________________ लवणसमुद्रनी जलशिखा अने उदकस्फटिकमय विमानोनुं वर्णन યોજન વિસ્તાર રહે અને તેટલા વિસ્તીર્ણ ભાગમાં 1000 યોજનની ઊંડાઈ ચારે બાજુએ એકસરખી રીતે હોય. ચિત્ર જુઓ.] હવે બન્ને બાજુએ જેમ 95000 યોજન ભૂમિ ઊતાર કહ્યો છે તેમ બને બાજુની જગતીથી (અત્યંતર તથા બાહ્ય કિનારેથી) 95000 યોજન સુધી જળની અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ચઢતું જળ 700 યોજન ઊંચું થવા પામે છે જેથી તે સ્થાને 1000 યોજન ઊંડાઈ અને 700 યોજન ઉપરની જલવૃદ્ધિ થવાથી એકંદર 1700 યોજન પ્રમાણ ઊંચું જળ સમુદ્રના તળિયાની અપેક્ષાએ હોય છે. | લવણસમુદ્રમાં મધ્યના દશ હજાર યોજનના વિસ્તારમાં એક હજાર યોજનની જે ઊંડાઈ જણાવી તે જ દશ હજાર યોજનાના વિસ્તારમાં સામાન્યતઃ જળની સપાટીથી સોળ હજાર (16000) યોજન ઊંચી જળશિખા ઊભી ચણેલ ભીંત અથવા ગઢના આકાર સરખી વધે છે. આ પ્રમાણે સમુદ્રના તળિયેથી લઈ 17000 યોજન ઊંચું જળ થયું. ઉપરથી લઈ 16000 યોજન શિખા થઈ, તે શિખા ઉક્ત રીતે નીચે અને ઉપર બને સ્થાને 10000 યોજન પહોળી હોય છે, આ શિખાનું જળ પ્રતિદિન બે વખત બે ગાઉ ઊંચું ચઢે છે અને ઓટની માફક પુનઃ ઊતરતું જાય છે. એમ થવાનું કારણ લવણસમુદ્રમાં રહેલા પાતાલકલશાઓનો વાયુ છે. પૂર્વે કહેલાં જ્યોતિષીનાં વિમાનો આ જળશિખામાં ફરે છે. અહીં શંકા થશે કે–જ્યારે શિખામાં ફરે છે તો લવણસમુદ્રની શિખા સમભૂતલાથી 16000 યોજન ઊંચી હોય છે અને જ્યોતિષીઓ સમભૂતલાથી 790 યોજનથી 900 યોજન સુધીમાં છે તો લવણસમુદ્રગત શિખામાં રહેલાં વિમાનો શિખામાં ફરતાં હોવાથી તેનું પાણીમાં કેવી રીતે ગમન થતું હશે ? એ શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે લવણસમુદ્રની શિખામાં ફરતાં વિમાનો એક તો ઉદકસ્ફટિક રત્નનાં છે, આ સ્ફટિકરત્નનો સ્વભાવ પાણીને કાપવાનો છે જેથી તે ઉદકસ્ફટિકમય વિમાનો શિખાના જળને ભેદતાં ભેદતાં, કંઈ પણ વ્યાઘાત વિના અસ્મલિત ગતિએ જેમ અન્ય સ્ફટિકરત્નમય વિમાનો ગમન કરે છે તેવી જ રીતિએ નિર્વિઘ્નપણે શિખામાં ગતિ કરે છે. તો શું પાણીના સદાકાળ સ્પર્શથી સ્ફટિકરત્નને કંઈ બાધા પહોંચતી હશે ખરી ? અને તેમાં પાણી કોઈ કાળે ભરાઈ નુકશાન કરતું હશે કે કેમ? તેના ખુલાસામાં તે રત્નના તેજને પાણીથી કોઈ પણ પ્રકારે હાનિ થતી નથી તેમજ કોઈપણ વખતે તેમાં પાણી પણ ભરાતું નથી. આ 135. જળનો સહજ સ્વભાવ તો સમ સપાટીમાં રહેવાનો છે, છતાં જળનો ચઢાવ કહો છો તે કેમ બેસે ? તે શંકાના સમાધાનમાં સમજવાનું છે કે-કુદરતી રીતે જ જળ તથા પ્રકારના ક્ષેત્રસ્વભાવે જ લવણસમુદ્રનું ક્રમશઃ ચઢતું હોય છે. . આમાં દૈવીશક્તિ, તથાવિધ જગત સ્વભાવ તેમજ સ્ફટિકરત્નાદિકની વિશિષ્ટતાના યોગે કંઈ પણ વિચારવા જેવું રહેતું નથી. વર્તમાનયુગનો દાખલો વિચારીએ તો–પહેલા તથા બીજા વિશ્વયુદ્ધમાં Submarine (સબમરીન) નામથી ઓળખાતી યુદ્ધસ્ટીમર સમુદ્રના અગાધ જળમાં ડૂબકી મારી મારીને ઝડપથી સેંકડો માઈલ કાપી નાખે છે. જળમાં રહેવા છતાં તે સ્ટીમરોનાં દ્વારોમાં જલપ્રવેશ થતો નથી. હવા પ્રકાશ વગેરે સર્વ પ્રકારની અનુકૂળતા રહે છે તો પછી આ શાશ્વતાં વિમાનો માટે તો વિચારવા જેવું શું હોય? વળી વોટપ્રૂફ વસ્ત્રોને વરસાદની અસર ક્યાં થાય ? 1L, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org