________________
ग्रहणसंबंधी किंचित स्वरूप
૧૨૭ છવાઈ જાય છે એમ પૂર્વે કહ્યું, પરંતુ રાહુ કરતાં ચંદ્રનું વિમાન લગભગ બમણું હોવાથી બાકીના વિમાનભાગનું તેજ તો કોઈ પણ વિભાગમાં અવશ્ય પ્રગટ થવું જ જોઈએ.
સમાધાન-રાહનું વિમાન અધ યોજનનું છે અને ચન્દ્રવિમાન ૫૬ યોજન પ્રમાણ (લગભગ બમણું) છે. હવે રાહુનું વિમાન ચન્દ્રમાની નીચે જેટલા ભાગમાં રહ્યું હોય તેટલા ભાગ નીચે અંધકાર છવાય તે માટે કોઈનો પણ વિરોધ હોઈ શકે નહીં પરંતુ બાકી રહેલાં ચન્દ્રવિમાનનો પ્રકાશ કેમ કોઈ પણ ક્ષેત્રે અનુભવાતો નથી? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે, રાહુનું વિમાન ચન્દ્રવિમાનને સંપૂર્ણ ઢાંકી શકતું તો નથી પરંતુ જેમ દાવાનળથી ઉછળેલા ધૂમાડાના સમૂહવડે મહાવિસ્તારવાળું એવું આકાશમંડળ જેમ અંધકારથી છવાઈ જાય છે તેમ રાહુવિમાન શ્યામ હોવાથી અત્યંત શ્યામવર્ણના “વિસ્તૃત કાન્તિસમૂહથી મહત્ પ્રમાણયુક્ત એવું પણ શશિમંડળ સમગ્ર આચ્છાદિત થઈ જાય છે. જેથી અહીં સર્વત્ર શ્યામકાન્તિ દેખાય છે.” એમ કેટલાક પ્રાજ્ઞ પુરુષો સમાધાન આપે છે.
બીજા વિબુધજનો એવું સમાધાન કરે છે કે ગ્રહનાં વિમાનનું ગભૂત (અર્ધા યોજન) પ્રમાણ તે પ્રાયિક છે. તે પ્રાયઃ શબ્દ એ નિશ્ચિત અર્થનો દર્શક નથી જેથી ગભૂત પ્રમાણથી પણ રાહુગ્રહનું વિશેષ પ્રમાણ લઈએ એટલે ૧ યોજન લાંબું, પહોળું અને બત્રીશ ભાગ જેટલું જાડું લઈએ તો કોઈ પણ પ્રકારની પ્રાયઃ શબ્દની અપેક્ષાએ હરકત ઉપસ્થિત થતી નથી. ઉક્ત પ્રમાણે રાહુનાં વિમાનનું લેવાથી શશિમંડળ કરતાં પણ તેનું પ્રમાણ વધી જવાથી શશિમંડલને, રવવિમાનથી સુખેથી આચ્છાદિત કરે, તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ સંભવતો નથી. જિનભદ્રગણી મહારાજા સંગ્રહણીની ગાથામાં રાહના વિમાનનું પ્રમાણ આપતાં એક યોજન આયામ–
વિષ્કભ અને તેથી ત્રિગુણ પરિધિ અને ૨૫૦ ધનુષ્યની જાડાઈ જણાવે છે.
[ ग्रहणसंबंधी किंचित् स्वरूप ગ્રહણની ઉત્પત્તિ પર્વરાહુના જ સંયોગ ઉપર આધાર ધરાવે છે.
ચંદ્રગ્રહણ પર્વરાહ પોતાની ગતિ કરતાં કરતાં જ્યારે ચંદ્રમાની કાન્તિને આવરતો, યથોક્તકાળે ચન્દ્રની નીચે સંપૂર્ણ આવી જાય ત્યારે ચન્દ્રને યથાયોગ્ય ઢાંકે છે, ત્યારે લોકમાં ગ્રહણ થયું એમ કહેવાય છે.
સૂર્યપ્રકા–પૂર્વોક્ત રીતિએ પર્વરાહુ જ્યારે સૂર્યની વેશ્યાને યથોક્ત કાળે આચ્છાદિત કરે છે ત્યારે સૂર્યનો ઉપરાગ થવાથી સૂર્યગ્રહણ થાય છે. આ સૂર્યગ્રહણ જઘન્યથી છ માસે અને ઉત્કૃષ્ટથી અડતાલીશ વર્ષે થાય છે, એમ જૈનશાસ્ત્ર કહે છે.
ચન્દ્રગ્રહણ પૂર્ણિમાએ થતું હોવાથી અને સૂર્યગ્રહણ અમાવાસ્યાએ થતું હોવાથી પર્વરાહુથી થતા આચ્છાદનમાં કોઈ પણ પ્રકારનો વિરોધ જણાતો નથી. જ્યારે ગ્રહણયોગ અમુક પ્રમાણમાં
૧૫૫. શ્રી ભગવતીસૂત્રના ટીકાકાર ગ્રહના વિમાનનું ગભૂત પ્રમાણ પણ પ્રાયિક બતલાવે છે. અને બારમા શતકના પાંચમાં ઉદ્દેશામાં રાહુનું વિમાન ચન્દ્રવિમાનથી લઘુ છે તેમ સૂચવે છે, એ સૂચવીને વિમાનથી નહિ પણ તે વિમાનની વિસ્તૃત શ્યામપ્રભાથી જ આચ્છાદન જણાવે છે. સત્ય સર્વજ્ઞગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org