________________
ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ – હવે સનસ્કુમારાદિ દેવલોકનાં પ્રતિરોમાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જાણવા માટે પણ કરણ'-ઉપાય કહે છે –
सुरकप्पठिईविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । हिडिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥१६॥
સંસ્કૃત છાયાसुरकल्पस्थितिविशेषः, स्वकप्रतर-विभक्तेष्टसंगुणितः । अधस्तनीयस्थितिसहितः; इष्टप्रतरे उत्कृष्टः ।।१६।।
શબ્દાર્થ – સુરq=કલ્પોપપન્ન દેવો
દિક્િ7=નીચેની ટિવિસેલો સ્થિતિ વિશેષ
સહો સહિત સપિયર=પોતપોતાના પ્રતરવડે
इच्छियવિદત્ત=ભાગ આપીને
પયf=પ્રતરને વિષે વાચાર્ય– સનસ્કુમાર વગેરે કલ્પોપપન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને, પોતપોતાના દેવલોક સંબંધી પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો. જે સંખ્યા આવે તેને ઈષ્ટપ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે–તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થશે. ૧૬
વિશેષાર્થ – પૂર્વગાથામાં સૌધર્મનાં તેરે પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવીને હવે સનસ્કુમાર દેવલોકના પ્રતરોમાં ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જાણવાનું કરણ જણાવે છે–
સૌધર્મદેવલોકનાં તેરમા પ્રતરે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બે સાગરોપમની આવેલી છે. હવે સનકુમાર દેવલોકનાં પહેલા પ્રતરની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કાઢવાની છે. સનકુમારે ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે અને સૌધર્મ દેવલોકના ૧૩મા પ્રતરે ૨ સાગરોપમની છે તેનો વિશ્લેષ–[બાદબાકી] કરવો એટલે સાત સાગરોપમમાંથી બે સાગરોપમ બાદ કરવા, એટલે પાંચ સાગરોપમ આવ્યા, તેને ૧૨ પ્રતરે ભાગ આપવા માટે ૧ સાગરોપમના ૧૨ ભાગ કરવાથી પ સાગ0 ના ૬૮ ભાગ થયા, તે ૬૦ ભાગને પ્રત્યેક પ્રતરે સરખે ભાગે વહેંચી નાખતાં પ્રત્યેક પ્રતરે બારીયા પાંચ ભાગ (૬) આવે. હવે સૌધર્મના તેરમા પ્રતરે ૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ આવી છે, તેમાં ઉક્ત રીતિએ સનસ્કુમારના પહેલા પ્રતરમાં બારીયા પાંચ ભાગ ઉમેરવા એટલે ૨ સાગરોપમ અને બારીયા પાંચ ભાગ આવે, (૬૦ ભાગમાંથી પાંચ ભાગ જવાથી પ૫ ભાગ આયુષ્ય બાકી રહ્યું.) બીજે પ્રતરે ૨ સાગરોપમ અને બારીયા ૧૦ ભાગ આવ્યા, (પપ માંથી પાંચ ભાગ જવાથી ૫૦ રહ્યા,) ત્રીજે પ્રતરે ૨ સાગરોપમ અને બારીયા ૧૫ ભાગ આવ્યા, અહીં ૧૨ ભાગે ૧ સાગરોપમ થતો હોવાથી ત્રીજે પ્રતરે ૩ સાગરોપમ અને ૩ ભાગ કહી શકાય (૫૦માંથી પાંચ ભાગ ઓછા થવાથી ૪૫ ભાગ રહ્યા.) ચોથે પ્રતરે ૩ સાગરોપમ ને - ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૪૫ માંથી પાંચ ગયા ૪૦ રહ્યા.) પાંચમે પ્રતરે ૩ સાગરોપમ ૧ ભાગ અથવા ૪ સાગરોપમ અને ભાગ પ્રમાણ આયુષ્ય
૧ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org