________________
૬૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧ અણપની નિકાય, ૨ પણપની નિકાય, ૩ ઋષીવાદી નિકાય, ૪ ભૂતવાદી નિકાય, ૫ કંદિત નિકાય, ૬ મહાકંદિત નિકાય, ૭ કોહંડ નિકાય, ૮ પતંગ નિકાય.
અગાઉ વ્યંતરોનું સ્થાન બતલાવતાં જે સો સો યોજન છોડેલાં હતાં એમાં ફક્ત ઉપરની જ સો યોજન પૃથ્વીમાં જ દશ-દશ યોજન ઉપર ને નીચે છોડતાં મધ્યની એંશી યોજન પૃથ્વીમાં વાણવ્યંતર દેવો વસે છે, જેની નિકાયોનાં નામો ઉપર જણાવ્યાં છે.
એ આઠે નિકાયના દક્ષિણ-ઉત્તરભેદ વડે સોળ ઇન્દ્રો છે. એ નિકાયો સમભૂતલાના રુચક સ્થાનેથી દક્ષિણ-ઉત્તરદિશામાં જાણવી
૧. પ્રશ્ન-સમભૂતલા એટલે શું?
ઉત્તર– જેમ લૌકિક વ્યવહારમાં વિજ્ઞાનીઓએ પ્રાયઃ ઘણીખરી પૃિથ્વી–નદી–પર્વતાદિ] વસ્તુઓની ઊંચાઈનીચાઈનાં માપ માટે દરિયાની સપાટી નક્કી કરી છે એટલે કે તેનું સમભૂતલસ્થાન કાલ્પનિક દૃષ્ટિથી દરિયાઈ સપાટી રાખ્યું છે, તેમ જૈનસિદ્ધાંતોમાં ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકે રહેલી (પ્રાયઃ) શાશ્વતી જે વસ્તુનું જેટલું જેટલું ઊંચાઈ—નીચાઈનું પ્રમાણ દર્શાવ્યું છે તે બધુંએ સર્વજ્ઞોક્ત વચનાનુસાર આ સમભૂતલાની અપેક્ષાએ રાખવામાં આવ્યું છે.
૨. પ્રશ્ન – આ સમભૂલા પૃથ્વી કયાં આવી? રુચકપ્રદેશો ક્યાં આવ્યા? સમભૂતલા અને રુચક પ્રદેશો એ બન્ને એક જ સ્થાનવત છે કે અન્ય અન્ય સ્થાન સ્થિત છે?
ઉત્તર–એક લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળા જંબુદ્વીપના મધ્યભાગે આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં મન્દર–મેરુ નામનો પર્વત આવેલો છે. જેને ઈતર દર્શનકારો પણ માને છે. તે ઊંચાઈમાં મૂળભાગ સાથે ૧ લાખ યોજનાનો છે અને કંદથી લઈને ૯૯000 યોજન બહાર છે. જેથી બાકીનાં એક હજાર યોજન મૂળમાં (રત્નપ્રભા પૃથ્વીમાં) પહોંચેલો છે. આ મેરુ કંદભાગે એટલે રત્નપ્રભાનો પિંડ પૂરો થાય ત્યાં દશ હજાર યોજનાના ઘેરાવાવાળો છે, ત્યારપછી આગળ ક્રમે ક્રમે ઘટતો છે.
[જેનું કરણાદિ સવિસ્તર સ્વરૂપ શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિથી જાણવા યોગ્ય છે.]
પૂર્વે સમજી આવ્યા કે રત્નપ્રભા પૃથ્વીનો પિંડ 1 લાખ ૮૦ હજાર યોજનનો છે. એમાં ઉર્ધ્વ અધઃ એક હજાર યોજન છોડી, બાકીના વચલા ભાગમાં ભવનપતિ દેવો અને નારક જીવો રહે છે. પુનઃ છોડેલાં કેવળ ઉપરના જ હજાર યોજનમાંથી ઉપર–નીચે સો સો યોજન મૂકી દેતાં બાકીનાં ૮00 યોજનમાં વ્યંતરો રહે છે.અને એ છોડેલા ઉપરના સો યોજન પૈકી પુનઃ ઉપર નીચેથી દશ દશ યોજન છોડીને બાકીના ૮૦ યોજન પૃથ્વીમાં પ્રસ્તુત વાણવ્યંતર દેવો વસે છે.
આથી સંગ્રહમાં જે “ દો વહિપુરસ્કો’ પદ દર્શાવ્યું તે યુક્ત છે, કારણકે છોડેલા એ ૧૦ યોજન, મેરુના કન્દથી વાણવ્યંતર સ્થાન સુધીના છે અને એ દશ યોજન ઉપરના ઊર્ધ્વભાગ મધ્યે રુચક સ્થાન આવેલું છે. અને ત્યારબાદ ૮૦ યોજનમાં વાણવ્યંતરો રહે છે. આ મેરુપર્વત રત્નપ્રભા પૃથ્વીના પિંડમાં ૧000 યોજન ઊંડો ગયેલો છે એટલે ઠેઠ ઉપરથી (કન્દભાગથી) નીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org