________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થ–
હૃદં=ઈદ્ર
નિ=કટકના દેવો સમ=ઈન્દ્રના સરખા એટલે સામાનિકો
પuT=પ્રકીર્ણ–પ્રજાસરખા દેવો તાતીસા–ત્રાયસિંશક દેવો
મિકોન=આભિયોગિક દેવો fસતિયા ત્રણ પર્ષદાના દેવો
શિબિસંતકલ્બિષિક દેવો રવઉઆત્મરક્ષક દેવો
તેમાળીમાનિક તો પાના લોકપાલ દેવો માર્ય-વિશેષાર્થ મુજબ. II૪પી.
વિશેષાર્થ–મનુષ્યલોકમાં રાજા, જાગીરદાર મહામાત્ય, નગરશેઠ, પુરોહિત–રાજગોર, ફોજદાર, સભાસદો અને ચંડાલ વગેરે જુદી જુદી જાતની વ્યવસ્થા ને ફરજોને બજાવનારી વ્યક્તિઓ હોય છે, અને તેઓ દ્વારા રાજા અને પ્રજાની સર્વ વ્યવસ્થાઓ, સંરક્ષણ અને સર્વ વ્યવહારો સુલભ રીતે ચલાવી શકાય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ ઇન્દ્ર, સામાનિક, ત્રાયસિંશક, ત્રણ પર્ષદામાં બેસવા યોગ્ય અધિકારી દેવો, આત્મરક્ષક દેવો, લોકપાલ દેવો, સેનાના દેવો, પ્રકીર્ણ, આભિયોગિક અને કિલ્બિષિક એમ દશ પ્રકારના દેવોવડે ભવનપતિ, વૈમાનિકાદિ ચારે નિકાયના દેવલોકનું તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે.
તે દરેક દેવો નીચે જણાવેલાં પોતપોતાના અધિકત કર્તવ્યમાં સદા પરાયણ રહે છે. તે દશે પ્રકારના દેવોની સંક્ષિપ્ત વ્યાખ્યા અને તેઓનું કર્તવ્ય આ પ્રમાણે
૧ રૂ–જે દેવલોકનું સ્વામિત્વ પોતાને પ્રાપ્ત થયેલું હોય છે ત્યાં વર્તતા સર્વ દેવો જેમને પોતાના સ્વામી તરીકે સ્વીકારે તે ઇન્દ્રા કહેવાય.
૨ સીનિવા- કાન્તિ–વૈભવ વગેરે સર્વમાં ઇન્દ્રના સરખી ઋદ્ધિ જેઓને પ્રાપ્ત થયેલ હોય અને ઇન્દ્રોને પણ તે તે કાર્યોમાં સલાહ લેવા લાયક હોય તે “સામાનિક' કહેવાય. આ દેવો ઈન્દ્રસમાન રિદ્ધિવાલા હોય છે, તો પણ ઇન્દ્રોને પોતાના સ્વામી તરીકે માને છે. આ દેવો પોતાનાં વિમાનોમાં વસનારા હોય છે.
૩ ગારિવંશવઃ- (એક ઈન્દ્રની અપેક્ષાએ) જેઓની તેત્રીશની જ સંખ્યા હોય અને જેઓ ઇન્દ્રની માલિકીનાં વિમાનો, દેવો વગેરે સર્વની ચિંતા કરનારા હોવાથી મંત્રી સાથે શાંતિક-પૌષ્ટિક કર્મ અને પુરોહિત રાજગોરનું કામ પણ કરનારા હોય છે. તે તેત્રીશ જ હોવાથી ત્રાયશિક’ કહેવાય. આ દેવોનાં સ્વતંત્ર વિમાનો હોય છે.
૪ પાર્ષવા–પર્ષદામાં બેસાડવા યોગ્ય ઈન્દ્રના મિત્ર સરખા દેવો તે “પાર્ષદ્ય' કહેવાય.
આ પર્ષદા એટલે કે સભા ત્રણ પ્રકારની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ અથવા બાહ્ય, મધ્યમ ને આત્યંતર. તેમાં બેસનારા દેવો તે પાર્ષદ્યા કહેવાય. જેમ રાજશાસનમાં પણ અત્યારે આમ સભા, ઉમરાવ સભા, અને પાર્લામેન્ટની વ્યવસ્થા છે તેમ.
૫ ભારતવા – જેઓ ઈન્દ્રોનું રક્ષણ કરનારા હોય અથત ઇન્દ્રો સ્વયં શક્તિસંપન હોવાપૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org