________________
99
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગર્જનાઓ, વિજળીઓ, બાદરઅગ્નિ, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિ ઉત્તમપુરુષો તથા કોઈ પણ મનુષ્યનો જન્મ અથવા કોઈ પણ મનુષ્યનું મરણ, તેમજ સમય આવલિકા-મુહૂર્ત-દિવસમાસ—અયન–વર્ષ–યુગ–પલ્યોપમ–સાગરોપમ અવસર્પિણી–ઉત્સર્પિણી આદિ સર્વ પ્રકારનો કાળ વગેરે પદાર્થો અઢીદ્વીપમાં જ છે, પરંતુ અઢદ્વીપની બહાર હોતા નથી.
તદુપરાંત અઢીદ્વીપની બહાર ભરતાદિ સરખાં ક્ષેત્રો, વર્ષધર સરખા પર્વતો, ઘરો, ગામ, નગરો, ચતુર્વિધ સંઘ, ખાણો, નિધિઓ, ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષી વિમાનોનું ભ્રમણ, ગ્રહણો નથી. જેથી ચંદ્રસૂર્યના પરિવેષ (મંડલો) પણ નથી, ઈન્દ્રધનુષ, ગાંધર્વ નગરાદિ [આકાશમાં થતાં ઉત્પાતસૂચક ચિલો] નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે, તેમજ કોઈ કોઈ દ્વીપ–સમુદ્રમાં શાશ્વતા પર્વતો પણ છે, પરંતુ અલ્પ હોવાથી અહીં વિવક્ષા કરી નથી, અને (અઢીદ્વિીપ બહાર) દ્વીપો ઘણાં હોવાથી ગાથામાં દ્વીપોનો અભાવ કહેલ નથી. જે માટે લઘુત્રસમાસમાં કહ્યું છે કે
"णइ-दह-घण-थणि-यागणि-जिणाइ, णरजम्म-मरणकालाई ।
पणयाललक्खजोयण–णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥२५६।।" આ પ્રમાણે ઉપર કહેલા ભાવોવાળા ૪૫ લાખ યોજનના મનુષ્યક્ષેત્રને વિષે રહેલા ચરજ્યોતિષી દેવોનાં વિમાનો નિરંતર જંબૂદ્વીપના મેરુને પ્રદક્ષિણા આપતાં પરિભ્રમણ કર્યા કરે છે. [૫૬]
પૂર્વે અઢીદ્વિીપવર્તી ચરજ્યોતિષીનાં વિમાનોનું જે પ્રમાણ કહ્યું છે તેથી સર્વ રીતે અર્ધ અધ પ્રમાણવાળાં સ્થિરજ્યોતિષીનાં વિમાનો સમજવાં. તે આ પ્રમાણે
છેમનુષ્યક્ષેત્ર વદાર સ્થિર થોતિષીનાં વિમાનોનું પ્રમાણ છે
જિંલા પરોઠા ૧ ચંદ્રવિમાન એક યોજનના એકસઠિયા અઠ્ઠાવીસ ભાગનું
ભાગ ૨ સૂર્ય વિમાન–એક યોજનના એકસઠિયા ચોવીશ ભાગનું
૧૨ ભાગ ૩ ગ્રહવિમાન એક ગાઉનું
બા ગાઉ ૪ નક્ષત્રવિમાન અર્ધા ગાઉનું
ગાઉ ૫ તારાવિમાન– (૫૦૦ ધનુષ્ય) ગાઉ લાંબુ
ગાઉ (૨૫૦ ધનુષ્ય) અવતર–એ મનુષ્યક્ષેત્રમાં રહેલાં ચર જ્યોતિષી વિમાનોની ગતિ સંબંધી તરતમતા, તેમજ તે વિમાનોને વહન કરનાર દેવોની સંખ્યા, તથા વહન કરનારા દેવ કયું રૂપ ધારણ કરે છે તે વર્ણવે છે – વિજળીઓ તથા વરસાદ એ સર્વ હોઈ શકે છે.
૧૪૨. બાદર' કહેવાનું કારણ એ કે સૂક્ષ્મઅગ્નિ તો ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત હોવાથી અઢીદ્વીપની બહાર પણ હોય છે.
૧૪૩. સમય, આવલિ આદિ વ્યાવહારિક કાળ ચંદ્ર-સૂર્યના ભ્રમણથી છે અને ત્યાં ચંદ્ર-સૂયાદિ સર્વ જ્યોતિચક્ર સ્થિર છે માટે વ્યાવહારિક કાળ નથી પરંતુ વર્તના લક્ષણવાળો નિશ્ચયકાળ તો છે જ.
[વા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org