________________
ज्योतिषीनां विमानोनुं वर्णन અવતરણ—મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કહેવા સાથે મનુષ્યક્ષેત્રમાં જ્યોતિષીનાં વિમાનો ચર હોય છે તે બતાવવાપૂર્વક મનુષ્યક્ષેત્રથી બહાર જ્યોતિષીનાં વિમાનો સ્થિર છે તે અને તેનું પ્રમાણ કેટલું છે? તે વર્ણવે છે
पणयाललक्खजोयण, नरखेत्तं तत्थिमे सया भमिरा । नरखित्ताउ बहिं पुण, अद्धपमाणा ठिया निचं ॥५६॥
સંસ્કૃત છાયાपञ्चचत्वारिंशल्लक्षयोजनं, नरक्षेत्रं तत्रेमानि सदा भ्रमिणः । नरक्षेत्रात् बहिः पुनः, अर्द्धप्रमाणानि स्थितानि नित्यम् ॥५६।।
શબ્દાર્થ – પાયાતાવઉ=પીસ્તાલીશ લાખ
મિરાં ભ્રમણ કરવાવાળા (ચર) નરતં મનુષ્યક્ષેત્ર
નવરામનુષ્યક્ષેત્રથી તસ્થિોમાં આ
વ્યાસ્થિર થાઈ-પીસ્તાલીશ લાખ (૪૫00000) યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર છે, તેમાં આ જ્યોતિષીનાં વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે અને મનુષ્યક્ષેત્રની બહાર જે જ્યોતિષીનાં વિમાનો છે તે પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈની અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં તેમજ સદાકાળ સ્થિર છે. પ૬
વિશેષાર્થ– ગાથાથમાં પીસ્તાલીશ લાખ યોજનનું મનુષ્યક્ષેત્ર કહ્યું તે કેવી ગણત્રીએ છે? તે અહીં બતાવાય છે.
માલપુડાના આકારે રહેલા એક લાખ યોજનપ્રમાણ જંબૂદ્વીપ પછી બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર છે, ત્યારબાદ તેથી બમણા એટલે ચાર લાખ યોજનાના વિસ્તારનો ધાતકીખંડ આવેલો છે અને ત્યારબાદ તેથી બમણા એટલે આઠ (૮) લાખ યોજનાના વિસ્તારવાળો કાલોદધિસમુદ્ર છે, ત્યારબાદ તેથી બમણા એટલે સોળ (૧૬) લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવરદ્વીપ આવેલો છે. આપણે તો મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કહેવાનું હોવાથી મનુષ્યક્ષેત્ર અધપુષ્કરવરદ્વીપ સુધી છે જેથી આઠ (૮) લાખ યોજન પ્રમાણ અર્ધપુષ્કરવરદ્વીપ પર્વત મનુષ્યક્ષેત્ર કહેવાય છે–અર્થાત્ જંબૂદીપથી એક તરફ એકંદર ૨૨ લાખ યોજન અર્ધપુષ્કરવરદ્વીપ સુધીનાં થયાં, તેવી જ રીતે જંબુદ્વીપથી બીજી બાજુનાં પણ અધપુષ્કરવરદ્વીપ સુધી ૨૨ લાખ યોજન થયાં, બન્ને બાજુના ભેગા થઈ ૪૪ લાખ યોજન ક્ષેત્ર થયું, અને એક લાખ યોજનપ્રમાણ ક્ષેત્ર જંબૂદ્વીપનું, એમ સર્વ મળી કુલ ૪૫ લાખ યોજનનું મનુષ્યક્ષેત્ર છે. એ મનુષ્યક્ષેત્રને ફરતો અથવા પુષ્કરાઈ પૂરો થયો કે તરત જ તેને ફરતો માનુષોત્તર નામનો પર્વત અર્ધ યવાકારવાળો અથવા સિંહનિષાદી આકારવાળો મનુષ્યક્ષેત્રના (જાણે) રક્ષણ માટે કિલ્લા સરખો હોય તેમ શોભે છે.
પ્રસંગાનુસાર માનુષોત્તર પર્વતનું યત્કિંચિત્ સ્વરૂપ અહીં કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org