________________
૪.
૨૦ કોડાકોડી અટ્ઠા-સાગરોપમની અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી મળી અનન્તા કાળચક્ર....
૧ કાલચક્ર થાય
૧ પુદ્ગલ-પરાવર્ત થાય અને તે ચાર પ્રકારે છે. ।। વાવ -ઉદ્ધાર-પલ્યોપમ 9 ||
****
“ઉત્સેધાંગુલના પ્રમાણવડે નિષ્પન્ન ૧ યોજન [ચાર ગાઉ] ઊંડો ઘનવૃત્ત કૂવો [લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેનું પ્રમાણ સમાન હોવાથી ઘનવૃત્ત કહેવાય છે] જેનો પરિધ ૩ યોજન લગભગ થાય છે તે કૂવો સિદ્ધાંતોક્ત અભિપ્રાય મહાવિદેહ ક્ષેત્રવર્તી મેરુની સમીપે આવેલાં દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક મનુષ્યોનાં મુંડાવેલા “મસ્તકનાં એકથી સાત દિવસના ઊગેલા “વાલાગ્ન વડે ભરવો.
२५
પ્રવચનસારોદ્વાર તથા સંગ્રહણીવૃત્તિમાં તો મસ્તક મુંડાવ્યા બાદ એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી સાત દિવસના ઊગેલાં વાલાો લેવાં એટલું જ માત્ર કથન કરેલું છે, એટલે કે અમુક ક્ષેત્રાશ્રયી લેવાનું સૂચવ્યું નથી.
ક્ષેત્રસમાસસ્વોપક્ષવૃત્તિના અભિપ્રાયે દેવકુરુ—–ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયેલાં [આ ક્ષેત્રવર્તી યુગલિકોના વાળ સૂક્ષ્મ છે માટે] સાત દિવસના ઘેટાનાં એક ઉત્સેધાંગુલ પ્રમાણ એક જ રોમનાં સાત વાર, આઠ આઠ ખંડ કરીએ ત્યારે ૧ ઉત્સેધાંગુલ માપના એક વાળનાં સર્વ મળીને ૨૦,૯૭,૧૫૨ ચેમ–ખંડો થાય. આવા અતિસૂક્ષ્મ કરેલાં રોમ–ખંડો વડે આ પલ્યને ભરવો, ઇત્યાદિ સાંપ્રદાયિક [ગુરુપરંપરાનો] અર્થ છે.
Jain Education International
આ પ્રમાણે એક ઉત્સેધાંગુલપ્રમાણ વાળના સાત સાત વાર આઠ આઠ ટુકડા કરીને, તે પલ્યને ખીચોખીચ ભરતાં, એક ઉત્સેધાંગુલપ્રમાણ જાડા પલ્યના તળિયાના ક્ષેત્રમાં ૨૦,૯૭,૧૫૨ રોમખંડો સમાય. એકેક અંગુલના કરેલા રોમખંડોની રાશિને ચોવીશ અંગુલનો એક હાથ હોવાથી ૨૪, ગુણાં કરીએ તો એક હાથ જેટલી જગ્યામાં ૫,૦૩,૩૧,૬૪૮ [૫ ક્રોડ, ૩ લાખ, ૩૧ હજાર છસો ને ૪૮] રોમખંડો સમાય, પુનઃ એને જ ચાર હાથનું ધનુષ્ય હોવાથી ચારગુણાં કરીએ તો ૨૦,૧૩,૨૬,૫૯૨ [વીશ ક્રોડ, ૧૩ લાખ, ૨૬ હજાર પાંચસો, ૯૨]ોમખંડો ૧ ધનુષ્ય પલ્યક્ષેત્રમાં સમાય, પુનઃ તેને જ ૨૦૦૦ દંડ [અથવા ધનુષ્ય]નો ગાઉ થતો હોવાથી ૨૦૦૦ ગુણા કરીએ ત્યારે
૪૨. આપણું ચાલુ માપ તે.
૪૩. આ અભિપ્રાય ક્ષેત્રસમાસ ને જંબુદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનો છે. તેમજ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો પણ એ જ અભિપ્રાય છે.
૪૪. યુગલિકોને મુંડાવાનું હોતું નથી પણ દૃષ્ટાંત ખાતર જણાવ્યું છે.
૪૫. વાલાગ્ન એટલે વાળનો અગ્રજ ભાગ એમ નહીં પણ ‘અમુક પ્રમાણ વાળ' લેવો એટલે ૧થી ૭ દિવસ સુધીનો વધેલો વાળ તે વાલાગ્ર.
૪૬. વિવક્ષિત એક રોમના પ્રથમ વાર ૮ ખંડ કર્યા, તેને બીજી વાર દરેક ૮ ખંડના આઠ આઠ વાર કટકા કર્યા ત્યારે ૬૪, ૬૪ ખંડમાં પ્રત્યેક ખંડના ત્રીજી વાર આઠ આઠ ખંડ કરીએ ત્યારે ૫૧૨, ચોથી વાર ૪૦૧૬, પાંચમી વા૨ ૩૨૭૬૮, છઠ્ઠી વાર ૨૬૨૧૯૪ અને સાતમી વાર કરીએ ત્યારે ૨૦૯૭૧૫૨ ખંડો, ૧ ઉત્સેધાંગુલ–પ્રમાણ એક વાળનાં થાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org