________________
कया देवलोकमां केटलां प्रतर होय? ते પણ ચાર પ્રતરો છે. ત્યારબાદ નવ રૈવેયકનાં નવ અને અનુત્તર વિમાનનું એક મળીને એકંદર દશ પ્રતિરો છે. એ પ્રમાણે ઊદ્ગલોકના દેવલોકમાં બાસઠ પ્રતરો છે. ૧૪માં
વિશોષાર્થ પ્રતર એટલે શું? તો મનુષ્યલોકમાં વર્તતાં ઘરોમાં "સો–સો ઉપર મજલા હોય છે. એ માળોની ગણત્રી કરાવનાર અથવા વિભાગ પાડનાર જે તલપ્રદેશ-વસ્તુ, તેને દેવલોકઆશ્રયી શાસ્ત્રીય પરિભાષામાં પ્રતર’ શબ્દથી સંબોધાય છે. પરંતુ વિશેષ એ છે કે–મનુષ્યલોકનાં મજલાઓ, પાટડાઓ વગેરે સામગ્રીના આલંબને રહેલા છે, જ્યારે દેવલોકમાં રહેલાં પ્રતિરો–થરો–(પાથડાઓ) સ્વાભાવિક રીતે વિના આલંબને જ રહેલાં છે.
રંતુ એટલું વિશેષ સમજવાનું કે–દેવલોકનાં પ્રતિરો જુદાં ને વિમાનો પણ જુદાં, (એટલે કે પાટડા ઉપર વિમાનો જુદાં) એમ બે જુદી જુદી વસ્તુ નથી કિન્તુ સમગ્ર કલ્પના વિમાનો નીચેથી સમસપાટીએ હોવાથી એ વિમાનના અધતન તળિયાથી જ (વિમાનના કારણે જ) વિભાગ પડતા પાટડાઓ સમજવા. એવા પાટડા કે થરો આંતરે આંતરે તેરની સંખ્યામાં રહેલાં છે. તેમાં પ્રથમ સૌધર્મ તથા ઇશાનદેવલોકનાં મળી તેર પ્રતિરો (તલપ્રદેશો) વલયાકારે છે, એટલે બંને દેવલોકો એકસરખી સપાટીમાં વિના વ્યાઘાતે જોડાયેલા છે અને તેથી તે સંપૂર્ણ વલયાકાર બને છે. આ દેવલોક પૂણેન્દ્રના આકારે હોવાથી કહેલાં તેર પ્રતિરો વલયાકારે છે અને એ પણ ત્યારે જ લઈ શકાય કે
રે બને દેવલોકનાં પ્રતિરો ભેગા ગણીએ તો, એટલે આ દેવલોક મહાવિદેહ ક્ષેત્રની ઊર્ધ્વ દિશાએ સીધી સપાટીએ હોવાથી તે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ મહાવિદેહ તરફનો અને પશ્ચિમ મહાવિદેહ તરફનો, તેમજ મધ્યભાગથી અર્ધ અર્ધ વિભાગ કરીએ તો એક મેરુથી દક્ષિણ દિશાનો અને એક મેરુથી ઉત્તર દિશાનો એમ બે વિભાગ પડે, એમાં દક્ષિણ વિભાગનાં અર્ધ વલયાકાર ખંડનાં તેર પ્રતરો સૌધર્મનાં અને ઉત્તર વિભાગનાં અર્ધ વલયાકાર ખંડનાં તેર પ્રતરો ઇશાનેન્દ્રનાં જાણવાં. )
એ જ પ્રમાણે સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોક માટે સમજવું, અથતિ અહીં પણ બંને દેવલોકનાં મળી બાર પ્રતરો વલયાકારે લેવાનાં છે, એમાં દક્ષિણ વિભાગનાં બાર પ્રતરોનો માલિક સનકુમારેન્દ્ર અને ઉત્તર દિશાના બાર પ્રતરો માટેન્દ્રનાં સમજવાં.
પાંચમા બ્રહ્મ દેવલોક ખંડ વિભાગ નથી તેથી ત્યાં છ પ્રતિરો વલયાકારે જાણવાં.
એ જ પ્રમાણે લાંતકે પાંચ, શુ દેવલોકમાં ચાર પ્રતર અને સહસ્ત્રારે ચાર પ્રતરો વલયાકારે સમજવાં. આનત અને પ્રાણત-દેવલોકમાં સૌધર્મદિવલોકત બંનેનાં મળી ચાર પ્રતરો વલયાકારે સમજવાં.
આરણ અને અય્યત એ બન્નેનાં મળી આવતા પ્રાણતવત્ ચાર પ્રતરો વલયાકારે જાણવાં. આ પ્રમાણે બાર દેવલોક સુધીમાં બાવન પ્રતરો થયાં.
૧૦૫. ભારતવર્ષમાં મુંબઈ વગેરે મોટા શહેરમાં સાત, આઠ, ને તેથી વધુ મજલાનાં મકાનો છે. પરદેશમાં મોટા મોટા દેશની રાજધાનીઓ લંડન, પેરીસ, મોસ્કો, બર્લીન, વોશિંગ્ટન વગેરેમાં તો ૫૦, ૭૫, ૮૦, ૧૦૦, ૧૨૫ મજલાની ગગનચુંબી ઈમારતો છે. ન્યૂયોર્ક શહેરમાં ચુ એમ્પાયરસ્ટેટ નામની બીલ્ડીંગ ૧૨૫ મજલાની આજે વિદ્યમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org