________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૪,૦૨,૬૫,૩૧,૮૪૦૦૦ [૪ ખર્વ, ૨ અબજ, ૬૫ ક્રોડ, ૩૧ લાખ, ૮૪ હજાર] રોમ–રાશિ ૧ ગાઉ જેટલા પલ્યના ક્ષેત્રમાં સમાય. ચાર ગાઉનું એક યોજન હોવાથી ઉક્ત સંખ્યાને ચાર ગુણી કરીએ ત્યારે ૧,૬,૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ [૧ નિખર્વ, ૬ ખર્વ, ૧૦ અબજ, ૬૧ ક્રોડ, ૨૭ લાખ, ૩૬ હજાર] રોમખંડો ફક્ત પલ્યની એક યોજન લાંબી શ્રેણીમાં સમાય જ્યારે બીજી કેટલીએ શ્રેણી ભરીએ ત્યારે તો ફકત કૂવાનું તળિયું જ ઢંકાય. તેથી તે સમગ્ર તળિયાને વાલાગ્રો વડે સંપૂર્ણ ભરવા માટે ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ ની ઉક્ત સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે પુનઃ તેટલી જ સંખ્યાએ ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ રોમખંડો વડે કેવળ તળિયું જ પથરાઈ રહે. આટલી વાળ—સંખ્યાએ એક જ પ્રત૨રચના થઈ કહેવાય. પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ બીજા વાળનાં પ્રતો (પડો) ભરીએ તો સમગ્ર કૂવો ભરાઈ રહે. આ ગણત્રી ઘનવૃત્ત કરવાની હતી, પરંતુ અત્ર ધનોરસ કૂવાની થઈ. ત્યારે હવે એ ચેમખંડને તેટલા જ રોમખંડ વડે પુનઃ ગુણીએ તો ૪૧૭૮૦૪૭૬૩૨૫ ૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪૦૨૫૬૦૦૦૦૦૦૦૦૦ આટલા રોમખંડ વડે ધનોરસ કૂવો ભરાય. ઘનવૃત્ત કૂવો ભરવા માટે આવેલ સંખ્યાને ૧૯ ૪ગુણી કરી ૨૪ વડે ભાગીએ તો ૩૩ ક્રોડ, ૭ લાખ, ૬૨ હજાર, ૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪ લાખ, ૬૫ હજા૨, ૬૨૫ કોડાકોડી કોડી, ૪૨ લાખ, ૧૯ હજાર ૯૬૦ કોડાકોડી, ૯૭ લાખ, ૬૫ હજાર, ૬૦૦ ક્રોડ,૪૮ (૩૩૦૭૬૨૧૦૪ કોડાકોડી કોડાકોડી ૨૪૬૫૬૨૫, કોડાકોડી કોડી, ૪૨૧૯૯૬૦ કોડાકોડી, ૯૭૫૩૬૦૦,૦૦૦૦૦૦૦) આટલી વાલાગ્નોની રાશિઓ વડે સંપૂર્ણ કૂવો ભરાઈ રહે. આ વાળોને ખીચોખીચ ભરવાના, ને તે એવી રીતે નિબિડ ખીચોખીચ ભરવા કે તે વાલાગ્રને અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં અને ચક્રવર્તી જેવાની મહાસેના તે વાલાગ્ર ઉપર સ્પર્શ કરતી પસાર થઈ જાય, તો પણ તે વાલાગ્ર નમે નહીં (દબાય નહીં). આવી રીતે વાલાગ્રોથી નિબિડ ભરેલા કૂવામાંથી એકેક સમયે એકેક વાલાગ્ર સમુદ્ભુત કરવો અર્થાત્ અપહરવો, એમ સમયે સમયે વાલાગ્ર અપહરતાં જેટલા કાળે તે પહ્ય સર્વથા વાલાગ્રંથી રહિત થાય તેટલા કાળને વાવર દ્વારપોપન' કહેવાય.
२६
કૂવા બહાર ઉદ્ઘાર કરવાની મુખ્યતાથી આ નામ આપેલું છે, આ પલ્યોપમનું કાળમાન સંખ્યાતા સમય માત્ર છે, યતઃ એકેક સમયે વાલાગ્ર કાઢવાનો છે. વાલાગ્નોની સંખ્યા મર્યાદાવાળી છે અને એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. આ નિમેષ-કાળ કરતાં પણ આ પલ્યોપમનો કાળ ઘણો અલ્પ છે. આ કાળ—પ્રમાણ જગતની કોઈપણ વસ્તુનો કાળ બતાવવામાં ઉપયોગી નથી. કેવળ આગળ કહેવાતો સૂક્ષ્મ-દ્ધાર પોપમ સુખેથી જાણી શકાય માટે જ બાદર
૪૯
૪૭. શતક કર્મગ્રંથ ટીકાને વિષે ચોરસનું વૃત્ત કરવા માટે આ વિષય ચાલતાં ૧૯ વડે ગુણી અને ૨૨ વડે ભાગવાનું જણાવેલ છે.
૪૮. જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે
‘“त्रित्रिखाश्वरसाक्ष्याशावार्द्धयक्ष्यब्धिरसेन्द्रियाः । षद्विपञ्चचतुद्वर्येकां-कांकषट्खांकवाजिनः ॥१॥ पञ्च त्रीणि च षट् किञ्च नवखानि ततः परम् | आदितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ||२||”
૪૯. જે માટે અનુયોગદ્વારમાં કહ્યું છે કે “હિં વાવહારિયધારપતિોવમસાગરોવમેનિં જિ પ[ોયાં ? “एएहिं वावहारिय-उद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयणं, केवलं पन्नवणा पन्नविजइ । [गा. १०७]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org