________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ભાગો દ્વારા ઢાંકી દીધું જેથી જગતમાં અંધકાર ફેલાઈ ગયો; બાકી રહેલા બે ભાગ તો અનાવરણીય રહેતા હોવાથી એ ભાગો તિથિની ગણત્રીમાં ભેગા ગણવાના નથી. આ પ્રમાણે કૃષ્ણપક્ષ પૂરો થયો.
વનપલવ્યવસ્થા– હવે એ ઢાંકેલા ૬૦ ભાગો પૈકી શુકલપક્ષની પ્રતિપદાને દિવસે રાહુનું વિમાન (ચરસ્વભાવે) પાછું ખસતું જાય તો તે કેટલું ખસે? તો પૂર્વવત્ એક દિવસે ચાર ભાગ જેટલું ખસીને ચન્દ્રમાના ભાગને રાહુ પોતાના આ ભાગવડે પ્રગટ કરે એ પ્રમાણે શુદિ બીજને દિવસે બીજા ચાર ભાગને પ્રગટ કરે (એટલે ૬૨ ભાગ આશ્રયીને તો બીજને દિવસે ૧૦ ભાગ જેટલું બિંબ પ્રગટ થાય) જેને આપણે ભાષામાં બીજ ઊગી' કહીએ છીએ, અને જેના ઉપર માસ વષદિનાં શુભાશુભફલાદિની ગણત્રીઓ અંકાય છે. વળી બીજનો ચંદ્ર ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળો હોવાથી, તેનું દર્શન સર્વ પ્રકારે વૃદ્ધિકારક ગણાય છે. આ પ્રમાણે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન ચાર ચાર ભાગને રાહુ જેમ ચન્દ્રમાને જેવી રીતે જેટલા ભાગને આવરતો હતો, શુક્લપક્ષમાં તેવી જ રીતે તેટલા ભાગોને પ્રતિદિન પ્રગટ કરતો જાય, જેથી દિવસે દિવસે ચન્દ્રમાનું બિંબ વિશેષ વિશેષ ખુલ્લું થતું જાય અને તેમાં પણ ક્રમશઃ વૃદ્ધિ થતી જાય, આ પ્રમાણે રાહુનું આવરણ ખસતું ખસતું શુદિ પૂર્ણિમાએ ચન્દ્રમાના સકલ બિંબથી દૂર થઈ જતું હોવાથી ચન્દ્રમાના ૬૨ ભાગરૂપ સંપૂર્ણ બિંબને આપણે પ્રત્યક્ષ જોઈ આનંદની કોઈ અનેરી ઊર્મિઓ અનુભવીએ છીએ.
- ચન્દ્રમાનો એ ચાર ભાગ પ્રમાણ અંશ રાહુ જેટલો કાળ આવરે અને તે જેટલો વખત લોકમાં પ્રગટ તરીકે રાખે તેટલા કાળને એક તિથિ કહેવાય, રાહુ જે ચાર ચાર ભાગને આવરતો જાય તે બધી તિથિઓ અનુક્રમે કૃષ્ણપક્ષની સમજવી અને તે જ રાહુ પુનઃ ઢાંકેલા ભાગો પૈકી ચાર ચાર ભાગોને નિત્ય પ્રકટ કરતો જાય ત્યારે તે પ્રતિપદા વગેરે તિથિઓ શુકલપક્ષની સમજવી.]
અથવા ચન્દ્રવિમાનના સોળ ભાગ કરીએ તેમાં પ્રતિદિવસે રાહુ એકેક ભાગને આવરતો જાય ત્યારે એકેક ભાગ આવરે તે એક તિથિ એમ પંદર ભાગ અવરાઈ જાય ત્યારે અમાવાસ્યાનો દિવસ આવી રહે. સોળમો ભાગ તો જગતસ્વભાવે અવરાતો જ નથી. હવે તેવી રીતે શુક્લપક્ષે પાછો એકેક ભાગ મૂકાતો જાય એમ પણ કહેલું છે, અથવા તો જેટલા કાળમાં ચન્દ્રમાનો સોળમો ભાગ ઓછો થાય અથવા જેટલા કાળે તે વધે, તે કાળ પ્રમાણને એક તિથિપ્રમાણ કહેવાય. આવી ત્રીશ તિથિનો એક ચાંદ્રમાસ ગણાય છે. રૂતિ તિરથમવ: A
શંકા- અમાવાસ્યાને દિવસે રાહુ ચન્દ્રવિમાનને આવરે છે તેથી પૃથ્વી પર સર્વત્ર અંધકાર ૧૫૩. “લયો રિ સરી વિસ રાહુવિમુક્ષો જ પુનમહિમા સૂરથમ હરો, પુત્રે પુબ્રિાન્તગુત્તી Il ll
મંડલપ્રકરણ) કોઈ શંકા કરે કે ચાર ચાર ભાગ ખુલ્લા કરવાને હિસાબે આઠ ભાગ પ્રગટ થાય ત્યારે તો શુદિ બીજ કહેવાય, પરંતુ ઘણીવાર પ્રતિપદ્રના દિવસે જ બીજનો ઉદય હોય છે તો તે માટે શું? વળી બીજી તિથિઓની થતી વધઘટ તથા તિથિમાન અમુક ઘડી સુધીનાં આવે છે, તો પછી ચાર ચાર ભાગ પ્રમાણનો નિત્યાવરણ ક્રમ વગેરે કથન. કેમ સંગત કરવું? આના સમાધાન માટે જિજ્ઞાસુઓએ “જાતનોકાશ' વગેરે ગ્રન્થો જોવા. અહીં તો આટલો પણ વિષય પ્રાસંગિક અભ્યાસકોને ઉપયોગી હોવાથી જ વર્ણવ્યો છે.
૧૫૪. જુઓ–‘તમારો છો, ડુવડું હાથપથ પુન્નરસં / તત્તિમિત્તે માને, પુખવિ પરિવ8U નોપણ II9ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org