________________
वैमानिक देवोनी जघन्य आयुष्यस्थिति માથાર્થ – સૌધર્મ તથા ઈશાન દેવલોકમાં અનુક્રમે પલ્યોપમ તેમજ સાધિક પલ્યોપમપ્રમાણ જઘન્ય સ્થિતિ છે. ત્યારબાદ સનત્કાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાન્તક, શુક્ર તથા સહસ્ત્રાર દેવલોકમાં અનુક્રમે બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, ચઉદ સાગરોપમ તથા સત્તર સાગરોપમ–પ્રમાણ જઘન્ય સ્થિતિ કહી છે. ત્યારબાદ આનતાદિ ચાર દેવલોકમાં, નવ રૈવેયકમાં તથા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત એ ચાર અનુત્તર વિમાનમાં અનુક્રમે એક એક સાગરોપમ અધિક જઘન્યસ્થિતિ છે. યાવત્ અનુત્તર દેવલોકનાં ચાર વિમાનમાં એકત્રીશ સાગરોપમ પ્રમાણ જઘન્યસ્થિતિ જાણવી.
સવર્થસિદ્ધમાં જઘન્યસ્થિતિ નથી. II૯–૧૦–૧૦ધા
વિશેષાર્થ – વૈમાનિક નિકાયના પહેલા સૌધર્મ દેવલોકના ®દેવતાઓની જઘન્ય આયુષ્ય સ્થિતિ એક પલ્યોપમની છે, આ સ્થિતિ સૌધર્મ દેવલોકના તેરે પ્રતરમાં નિવાસ કરનારા સર્વ દેવોની જાણવી. ઈશાન દેવલોકના દેવતાઓની જઘન્ય આયુષ્યસ્થિતિ એક પલ્યોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક હોય છે. આ જઘન્ય સ્થિતિ સૌધર્મ દેવલોકની જેમ ઈશાન દેવલોકના “સર્વ પ્રતરે સમજી લેવી. ત્રીજા સનકુમાર દેવલોકમાં જઘન્ય આયુષ્ય બે સાગરોપમનું, ચોથા મહેન્દ્ર સર્વ પ્રતરે જઘન્ય આયુષ્ય બે સાગરોપમથી કંઈક અધિક, પાંચમાં બ્રહ્મ દેવલોકમાં જઘન્ય આયુષ્ય સાત સાગરોપમનું. છઠ્ઠા લાંતક દેવલોકમાં જઘન્ય આયુષ્ય દશ સાગરોપમનું, સાતમાં શુક્ર દેવલોકે જઘન્ય આયુષ્ય ચઉદ સાગરોપમ, આઠમા સહસ્ત્રાર દેવલોકે જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ, નવમાં આનત દેવલોકે જઘન્ય આયુષ્ય અઢાર સાગરોપમ, દશમા પ્રાણત દેવલોકમાં જઘન્ય આયુષ્ય ઓગણીશ સાગરોપમ, અગિયારમા આરણ દેવલોકમાં જઘન્ય આયુષ્ય વીશ સાગરોપમ, બારમા અય્યત દેવલોકમાં જઘન્ય આયુષ્ય એકવીશ સાગરોપમ, ત્યારબાદ નવે રૈવેયકે એકેક સાગરોપમની સંખ્યા વધારતા જવી, અર્થાત્ પહેલી રૈવેયકમાં બાવીશ સાગરોપમ અને નવમી આદિત્ય રૈવેયકે ત્રીશ સાગરોપમની જઘન્ય સ્થિતિ આવીને ઊભી રહેશે.
ત્યારબાદ પાંચ અનુત્તર વિમાનનું જઘન્યસ્થિતિનું પ્રમાણ કહે છે. તેમાં અનુત્તર એટલે શું? - ૯૬. સૌધર્મ–ઇશાનમાં જઘન્યસ્થિતિ પલ્યોપમ તથા અધિક પલ્યોપમ માત્ર કહી છે અને સનસ્કુમારમાં તુરત જ બે સાગરોપમ જેવી મોટા પ્રમાણવાળી જઘન્ય સ્થિતિ કહી, તેથી જરા આશ્ચર્ય લાગે પણ જ્ઞાનીનું કથન યથાતથ્ય હોય છે.
૯૭. જઘન્યસ્થિતિ બધેય સરખી છે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તફાવત છે.
સૌધર્મ ઇન્દ્રનો નિવાસ છેલ્લા (તેરમા) પ્રતરે જ હોય છે, એથી પૂર્વે સમુચ્ચયપણે સૌધમદિ પ્રત્યેક દેવલોકાશ્રયી જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે અંતિમ પ્રતરે રહેનારા ઇન્દ્ર તથા અન્ય સામાનિક આદિ દેવોની પણ તેટલી જ સમજવી. માત્ર તેમને આજ્ઞા ઐશ્વર્યાદિપણું હોતું નથી.
પૂર્વે કહેલી સામુદાયિક ઉત્કૃષ્ટ સ્થિતિ તે દરેક દેવલોકનાં અંતિમ પ્રતરની સમજવી, તે જ દેવલોકનાં અન્ય અન્ય પ્રતિરોમાં તો ફેરફારવાળી હોય છે.
૯૮. અન્ય આચાર્યો દરેક પ્રતરની જઘન્યસ્થિતિ અન્ય રીતે પણ કહે છે, જે ૧૫-૧૬મી ગાથામાં કહેવાશે. ચાલુ ગાથામાં જે જઘન્ય સ્થિતિ કહે છે તે તે દેવલોકના સમગ્ર પ્રતરાશ્રયી સમુચ્ચયે કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org