________________
કર
संग्रहपीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરોણાર્થ– જ્યોતિષીદેવો અંદ્ધકપિત્થાકારવાળાં વિમાનોમાં વસે છે.
શંકા જ્યોતિષીનાં વિમાનો જ્યારે અધ કોઠાના આકારવાળાં છે, તો જ્યારે મસ્તકે (મધ્યાહે) વર્તતાં હોય ત્યારે તે કોઠાનો ઉપરનો અર્ધભાગ જોઈ શકાતો ન હોવાથી નીચેનો ગોળભાગ વર્તુલાકારે દેખાય, આ વાતને તો માની લઈએ પરંતુ જ્યારે ઉદયાસ્તકાલે અથવા ચંદ્ર સૂર્યનું તિર્થક પરિભ્રમણ થાય ત્યારે વર્તુલાકાર ન ભાસતાં અધકપિત્થાકાર જરૂર ઉપલભ્ય થવો જ જોઈએ, પરંતુ તેમ તો થતું નથી તો તેનું સમાધાન શું?
સમાધાન ખરેખર ઉપરની આશંકા વ્યાજબી છે, પરંતુ જ્યોતિષીનાં પ્રાસાદો જે પીઠ ઉપર રહેલાં છે તે પીઠનો આકાર અધિઈ કોઠા સરખો છે પણ સમગ્ર પ્રાસાદનો આકાર અધકોઠા જેવો નથી અને તેથી તે પીઠની લગભગ પ્રાસાદો એવી રીતે ચઢતી ઊતરતી રીતે રહેલા છે કે તે શિખરના ભાગો પણ લગભગ ગોળાકાર બની જાય છે એટલે (ચિત્ર જુઓ) અને તેથી દૂર હોવાના કારણે ઉદયાસ્ત સમયે ગોળાકાર જ દેખાય છે.
આ સ્ફટિકરત્નમય વિમાનો અત્યંત તેજમય, ઝળહળતા પ્રકાશવાળાં રમણીય, ચક્ષુ તથા મનને અત્યંત આલાદ આપનારાં અને પૂર્વે કહેલાં વ્યંતર નગરોની સંખ્યાથી સંખ્યાતગુણાં વધારે
તે જ્યોતિષીનાં સર્વ વિમાનો સ્ફટિકરત્નમય હોય છે. વળી લવણસમુદ્રમાં રહેલાં જ્યોતિષીઓનાં વિમાનો ઉદકસ્ફટિકમય કહેવાય છે.
પ્રશ્ન– લવણસમુદ્રમાં કહેવાનું અથવા ઉદક સ્ફટિકમય કહેવાનું તાત્પર્ય શું છે?
ઉત્તર– જંબુદ્વીપને ફરતો લવણસમુદ્ર છે અને તેને ફરતો ધાતકીખંડ હોવાથી લવણસમુદ્રનું જળ આ બાજુ જંબુદ્વીપની જગતીને અને સામી બાજુ ધાતકીખંડની જગતને એટલે બે દ્વીપની બંને જગતીને સ્પર્શીને રહ્યું છે, તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ જલવાળો કિનારો તે અત્યંતર અને ધાતકીખંડને સ્પર્શી રહેલ કિનારો બાહ્ય ગણાય. ત્યાં જંબુદ્વીપની જગતીને સ્પર્શેલા આ અત્યંતર કિનારાથી ૯૫000 યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યારે તે સ્થાને જગતીથી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઊતરતી ઊતરતી ૧000 યોજન ઊંડી થવા પામે છે. તેવી જ રીતે ધાતકીખંડની જગતીની બાજુથી જંબૂદ્વીપની જગતીની દિશા તરફ ૯૫000 યોજન સમુદ્રમાં આવીએ ત્યારે તે સ્થાને પણ પૂર્વની માફક ૧૦૦૦ યોજન ઊંડાઈ થવા પામે છે, જો કે જેબૂદીપની તથા ધાતકીખંડની જગતી પાસે અડતું જળ તો યોજનના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઊંડું હોય છે, પરંતુ આગળ જતાં જતાં ઊંડાઈ વધતી વધતી હોવાથી મધ્યના દશ હજાર યોજનમાં ૧૦૦૦ યોજન ઊંડાઈ હોય છે એટલે લવણસમુદ્રના બે લાખ યોજનના વિસ્તારમાંથી બન્ને બાજુના ૯૫000 યોજન બાદ કરીએ ત્યારે અતિમધ્યભાગે ૧0000
૧૩૪. આ બાબતમાં શ્રીમાન ભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા વિશેષણવતીમાં શંકા કરી સમાધાન આપે છે કે;प्र० 'अद्धकविट्ठागारा उदयत्थमणमि किह न दीसंति? | ससिसूराण विमाणा तिरियक्खित्ते ठियाइं च ॥१॥ उ० उत्ताणकद्धविट्ठागारं पीढं तदुवरिं च पासाओ | वट्टालेखेण तओ समवढें दूरभावाओ ॥२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org