઠ ચાર ચાર ભાગ વહેંચાય, (બાકી બે ભાગ રહ્યા તે રાહુથી અવરાતા જ નથી જેથી તે પંદર તિથિના ભાગોની ગણત્રીથી બહાર સમજવા) એ ચાર ચાર ભાગપ્રમાણ ચન્દ્રમાનું વિમાન હંમેશા નિત્યરાહુના વિમાનથી ઢંકાતું જાય છે એટલે ૧૫ દિવસે (૧૫*૪=૬૦) ૬૦ ભાગ અવરાય છે અને બાકી રહેલા બે ભાગ જેટલાં ચન્દ્ર વિમાનને રાહુનું વિમાન કદાપિ કાળે ઢકી શકતું જ નથી અને તેથી જ તે ભાગ ચન્દ્રમાની સોળમી કળા તરીકે પ્રસિદ્ધ છે. જે માટે કહ્યું છે કે “જોડશોંડશઃ વત્તા વિલં” અથવા બીજી રીતિએ રાહુના વિમાનનાં પંદર ભાગ કલ્પીએ એટલે કે રાહુ પોતાના એકેક ભાગવડે નિરંતર ચન્દ્રવિમાનને આવરે તો પંદર દિવસે, વિમાનના પંદર ભાગ વડે પંદર તિથિઓ અવરાય તે આ પ્રમાણે–
વાવસ્થા—ચન્દ્રમાનાં વિમાનના પૂર્વે કલ્પલા–(અનાવરણીય) એવા બે ભાગ છોડીને સાઠ ભાગો પૈકીના ચાર ચાર ભાગોને (અથવા તો ' ભાગને) રાહુના વિમાનના પણ પૂર્વે કલ્પાયેલા ૧૫ ભાગો પૈકીના એક એક ભાગ વડે (૧ ભાગે) કણપક્ષની પ્રતિપદાએ રાહુ આચ્છાદિત કરે છે. બીજને દિવસે તે જ રાહુ પોતાના બે ભાગોવડે (૨) ચન્દ્રવિમાનના આઠ ભાગને (૨ ભાગને) આવરે છે. એમ પ્રત્યેક દિવસે ક્રમે ક્રમે ચન્દ્રમાનાં વિમાનને ચાર ચાર ભાગોને રાહુ પોતાના વિમાનના એક એક ભાગ વડે ઢાંકતો જાય છે એમ કરતાં કરતાં અમાવાસ્યાને દિવસે ચંદ્રમાનાં સમગ્ર બિંબને (વિમાનના ૬૦ ભાગોને) રાહુ પોતાના પંદર ભાગો વડે આવરે છે ત્યારે જગત સર્વત્ર અંધકારથી છવાઈ જાય છે.
અમાવાસ્યાને દિવસે ચન્દ્રમાનું (૬૦ ભાગનું) સકલ બિંબ રાહુએ પોતાના વિમાનના પંદર ૧૫૦. સસિલૂરામાં સતિરસાડાનવરિલેટિં ા ઉદ્યોગો મેષ, નન્નો માસ છi Illી.
મંડલપ્રકરણ ૧૫૧. ઉવાં ૪–“રાહુવિક કિર્દ, સસિ ક્ષિી મા મુડું, સાફ ઘંટો વીમા, તિજોસુ પો હવ તન્હા ।।१।। बावहिँ बावहिँ दिवसे उ सुक्कपक्खस्स | जं परिष्ड्डइ चंदो खवेइ तं चेव कालेण ||२||
૧૫૨. એકમ, બીજ, ત્રીજ, ઈત્યાદિ તિથિનો લોકવ્યવહાર ચાલે છે તે પણ એક ભાગવડે ઢાંકે ત્યારે એકમ, બે ભાગ વડે ઢાંકે તેથી બીજ, એમ રાહુના ચૌદ ભાગ વડે ઢંકાય ત્યારે ચૌદશ આ આશયથી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org