________________
૪૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોય તે અમુક સંપ્રદાયના સાધુ, રક્તવસ્ત્રવાળા અમુક સંપ્રદાયના, કાળા ઝભાવાળા હોય તો તે ફકીરો વગેરે.
તે રીતે દેવોને પણ તેનાં વસ્ત્રો ઉપરથી ઓળખવાનો એક પ્રકાર છે. તેમાં પહેલા અસુરકુમારનાં વસ્ત્રો રક્તવર્ણનાં હોય છે.
બીજા નાગકુમારો, સાતમા ઉદધિકુમારો, ચોથા વિદ્યુત કુમારે, છઠ્ઠા દ્વીપકુમારો અને પાંચમા અગ્નિકુમારો, એ પાંચેયનાં વસ્ત્રોનો વર્ણ શ્યામ હોય છે.
આઠમો દિશિકુમાર નિકાય, દશમો સ્વનિતકુમાર નિકાય અને ત્રીજો સુવર્ણકુમાર એ ત્રણેય નિકાયોના દેવોનાં વસ્ત્રો ઉજ્જવલ વર્ણવાળાં હોય છે, તેમજ નવમો વાયુકમાર નિકાયના દેવોનાં વસ્ત્રોનો વર્ણ, સૂર્યાસ્ત થયા બાદ ખીલેલી વિવિધરંગી સંધ્યાના જેવો રંગ હોય તેવો છે એટલે કે તેના વર્ણનાં વસ્ત્રોનું પરિધાન કરે છે.
એ પ્રમાણે બહુલતાએ દેવોનાં ચિહ્ન, શરીર, વસ્ત્ર, વર્ણ વગેરેનું વર્ણન કર્યું.
અહીં પણ આ વર્ણ વ્યાખ્યા ભવધારણીય શરીરને અંગે પહેરાતાં વસ્ત્રોની અપેક્ષાએ સમજવી અને તે સામાન્યતયા સમજવી. કારણસર અથવા ઉત્તરવૈક્રિયમાં તેથી અન્ય વર્ણનાં વસ્ત્રો પણ હોય. [૨૯]
। भवनपति देवोनां चिह्नो तथा देह-वस्त्रना वर्णनुं यंत्र ।
नाम मुकुटमां चिह्नो देह-वर्ण वस्त्र-वर्ण ૧ અસુર કુમારો ચૂડામણિનું શ્યામ વર્ણ ૨ નાગ કુમારો
સર્પનું ગૌર વર્ણ
નીલો ૩ સુવર્ણ કુમારો
ગરુડનું સુવર્ણ વર્ણ ઉજ્વલ ૪ વિઘુકુમારો
રક્ત વર્ણ ૫ અગ્નિ કુમારો કલશનું ૬ દ્વિીપ કુમારો સિંહનું ૭ ઉદધિ કુમારો અશ્વનું
ગૌર વર્ણ ૮ દિશિ કુમારો હાથીનું
સુવર્ણ વર્ણ
ઉજ્જવલ ૯ પવન કુમારો મગરનું નીલ વર્ણ સંધ્યાવર્ણ ૧૦ સ્વનિત કમારો]. શરાવસંપુટનું સુવર્ણ વર્ણ ઉજ્વલ
અવતર– હવે એ ભવનપતિ નિકાયના. ઇન્દ્રોના સામાનિક દેવો તેમજ આત્મરક્ષક દેવોની સંખ્યા કહે છે,
चउसट्टि सट्ठि असुरे, छच्च सहस्साई धरणमाईणं । सामाणिया इमेसिं, चउग्गुणा आयरक्खा य ॥३०॥
રાતો
નીલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org