________________
कया नक्षत्र केटली ऊंचाइए रहेलां छ?
१०६ ભરણી અને સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે. સર્વ બાહ્ય ભાગમાં મૂલ અને સભ્યતર ભાગે અભિજિત્ નક્ષત્ર છે.
સમભૂલા પૃથ્વીથી ૭૯૦ (સાતસો નેવું) યોજને તારા, ત્યારબાદ દસ યોજનને અંતરે સૂર્ય ત્યારબાદ એંશી યોજન ગયે ચન્દ્ર, ત્યાંથી ચાર યોજને નક્ષત્ર મંડલ, ત્યાંથી ચાર યોજને બુધ, ત્યાર પછી ત્રણ યોજના ઉલ્લંધ્યા બાદ ગુરુ, ત્યારપછી ત્રણ યોજને મંગલ અને ત્યારબાદ ત્રણ યોજને શનિશ્ચર છે. પ–પા.
વિશેષાર્થ – એકાવનમી પ્રક્ષેપ ગાથા દ્વારા અન્ય આચાર્યો એમ કહે છે કે રત્નપ્રભાગત સમભૂતલા પૃથ્વીથી સાતસો નેવું યોજના પૂર્ણ થયે તરત જ કોટીનકોટી તારાઓનું મંડલ–પ્રસ્તર આવેલું છે, ત્યાંથી દશ યોજન દૂર ઊંચે જઈએ (આઠસો યોજન પૂર્ણ થયે) ત્યાં સૂર્યેન્દ્ર આવેલો છે. ત્યાંથી આગળ એંશી યોજન દૂર જઈએ (૮૮) યોજન પૂર્ણ થયે) ત્યાં ચંદ્ર આવેલ છે, વળી ત્યાંથી ચાર યોજન ઊંચે અઠ્ઠાવીસ પ્રકારનો નક્ષત્રગણ આવેલો છે.
એ નક્ષત્રોનો જે પરિભ્રમણ ક્રમ છે તેમાં ભરણી નક્ષત્ર સર્વ નક્ષત્રોથી અધઃસ્થાને ચરે છે, ત્યારે સ્વાતિ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી ઊર્ધ્વસ્થાને (ઉપર) ચાલે છે. મૂલનક્ષત્ર અન્ય ૧૧ નક્ષત્રોની અપેક્ષાએ સર્વ નક્ષત્રોની દક્ષિણે બાહ્યમંડલે ચાલે છે અને અભિજિત નામનું નક્ષત્ર સર્વ નક્ષત્રોથી અંદરના ભાગે ઉત્તરમાં બાહ્યમંડલે ચાલે છે.
આ નક્ષત્રોના સ્થાનથી ચાર યોજન દૂર ઊંચે જતાં ગ્રહોની સંખ્યામાં મુખ્ય મુખ્ય ગણાતા ગ્રહો પૈકી પ્રથમ બુધગ્રહમંડલ આવે છે, ત્યાંથી ત્રણ યોજન દૂર ઊંચે શુક્રગ્રહમંડલ આવે છે, ત્યાંથી ત્રણ યોજન દૂર બૃહસ્પતિ–ગુરુગ્રહમંડલ છે અને ત્યાંથી પુનઃ ત્રણ યોજન ઊંચે મંગલગ્રહમંડળ છે અને ત્યાંથી ત્રણ યોજન ઊંચે શનિશ્ચરગ્રહમંડળ આવેલ છે.
આ સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિજી સહુથી નીચે ભરણી આદિ નક્ષત્રો, ત્યારબાદ સર્વથી ઊંચે સ્વાતિ આદિ નક્ષત્રો જણાવે છે.
૧૩૧. ઈતર દર્શનકારો પ્રથમ ચંદ્ર માને છે અને પછી સૂર્ય માને છે એટલું જ નહીં પણ સૂર્યનારાયણ' તરીકે મોટેભાગે ઘણાં અનુષ્ઠાનોમાં તેમને પૂજનીય તરીકે માન્ય કરવાનું વિશેષે રાખે છે. પ્રથમ ચંદ્ર અને પછી સૂર્ય, એ માન્યતા સંબંધી આગળ–“જ્યોતિષી પરિશિષ્ટ'માં વિચાર કરશું.
૧૩૨. સમભૂતલાપેક્ષા મંગળગ્રહ–પ્રમાણાંગુલે યુક્ત એવા ૮૮૭ યોજન એટલે કે ચાર ગાઉનાં યોજનનાં માપે ૩૫૪૮૦ યોજન ઊંચો છે, છતાં એના અનભ્યાસી આજના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો, તે મંગળસ્થાને પહોંચ્યાની વાતો કરે છે, એટલું જ નહીં પણ મંગળગ્રહ કેવા આકારનો છે? કેવા રંગનો છે? તેના ઉપર શું શું વસ્તુઓ રહી છે? અંદર શું શું ચય છે તે બધું અમે દેખ્યું એમ કહે છે, વળી રોકેટ નામના હવાઈ યાત્રિક સાધનદ્વારા મનુષ્યોને મોકલવાના પ્રયાસો વર્તમાનમાં ચાલી રહ્યા છે પરંતુ હજ્જારો માઈલ દૂર પહોંચે તેવી શક્યતા જરા પણ લાગતી નથી.
૧૩૩. વ્યવહારમાં બુધ, શનિશ્ચરાદિ ગ્રહ છતાં જે શનિશ્ચરનો તારો, ઈત્યાદિ ‘તારા’ શબ્દથી સંબોધાય છે તેનું કારણ એમ જણાય છે કે તારાબહલ વિમાનોમાં આવેલ ગ્રહવિમાનનો આકાર તારાવિમાનાકાર જેવો હોવાથી, તેમજ તે વિમાનની તેજસ્વી પ્રભાથી, દૂરથી દેખનારને તારાવતું આભાસ થતો હોવાથી તેવું કહેવાનો રિવાજ પડી ગયો હોય તો તે સહજ છે. વધુમાં સોમ, મંગળાદિ ગ્રહોનાં નામ ઉપરથી કહેવાતા સોમવાર, મંગળવાર ઇત્યાદિ વારો પણ પ્રસિદ્ધ ગેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org