________________
૧૦ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રાયઃ નિર્ભય હોય, છતાં આ આત્મરક્ષક દેવો પોતાના આચારનું પાલન કરવા માટે હંમેશા શસ્ત્ર, બખ્તર, વગેરેથી સજ્જ રહેવા સાથે ઈન્દ્રની પાસે હંમેશા ખડા ખડા-ઊભા રહે છે, જેને દેખતાં જ શત્રુઓ ત્રાસ પામે છે, તેને આત્મરક્ષક દેવો કહેવાય છે.
૬ નોવાન– ઇન્દ્રમહારાજાએ ફરમાવ્યા પ્રમાણે તે તે વિભાગનું રક્ષણ કરનારા અને ચોરી, જારી વગેરે ગુન્હા કરનારાઓને યથાયોગ્ય શિક્ષા કરનારા તે લોકપાલ” કહેવાય. જેને મનુષ્યલોકના સૂબાની ઉપમા આપી શકાય.
૭ શનીવ-તે સૈન્ય, હાથી [ગજાનીક], ઘોડા હિયાનીક]. રથ [રથાનીક], મહિષ–પાડા ( [મહિષાનીક], પાયદલ [પદાત્યનીક], ગંધર્વ [ગન્ધવનીક], નાટ્ય નિાટ્યાનીક] એ સાત પ્રકારનું સૈન્ય જરૂર પડે ત્યારે વૈક્રિય શક્તિદ્વારા રૂપો વિકુવને સૈન્યનું કામ કરનારા તે “સૈન્યના દેવો’ કહેવાય.
અહીં વૈમાનિકમાં અથત સૌધર્મથી અશ્રુત દેવલોકમાં “મહિષ’ના સ્થાને “વૃષભ” સમજવો. એ દરેક સૈન્યના જુદા જુદા અધિપતિઓ હોઈ સાત અધિપતિઓ હોય છે. પ્રથમનાં પાંચ સૈન્ય સંગ્રામમાં ઉપયોગી છે અને ગંધર્વ તથા નાટ્ય એ બન્ને ઉપભોગનાં સાધનો છે. - ૮ પછી–મનુષ્યલોકમાં નાગરિક લોકો સરખા, પ્રજા સરખા દેવો તે “પ્રકીર્ણ કહેવાય.
૯ ગામો–િ નોકર, ચાકર વગેરે યોગ્ય કામમાં જેઓને જોડવામાં આવે તે દાસ સરખા “આભિયોગિક દેવો છે.
૧૦ વિત્વિષિ– મનુષ્યલોકના ચાંડાલોની માફક અશુભ-નિન્દ કાર્ય કરનારા તે કિલ્બિષિક’ દેવો કહેવાય.
ભવનપતિ અને વૈમાનિકમાં આ દશ પ્રકારના દેવો છે, જ્યારે વ્યંતર તથા જ્યોતિષમાં ત્રાયસિંશક અને લોકપાલ દેવો સિવાયના આઠ પ્રકારના દેવો છે, અર્થાત્ પૂર્વે જણાવેલા દશ પ્રકાર પૈકી ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવો વ્યંતર અને જ્યોતિષમાં નથી. ત્યાં તેવી વ્યવસ્થાની અપેક્ષા નથી. [૪૫] [પ્ર. ગા. સં. ૮]
અવતરણ– સૈન્ય સંબંધી સાત પ્રકારના દેવોનાં નામ કહે છે. વાંધવ-નદૃ–ર–ાય, હમદ–ગાય સંવડુંલા | वेमाणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६॥ [प्र. गा. सं. ६]
સંસ્કૃત છાયાન્થર્વ–––––મનીજારિ સર્વેદ્રામ્ | वैमानिकानां वृषभाः, महिषाश्चाधोनिवासिनाम् ॥४६।।
શબ્દાર્થ – ગંધર્વ ગંધર્વ
જયેષ્ઠાથી નટ્ટ નટ
(=રથ =ઘોડા.
મડે પાળા સૈનિક–પાયદળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org