________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વિશેષાર્થ– ભવનપતિની પ્રત્યેક નિકાયો દક્ષિણ તથા ઉત્તરવિભાગમાં વહેંચાયેલી છે, એટલે દશ દક્ષિણવિભાગ અને દશ ઉત્તરવિભાગ કુલ વીશ વિભાગ છે. પ્રત્યેક વિભાગમાં એકેક ઇન્દ્ર રહેલ હોય છે એટલે કુલ વીશ ઇન્દ્રો થયા.
૭૨
તે ઇન્દ્રોનાં નામ જણાવતાં પ્રથમ અસુરકુમારનિકાયની દક્ષિણદિશાના વિભાગને વિષે ચમરેન્દ્ર અને ઉત્તરદિશાને વિષે બલીન્દ્ર, બીજી નાગકુમારનિકાયની દક્ષિણદિશાનો ધરણેન્દ્ર અને ઉત્તરદિશાનો ભૂતાનંદેન્દ્ર, વળી ત્રીજી સુવર્ણકુમાર નિકાયની દક્ષિણદિશાનો વેણુદેવેન્દ્ર અને ઉત્તરદિશાનો વેણુદાલીન્દ્ર, ચોથી વિદ્યુતકુમારનિકાયની દક્ષિણદિશાનો હિરકાંતેન્દ્ર અને ઉત્તરદિશાનો હરિમ્સહેન્દ્ર, પાંચમી અગ્નિકુમારનિકાયની દક્ષિણદિશાનો અગ્નિશિખેન્દ્ર અને ઉત્તર દિશાનો અગ્નિમાનવેન્દ્ર, છઠ્ઠી દ્વીપકુમારનિકાયના દક્ષિણવિભાગનો પૂર્ણેન્દ્ર અને ઉત્તરવિભાગનો વિશિષ્ટેન્દ્ર, તેમજ સાતમી ઉદધિકુમારનિકાયના દક્ષિણવિભાગનો જલકાંતેન્દ્ર અને ઉત્તરવિભાગનો જલપ્રભેન્દ્ર, આઠમી દિશિકુમારનિકાયના દક્ષિણવિભાગનો અમિતગતીન્દ્ર અને ઉત્તર વિભાગને વિષે અમિતવાહનેન્દ્ર, નવમી પવનકુમાનિકાયના દક્ષિણવિભાગનો વેલેંબેન્દ્ર, અને ઉત્તર વિભાગનો પ્રભંજનેન્દ્ર, દશમી સ્તનિતકુમારનિકાયને વિષે દક્ષિણવિભાગે ઘોષેન્દ્ર અને ઉત્તરવિભાગે મહાઘોષેન્દ્ર એ પ્રમાણે કુલ વીશ ઇંદ્રો કહ્યા.
ઉષ્ણઋતુમાં અથવા ચાતુર્માસમાં જેમ કોઈ માણસ હાથમાં દાંડો પકડીને પોતાના મસ્તકને છત્રવડે ઢાંકે છે. તેમ આ ઇંદ્રમાંથી કોઈ પણ ઇંદ્રની એક સાધારણ શક્તિમાં એક લાખ યોજન લાંબા અને પહોળા ગોળાકારે રહેલા એવા જંબૂદ્વીપને છત્રાકાર કરવો હોય અને એક લાખ યોજન ઊંચો અને દસ હજાર યોજનના ઘેરાવાવાળા મહાન મેરુપર્વતનો દંડ કરીને છત્રીની જેમ મસ્તકે ધારણ કરવો હોય તો, તેટલું સામર્થ્ય તેઓમાં રહેલું છે. આવો મહાન પ્રયાસ કરે તો પણ તેને જરાએ થાક લાગતો નથી. જો કે આવું કાર્ય કરતા નથી અને કરશે પણ નહિ, પરંતુ આવી શક્તિઓ તેમનામાં રહેલી છે. આ તો તેમની સાધારણ શક્તિ પણ કેવું સામર્થ્ય ધરાવે છે તે કહ્યું.
અરે ! એક મહર્ષિક દેવની શક્તિનું વર્ણન કરતાં સિદ્ધાંતકારો જણાવે છે કે—એક મહર્ષિકદેવ, એક લાખ યોજનનો જંબુદ્વીપ, જેનો પિરિધ (ઘેરાવો) ૧૧૧૩૧૬૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ ૧૪ા અંગુલ ૫ યવ ૧ ચૂકા જેટલો છે, એવા વિશાળ જંબુદ્રીપને પણ એક માનવ ત્રણ ચપટી વગાડી રહે તેટલીવારમાં તો એકવીશ વાર પ્રદક્ષિણા આપી રહે. એટલું જ નહિ પણ એ ઇન્દ્રાદિક દેવોને સમગ્ર જંબુદ્વીપને વૈક્રિયશક્તિદ્વારા બાળકો અને બાળિકાઓથી જો ભરી દેવો હોય તો તે પણ શક્તિસામર્થ્ય ધરાવે છે; પરંતુ તેઓ તે શક્તિ``` ફોરવતા નથી.
“परिही तिलक्ख सोलससहस्स दो य सय सत्तवीसहिया । कोसतिगट्ठावीसं धणुसय तेरंगुलद्धहियं || १ || "
લઘુ સંગ્રહણી)
૧૧૨. ૧૯મી સદીમાં વૈજ્ઞાનિકોએ તેજની ગતિ માપી, ત્યારે એક સેકન્ડમાં ૧૮૬૦૦૦, માઇલની હતી. આપણી પૃથ્વીનો વ્યાસ ૨૫૦૦૦ માઇલનો છે, તેથી તેજનું એક જ કિરણ પોતાની દ્રશ્ય શક્તિથી પૃથ્વી આસપાસ ફરે તો એક સેકન્ડમાં સાતવાર પ્રદક્ષિણા આપે, આ કરતાંય વધુ ગતિવાળાં બનાવો સિદ્ધ થયા છે અને તે પણ જડ પદાર્થમાં, તો પછી ચૈતન્ય શક્તિની ગતિ માટે તો પૂછવું જ શું?
૧૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org