________________
૧ર૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह किण्हं राहुविमाणं, निचं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ ॥६१॥
સંસ્કૃત છાયાकृष्णं राहुविमानं, नित्यं चन्द्रेण भवत्यविरहितम् । વતન પ્રાપ્ત, અશ્ચન્દ્રએ તત્ રાતિ //દ્છા
શબ્દાર્થ દિં કૃષ્ણવર્ણનું
aa[āચાર અંગુલ વંદે ચંદ્ર સાથે
કપૂરૂં અપ્રાપ્ત–દૂર વિરહિયં અવિરહિત–સતત
હિટ્ટા નીચે | Tયાર્થ– કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચંદ્રની સાથે જ હોય છે એટલે તેનાથી દૂર થતું નથી એટલે કે ચાર આંગળ વેગળું રહ્યું થયું હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. II૬૧
વિરોવાર્ય ગાથાર્થવત્ સુગમ છે, છતાં પ્રાસંગિક કંઈક કહેવાય છે. ચંદ્રમાની સાથે રાહુનો સંયોગ થતાં શી શી સ્થિતિઓ ઉત્પન્ન થાય છે તે જણાવાય છે.
સમગ્ર જંબૂઢીપમાં, દિવસ અને રાત્રિ એવો વિભાગ ઉત્પન્ન કરનાર, બે સૂર્યનો પ્રકાશ છે. અને તિથિઓની વ્યવસ્થાને ઉત્પન્ન કરનાર, બે ચંદ્રનો પ્રકાશ છે. એમાં સૂર્યના બિંબની હાનિ–વૃદ્ધિ હંમેશા કંઈ થતી નથી જે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, કારણકે તેને રાહુ જેવી રોજની કોઈ નડતર નથી. અલબત્ત, લાંબા વખતે આવે તે જુદી વાત છે. પરંતુ ચંદ્રના બિંબની થતી હાનિ–વૃદ્ધિ તો આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, જેમકે બીજને દિવસે ફક્ત ધનુષ્યની પણછના આકારે ચંદ્રમાનું બિંબ હોય છે અને ત્યારબાદ ક્રમેક્રમે વૃદ્ધિ પામતું શુદિ પૂર્ણિમાએ સંપૂર્ણ ચંદ્રબિંબ દષ્ટિગોચર થતું જોઈએ છીએ. જો કે મૂલસ્વરૂપે તો ચંદ્રમાં સદાયે અવસ્થિત સ્વભાવે જ છે, એમાં કંઈ પણ વધઘટ થતી જ નથી, પરંતુ અમુક આવરણના સંયોગોને પામીને જ હંમેશા વાસ્તવિક હાનિવૃદ્ધિ ઉત્પન્ન થયા કરે છે. એ હાનિવૃદ્ધિ કેવી રીતે અને શાથી થાય છે? તથા કોણ કરે છે? વળી તેથી કેવી કેવી દિનમાનાદિની બાબતો ઉપસ્થિત થાય છે, વગેરે પ્રસંગ પામીને પ્રસ્થાન્તરથી કિંચિત વર્ણવાય છે.
ચન્દ્રના બિંબની શુકલપક્ષમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થવી અને કૃષ્ણપક્ષમાં ક્રમેક્રમે હાનિ થવી તેનું કારણ રાહુના વિમાનનું આવરણ અને અનાવરણ માત્ર જ છે.
એ રાહુ બે પ્રકારના છે ૧-નિત્યદુ અને ૨-પર્વાદુ.
પર્વરકું- આ રાહુ કોઈ કોઈ વખતે એકાએક પોતાના વિમાનવડે ચન્દ્ર કે સૂર્યનાં વિમાનને ઢાંકી દે છે એટલે તે વખતે લોકોમાં ગ્રહણ થયું એમ કહેવાય છે. આ પર્વરાહુ જઘન્યથી છ માસે ચંદ્રને તથા સૂર્યને ગ્રહણ કરે છે. એટલે કે સ્વવિમાનની છાયા વડે ચંદ્ર-સૂર્યના વિમાનનું આચ્છાદન કરે છે, અને ઉત્કૃષ્ટથી તે જ પર્વરાહુ ચન્દ્રને બેંતાલીશ માસે અને સૂર્યને અડતાલીશ વર્ષે આચ્છાદિત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org