________________
ज्योतिषचक्रनुं परिभ्रमण अने स्थिरत्व
3,9
ચાલે છે ? (અર્થાત્ અબાધા કેટલી ?) તે પ્રશ્નના સમાધાનમાં સમજાવે છે કેમેરુની ચારે બાજુ અગિયારસો એકવીસ (૧૧૨૧) યોજન ક્ષેત્રને છોડીને (તેટલું દૂર) ચરજ્યોતિષમંડળ મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું ફરે છે.
હવે અલોકથી અંદર તિર્થ્યલોકમાં કેટલી અબાધાએ સદાકાળ સ્થિર એવાં જ્યોતિષ્કવિમાનો હોય છે ? તો લોકનો છેડો અથવા તો અલોકની શરૂઆત એટલે લોકાન્તથી અથવા તો અલોકના આરંભથી અંદરની કોરેથી ચારે બાજુએ ફરતા અગિયારસો અગિયાર યોજન દૂર (૧૧૧૧) સ્થિર જ્યોતિષીઓ વર્તે છે. [૫૨]
ગવતરળ— જ્યોતિષીદેવોનાં વિમાનોની આકૃતિ કેવી હોય છે ? એ વિમાનો શેનાં બનેલાં હોય છે ? તેમજ સંખ્યામાં તે કેટલાં તે કહે છે ?
अद्धकविट्ठागारा, फलिहमया रम्मजोइसविमाणा । वंतरनगरेहिंतो, संखिज्जगुणा इमे हुंति ॥५३॥ ताई विमाणाइं पुण, सव्वाई हुंति फालिहमयाई । दगफालिहमया पुण, लवणे जे जोइसविमाणा ॥ ५४ ॥
[પ્ર. . સં. ૧૨]
સંસ્કૃત છાયા—
अर्द्धकपित्त्याकाराणि, स्फटिकमयानि रम्याणि ज्योतिष्कविमानानि । व्यंतर नगरेभ्यः, संख्यातगुणानि इमानि भवन्ति ॥ ५३||
Jain Education International
तानि विमानानि पुनः सर्वाणि भवन्ति स्फटिकमयानि ।
( उ ) दकस्फटिकमयानि पुनः, लवणे यानि ज्योतिष्कविमानानि ॥ ५४||
શબ્દાર્થ—
અદ્ધવિજ્ઞાારા=અર્ધકોઠાના આકારવાળા
પતિમયા=સ્ફટિકરત્નમય
તારૂં
સવ્વા સર્વે નિહમયાÍ=સ્ફટિકમય દ્રાતિજ્ઞમયા=પાણીને ફોડી નાંખે
તેવાં ઉદકસ્ફટિક રત્નમય નવળે ને લવણસમુદ્રને વિષે જે
રમ્મ=સુંદર
અંતરનયરહિતો અંતરનાં નગરો કરતાં સંવિજ્ઞમુળા=સંખ્યાતા ગુણ મે=આ
ગાથાર્થ જ્યોતિષીદેવોનાં વિમાનો અર્ધકોઠાના આકારવાળાં, સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુંદર હોય છે, વળી વ્યંતરદેવોનાં નગરોની અપેક્ષાએ આ જ્યોતિષીનાં વિમાનો સંખ્યગુણાં છે, તે જ્યોતિષીનાં વિમાનો બધાં સ્ફટિકરત્નમય છે.
તેમાં પણ જે વિમાનો લવણ સમુદ્ર ઉપર આવેલાં છે તે ઉદકસ્ફટિકમય એટલે પાણીને પણ ફોડીને—ભેદીને પ્રકાશ આપી શકે તેવાં ઉદકસ્ફટિકરત્નનાં છે ।।૫૩-૫૪ના
For Personal & Private Use Only
www.jainelibrary.org