________________
७६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह માથાર્થ વિશેષાર્થ મુજબ. //રપી.
વિશેષાર્થ – પૂર્વગાથામાં દક્ષિણ–ઉત્તર ભવનોની કુલ સંખ્યા કહી પરંતુ દક્ષિણવિભાગની એકંદર કેટલી? અને ઉત્તરવિભાગની કેટલી? તે અલગ અલગ નથી જણાવી, તે માટે જણાવે છે કેદક્ષિણવિભાગની દશે નિકાયોનાં મળીને કુલ ચાર ક્રોડ અને છ લાખ ભવનો થાય છે.
અને ઉત્તરવિભાગની દશે નિકાયનાં ભવનોનો કુલ સરવાળો કરીએ તો ત્રણ ક્રોડ અને છાસઠ લાખનો થાય છે.
ચાર ક્રોડ અને છ લાખ તેમજ ત્રણ ક્રોડ અને છાસઠ લાખ એ બંનેનો સરવાળો કરતાં સાત ક્રોડ અને બહોંતેર લાખની ભવન–સંખ્યા બરોબર મળી રહે છે. [૪,૦૬૦0000+૩,૬૬૦) 000=૭૭૨૦0000]
પ્રશ્ન – ભવનપતિનિકોયમાં દરેક વખતે પ્રથમ દક્ષિણવિભાગ અને પછી ઉત્તરવિભાગ એમ ક્રમ કેમ રાખ્યો?
ઉત્તર– ઉત્તરદિશામાં રહેલા દેવોની આયુષ્યાદિ સ્થિતિઓની વિશેષતા છે માટે અથવા તો ગ્રંથકારની વિવક્ષા એ જ પ્રમાણ છે. [૨૫] [પ્ર. ગા. સં. ૩]
નવતર – એ પૂર્વોક્ત ભવનો કયાં રહેલાં છે ? તે સ્થાનનું નિરૂપણ કરે છે. रयणाए हिटुवरिं,जोयणसहसं विमुत्तु ते भवणा । जंबुद्दीवसमा तह, संखमसंखिज्जवित्थारा ॥२६॥
સંસ્કૃત છાયાरत्नप्रभायामधउपरि योजनसहस्रं विमुच्य तानि भवनानि । जंबूद्वीपसमानि तथा, संख्याऽसंख्येयविस्तराणि ॥२६॥
શબ્દાર્થ – રયા=રત્નપ્રભા પૃથ્વીમાં
નંબુદ્દીવ સા=જબૂદ્વીપ સરખા વિરિ-નીચે તથા ઉપર
તતથા નોયસહસં હજાર યોજન
સંવમવિજ્ઞસંખ્યાતા તથા અસંખ્યાતા યોજના વિમુહુ=મૂકીને
વિત્યાર વિસ્તારવાળા નાથાર્થ– રત્નપ્રભાનારકીના પિંડમાંથી, ઉપર ને નીચેનાં હજારહજાર યોજન વર્જીને, બાકી રહેલા વચલા ગાળામાં, ભવનપતિનાં ભવનો આવેલો છે. તે ભવનો જઘન્યથી જંબૂદ્વીપ જેવડાં, મધ્યમ પ્રમાણથી સંખ્યયોજન વિસ્તારવાળાં અને ઉત્કૃષ્ટ પ્રમાણથી અસંખ્ય-યોજન વિસ્તારવાળાં હોય છે. ૨૬ો.
વિશેષાર્થ –અધોલોકમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ રહેલી છે. જેમાં ભવનપતિ, વ્યંતર, પરમાધામી દેવો તેમજ નરકાવાસાઓમાં ઉત્પન્ન થતા નારકો વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.
તેમાં પ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે અને રત્નપ્રભાપૃથ્વીના પિંડમાં જ ભવનપતિ અને વ્યંતરાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org