________________
अढीद्वीपनी बहार मनुष्यनां जन्म-मरणनो अभाव '
999 શંકા- તો શું મરણ કોઈ રીતે સંભવે ખરું? એટલે કે અંતમુહૂર્તમાં જ જેનું આયુષ્ય સમાપ્ત થવાનું છે એવા કોઈ મનુષ્યનું કોઈ લબ્ધિધારી દેવ અપહરણ કરે અને નરક્ષેત્ર બહાર મૂકે તો મરણ સંભવે કે કેમ?
સમાધાન-મરણ કદાપિ કાલે ન જ થાય. પૂર્વની માફક અપહરણ કરનાર દેવનું ચિત્ત અવશ્ય ફરી જાય છે અને તેથી તે અથવા અન્ય કોઈ દેવાદિકના સહકારને પામી મનુષ્યક્ષેત્રમાં તરત જ આવે અને ત્યાં જ મૃત્યુને પામે, પરંતુ આ અઢીદ્વીપ બહાર કોઈ કાળે કોઈ પણ મનુષ્યનો
જન્મ યા મરણ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ, એમ સર્વજ્ઞપરમાત્માનું ત્રિકાલાબાધિત શાસન કથન કરે છે.
જો કે વિદ્યાધરો, જંઘાચારણો તથા વિદ્યાચારણમુનિવરો તેમજ અન્ય કોઈ લબ્ધિધારીઓ ઉત્કૃષ્ટ પ્રકારના તપોનુષ્ઠાનથી પ્રાપ્ત કરેલી યથાયોગ્ય લબ્ધિદ્વારા નંદીશ્વરાદિ દ્વીપ પરમપવિત્ર શાશ્વતી જિનપ્રતિમાઓનાં દર્શનાર્થે ભક્તિસેવા કરવા જાય છે પરંતુ તેઓનાં પણ જન્મ મરણ તો આ ક્ષેત્રમાં જં થાય છે. આવાં આવાં ઘણાં કારણોથી અને તેની ઉત્તરદિશામાં જ મનુષ્યો વસતા હોવાથી તે પર્વતને માનુષોત્તર કહેવાય છે. જેમ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યોનાં જન્મ—મરણ નથી તે પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર આગળ કહેવાતા પદાર્થો–ભાવો પણ હોતા નથી.
જેમ અઢીદ્વિીપમાં ગંગા, સિંધુ આદિ મહાનદીઓ શાશ્વતી વર્તે છે, તેવી શાશ્વતી નદીઓ, પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહો, સરોવરો, પુષ્કરાવતાદિ **સ્વાભાવિક મેઘો, મેઘના અભાવે મેઘની સ્વાભાવિક
૧૩૮–૧૩૯. ફક્ત મહર્ષિ પુરુષોનાં કથનાનુસાર એક જ અપેક્ષાએ અર્થાત્ ઉપપાત અને સમુદ્યાતના પ્રસંગે મનુષ્યક્ષેત્ર બહાર પણ જન્મ યા મરણ સિદ્ધ થાય છે એટલે કે કોઈ આત્મા મરણ સમયે મારણાનિકસમુદ્યાત કરવા દ્વારા પોતાના ઘણા આત્મપ્રદેશોને ક્ષેત્ર બહાર, ઉત્પન્ન થવાના સ્થાને ફેકે, એ વખતે ઘણા આત્મપ્રદેશો બહાર પ્રક્ષેપાય ત્યારે સમુઘાત અવસ્થામાં મનુષ્ય-આયુષ્ય તથા મનુષ્યગતિ ભોગવે છે અને ઇલિકાગતિ વડે આત્મપ્રદેશો ત્યાં ફેંકાઈ જવાથી મનુષ્યનું મરણ મનુષ્યક્ષેત્ર બહાર થયું એમ કહી શકાય છે. તેવી રીતે મનુષ્યક્ષેત્ર બહાર વર્તતો કોઈ એક જીવ મૃત્યુ પામ્યો, હવે વક્રાગતિથી તેને મનુષ્યક્ષેત્રમાં મનુષ્યરૂપે સમુત્પન્ન થવું છે, પરંતુ વક્રાગતિ એક સમયથી વધારે સમયવાળી હોવાથી મનુષ્યક્ષેત્ર બહાર બીજો સમય રહી, પછી એને જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવું હોય ત્યાં થાય, આવો પ્રસંગ બને ત્યારે વક્રાગતિમાં પરભવનું આયુષ્ય (ઉત્પન્ન થવાની જે મનુષ્યગતિ તેનું જ) ગણત્રીમાં લેવાતું હોવાથી મનુષ્યગતિનો ઉદ્ભવ અઢીદ્વિીપ બહાર સ્વીકૃત કરેલો છે.
૧૪૦. અશાશ્વતી નદીઓ હોવાનો નિષેધ સંભવે નહિ, તેમજ અશાશ્વતાં સરોવર આદિ જળાશયો સર્વથા ન હોય એમ પણ નહિ, પરંતુ શાસ્ત્રમાં જે નદી, સરોવર આદિનો નિષેધ છે તે અઢીદ્વીપમાં જે વ્યવસ્થાપૂર્વક શાશ્વત નદીઓ, સરોવરો આદિ કહ્યાં છે તેવાં (વનવેદિકા ઈત્યાદિ સહ) વ્યવસ્થાપૂર્વકનાં શાશ્વત નદી સરોવરો ન હોય અને જો સર્વથા નદી, સરોવરાદિનો અભાવ માનીએ તો હીપનું સ્વરૂપ જ અવ્યવહારું થાય છે, એટલું જ નહિ પરંતુ ત્યાંના નિવાસી પશુપક્ષીઓ પાણી કયાં પીએ? તેમજ સર્વથા જળાશયોના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકસેન્દ્રિયો અને સક્કિમ પંચેન્દ્રિયોનો પણ અભાવ થાય, માટે અશાશ્વતાં સરોવરો, પાણીનાં ઝરણાંઓ અને નાની નાની નદીઓ પણ હોય. તથા અસંખ્યાતમાં દીપે ઉત્તરદિશામાં અસંખ્ય યોજનાનું માનસરોવર શાશ્વત છે, પરંતુ અલ્પ (ફક્ત એક જ) હોવાથી અવિવક્ષિત
૧૪૧. અહીં “સ્વાભાવિક' કહેવાનું કારણ એ કે અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિકર્વેલ મેઘગર્જના અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org