________________
सौधर्म-ईशानमां जघन्योत्कृष्ट आयुष्य जाणवा माटे करण પથાર્થ–સૌધર્મ દેવલોકવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધર્મ દેવલોકનાં પ્રતરની સંખ્યાવડે વહેંચી આપી જે પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તે પ્રતરવડે પૂર્વોક્ત સંખ્યાને ગુણતાં ઈષ્ટપ્રહરની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય. જઘન્ય સ્થિતિ તો બધાય પ્રતરોમાં પલ્યોપમ પ્રમાણ છે. ૧પ.
વિરોષાર્થ-હવે આયુષ્ય-સ્થિતિની તેરે પ્રતરે વહેંચણી કરવાની હોવાથી, વૈમાનિક નિકાયના પ્રથમ સૌધર્મ દેવલોકને વિષે ઉત્કૃષ્ટ આયુષસ્થિતિ (તેરમા પ્રતરે) બે સાગરોપમની છે, તેને તેર પ્રતર વચ્ચે વહેંચી આપવી જોઈએ. તેથી એક સાગરોપમના તેર ભાગો કરીએ, ત્યારે બે સાગરોપમના છવ્વીશ ભાગો થાય. એ છવ્વીશ ભાગોને સૌધર્મકલ્પના તેર પ્રતિરો સાથે વહેંચીએ એટલે સૌધર્મના પહેલા પ્રતરે એક સાગરોપમના તેરીઆ બે ભાગનું આયુષ્ય આવે, (એટલે બે સાગરોપમના કરેલા છીશ ભાગોમાંથી બે ભાગનું આયુષ્ય ઓછું થવાથી બાકી ચોવીશ ભાગનું રહ્યું.) તેવી જ રીતે બીજા પ્રતરનું આયુષ્ય કાઢવું હોય ત્યારે તેને તે સાથે ગુણીએ ત્યારે તેરીયા ચાર ભાગનું આયુષ્ય આવે. પ્રથમના બાકી ૨૪ ભાગમાંથી બે ભાગ આયુષ્ય ઓછું થવાથી ૨૨ ભાગનું રહ્યું.) આવી. રીતે દરેક પ્રતરે કાઢવું.
જેથી ત્રીજે પ્રતરે તેરીઆ ૬ ભાગ આવે. (પૂર્વના ૨૨ ભાગમાંથી ૨ બાદ જવાથી ૨૦ રહ્યા.) ચોથે તેરીઆ આઠ ભાગ, (૨૦માંથી ૨ બાદ જવાથી ૧૮ ભાગ રહ્યા.) પાંચમે પ્રતરે ગુણાકાર કરવાથી તેરીઆ દસ ભાગાયુષ્ય આવે, (૧૮માંથી બે બાદ જવાથી ૧૬ રહ્યા) છઠે પ્રતરે તેરીયા બાર ભાગ, (૧૬માંથી ૨ બાદ જવાથી ૧૪ ભાગ રહ્યા)સાતમે તેરીયા ચૌદ ભાગનું આયુષ્ય આવે. આપણી રીતિ પ્રમાણે ૧ સાગરોપમના તેર ભાગ થાય એટલે પૂર્ણ સાગરોપમ ગણી લેવાનો, તેથી સાતમે પ્રતરે ૧ સાગરોપમ અને તેરીયા ૧ ભાગનું આયુષ્ય કહેવાય, (પૂર્વના ૧૪માંથી ૨ ભાગ બાદ જવાથી ૧૨ રહ્યા). આઠમે ૧ સાગરોપમ અને તેરીયા ત્રણ ભાગનું, (૧૨માંથી ૨ ભાગ બાદ ગયે ૧૦ ભાગ રહ્યા.) નવમે એક સાગરોપમ અને તેરીયા પાંચ ભાગાયુષ્ય આવે, (૧૦માંથી ૨ ભાગ બાદ યા ૮ ભાગ વહેંચવા રહ્યા.) દસમે ૧ સાગરોપમ અને તેરીયા સાત ભાગ આવે, (૮માંથી બે બાદ ગયા ૬ રહ્યા.) અગિયારમે ૧ સાગરોપમ અને તેરીયા ૯ ભાગનું (૬માંથી બે ભાગ ગયા ૪ રહ્યા.) બારમે ૧ સાગરોપમ અને તેરીયા ૧૧ ભાગનું. (૪ માંથી ૨ ભાગ ગયા તથા બે ભાગ જ વહેંચવા બાકી રહ્યા.) તેરમે પ્રતરે ૧ સાગરોપમ ૧૩ ભાગ, તેર ભાગે એક સાગરોપમ હોવાથી ૨ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ અંતિમ પ્રતરે આવી. (અને બાકી વહેંચવા રાખેલા બે ભાગ પણ વહેંચાઈ ગયા.) આ પ્રમાણે સૌધર્મકલ્પના તેરે પ્રતિરોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવી.
સૌધર્મદેવલોકના સર્વ પ્રતિરોમાં જઘન્યસ્થિતિ ૧ પલ્યોપમની સમજવી.
આ પ્રમાણે ઇશાનદેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કાઢવું. ફક્ત ફરક એટલો સમજવો કે ઇશાનનાં પહેલા પ્રતરે, સૌધર્મના પહેલા પ્રતરે જે સ્થિતિ વર્ણવી હોય તેથી કંઇક અધિકાંશ સમજવી. એમ સૌધર્મના જે પ્રતરે જેટલી સ્થિતિ તેથી ‘અધિક' શબ્દ તે તે પ્રતર પ્રસંગે લગાડવો. આથી શું થશે કે ઇશાન દેવલોકના અંતિમ પ્રતરે બે સાગરોપમથી અધિક આયુષ્ય સ્થિતિ ઉત્કૃષ્ટ આયુષ્ય ધરાવનારા ઇન્દ્ર વગેરે દેવોની પ્રાપ્ત થશે. [૧૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org