________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
“તે મંગલ સૂત્રની આદિમાં, મધ્યમાં અને ગ્રન્થાન્તે પણ કરવું જોઈએ. સૂત્રાર્થની રચના નિર્વિઘ્નપણે પાર પડે તે હેતુ આદિ મંગલનો છે.”
આ નમસ્કાર કરવારૂપ શિષ્ટાચારના પાલન વિનાનું કરાતું કાર્ય ઇષ્ટસિદ્ધિને નથી આપી રૂ. નમલ્હારનું પ્રયોનન શકતું, માટે અરિહંતાદ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ સર્વત્ર ક૨વાનું શાસ્ત્રોમાં વારંવાર જણાવ્યું છે, એથી એ તો સિદ્ધ જ થાય છે કે, કોઈપણ ગ્રન્થના પ્રારંભથી તે પરિસમાપ્તિપર્યન્ત આવતાં વિઘ્નોને દૂર કરવા અર્થાત્ ગ્રન્થની નિર્વિઘ્ન સમાપ્તિરૂપ ફલની સિદ્ધિ માટે નમસ્કારરૂપ મંગલ ઋષિ—મહર્ષિયાવત્ પરમર્ષિ બધાયને યથાસંભવ અવશ્ય કરવું પડે છે, કારણકે કલ્યાણકારી કાર્યોમાં વિઘ્નો રહેલાં હોય છે. કહ્યું છે કે—
श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ||
૪
“કલ્યાણકારી કાર્યોમાં મહાત્મા પુરુષોને પણ વિઘ્નો આવે છે; જ્યારે અશુભ કાર્યોમાં પ્રવૃત્તિ ક૨ના૨ દુરાત્માઓનાં વિઘ્નો ક્યાંય નષ્ટ થઈ જાય છે.”
વળી નમસ્કારાત્મક મંગલ એ વિઘ્નોપશામક હોવા સાથે, શાસ્ત્રમાં શ્રદ્ધા—આદર કર્મનિર્જરાની ઉત્પત્તિ અને પરંપરાએ યાવત્ મોક્ષપ્રાપ્તિ વગેરેમાં કારણભૂત છે.
આ પ્રમાણે ગ્રન્થ રચવો એ પણ એક ઉત્તમોત્તમ કલ્યાણકારી કાર્ય હોવાથી શ્રીમાન્ ગ્રન્થકાર મહર્ષિએ પ્રારંભમાં જ ‘હિંતાક્’ એ પદથી અરિહંતાદિ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ મંગળનું આચરણ કર્યું છે, એમ આ ગ્રન્થકાર મહર્ષિએ કરેલ ભાવ નમસ્કારરૂપ ‘ભાવમાત’ કરવાનું કારણ જણાવ્યું.
શંકા ઃ — તમોએ ઉપરની સર્વ વાત કહીને તાત્પર્ય એ દર્શાવ્યું કે વિઘ્નોની શાન્તિને માટે ગ્રન્થના પ્રારંભમાં અવશ્ય મંગલ કરવું જોઈએ, એ વિધાનનો તો અમોએ સ્વીકાર કર્યો, પરંતુ અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુને ઉદ્દેશીને કરવું જોઈએ તેનું શું કારણ ? અને તેઓને નમસ્કાર કરવાથી ફળની પ્રાપ્તિ પણ શી ?
સમાધાન :– અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુ એ પંચપરમેષ્ઠી ગણાય છે. વિશ્વની મહાપવિત્ર વ્યક્તિઓ આ પાંચ જ છે. વળી ગુણો ગુણી વિના રહી શકતા નથી માટે સારાએ જૈન સિદ્ધાન્તનું તત્ત્વ એ પાંચમાં સમાયેલું છે, એટલા માટે જ એ મહામંત્રરૂપ છે. જીવો ઇષ્ટસિદ્ધિને અર્થે ચહાય તેવા મંત્રો ભલે ગણે પરંતુ આ નવકારમંત્રથી અધિક કોઈ મંત્ર નથી. એ રીતે કહીએ તો અન્ય સ્તોત્ર, મન્ત્રતન્ત્રાદિ તો આ મન્ત્રના પ્રકારરૂપ છે. આ નવકારમન્ત્રનું મહાત્મ્ય જૈનશાસનમાં ઠાંસીઠાંસીને ભર્યું છે. આ મન્ત્ર સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ હોવાથી જ શ્રીભગવતીસૂત્ર જેવા મહાન ગ્રન્થના પ્રારંભમાં તેનો આદર કરાયો છે. વળી આ પરમેષ્ઠીમન્ત્ર ચૌદપૂર્વના સારરૂપ છે. જે માટે કહ્યું છે કે—
४. नमस्कार मन्त्र शा माटे मंगलरूप छे ?
૩. કોઈ શંકા કરે કે તમો મંગલ કરો છો તો રચાતા તે તે ગ્રન્થો શું અમંગળરૂપ છે ? તો ના. ગ્રન્થ સ્વયં મંગળરૂપ છતાં શિષ્ટાચારપાલન વગેરે અનેક કારણોથી મંગલ કરવાની આવશ્યકતા છે. આ સંબંધી વિશેષ વર્ણન માટે વિશેષાવશ્યક ભાષ્ય જોવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org