________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથા – સૌધર્મ તથા ઇશાન દેવલોકની પરિગૃહીતા તથા અપરિગૃહીતા દેવીઓનું જઘન્ય આયુષ્ય અનુક્રમે પલ્યોપમ તેમજ સાધિક (કાંઈક અધિક) પલ્યોપમ પ્રમાણ જાણવું. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મ દેવલોકની પરિગ્રહીતા દેવીનું સાત પલ્યોપમ અને અપરિગ્રહીતા દેવીનું પચાશ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. ઈશાન દેવલોકની પરિગૃહીતા દેવીનું નવ પલ્યોપમ અને અપરિગૃહીતાઓનું પંચાવન પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય સમજવું ૧૧-૧૨ાા
વિરોષાર્થ – દેવગતિમાં દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ નિકાયથી લઈને ઇશાન દેવલોક સુધી અર્થાત્ ભવનપતિ નિકાય, વ્યંતર નિકાય, જ્યોતિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં સૌધર્મ તથા ઈશાન એ બે દેવલોક સુધી જ હોય છે. સનકુમારથી આગલા આગલા દેવલોકને વિષે દેવીઓનું ઉપજવું હોતું નથી, કારણકે ઉપરની નિકાયના દેવો અલ્પવિષયી છે માટે ત્યાં દેવીઓની ઉત્પત્તિ નથી હોતી.
વૈમાનિક નિકાયના પ્રથમના બે દેવલોકમાં દેવીઓ બે પ્રકારની છે. એક “પરિગૃહીતા' અને બીજી “અપરિગૃહીતા'. પરિગૃહીતા તે કુલાંગના અર્થાત્ કુલીન પરણેલા સરખી મર્યાદાશીલ જાણવી; અપરિગૃહીતા તે ગણિકા (વેશ્યા) સરખી સ્વેચ્છાચારિણી જાણવી.
તે દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ કહે છે.
સૌધર્મ દેવલોકને વિષે પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ એક પલ્યોપમની છે અને ઈશાન દેવલોકને વિષે પરિગૃહીતા અને અપરિગહીતા દેવીઓની એક પલ્યોપમથી કંઈક અધિક સમજવી.
હવે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કહે છે --
સૌધર્મ દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સાત પલ્યોપમની, અને અપરિગૃહીતા દેવીઓની પચાસ પલ્યોપમની હોય છે. તથા બીજા ઈશાન દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ નવ પલ્યોપમની અને અપરિગૃહીતા દેવીઓની પંચાવન પલ્યોપમની હોય છે.
એથી ઉપરના દેવલોકે દેવીઓની ઉત્પત્તિ નથી. ૧૦૧. એક ઇન્દ્રના ભવમાં ઇન્દ્રને પોતાને કેટલી દેવીઓ ઉત્પન્ન થઈને મરણ પામે છે ? તે સંબંધમાં જણાવ્યું
છે કે
दोकोडाकोडीओ, पंचासी कोडीलक्ख इगसयरी । कोडीसहस्स चउकोडी, सयाण अडवीस कोडीणं ।।१।। सत्तावन्नं लक्खा चउदस, सहस्सा य दुसय पंचासी । इय संखा देवीओ चयंति इंदस्स जम्मंमि ।।२।।
અર્થ :–એક ઈદ્રના ભવમાં બે ક્રોડાકોડ, પંચાશી લાખ ક્રોડ, એકોત્તેર હજાર ક્રોડ, ચારસો ક્રોડ, અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ, ચઉદ હજાર ને બસો પંચાશી—(૨,૮૫,૭૧,૪,૨૮,૫૭,૧૪,૨૮૫) આટલી દેવીઓની સંખ્યા ઉત્પન્ન થઇને અવન-મૃત્યુ પામે છે.
૧૦૨. કુલાંગના સરખી, એટલે કે કુલનાં ભૂષણરૂપ. જેમ મનુષ્યલોકમાં જે સ્ત્રીઓ સ્વકીય જીવનને પવિત્ર રાખી, સ્વપતિમાં સંતોષ માનીને, કુલાચારની મર્યાદા પ્રમાણે વર્તમારી સુશીલ હોય તેને કુલાંગના કહેવાય છે, તેમ દેવલોકમાં પણ તે જ પ્રમાણે વર્તન રાખનારી દેવીઓ હોય છે તેને કુલાંગના કહેવાય છે.
૧૦૩. ત્રીજા સનકુમાર દેવલોકથી લઈ અમૃત દેવલોક સુધી અપરિગ્રહીતા દેવીઓનું સંભોગાદિ કારણે જવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org