________________
૪૨.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એક જીવવિશેષ, ચૌદરાજલોકના સર્વ આકાશપ્રદેશોને મૃત્યકાળે, મૃત્યુવડે એવી રીતે સ્પર્શે કે તે એક આકાશપ્રદેશ ગણતરીમાં આવે પણ એટલું વિશેષ કે પ્રથમ જે આકાશપ્રદેશો ઉપર મૃત્યુ થયેલ હોય તેમાંના જ કોઈ આકાશપ્રદેશ ઉપર પુનઃ મૃત્યુ થાય તો તે આકાશપ્રદેશ ગણતરીમાં ન આવે. એમ ક્રમે કે ઉત્ક્રમે [ગમે તે સ્થાને] લોકનો કોઈ પણ આકાશપ્રદેશ મરણવડે સ્પેશ્ય વિના ન રહે ત્યારે વાવાક્ષેત્રપુત્તિપરીવર્ત” થાય..
પ્રશ્ન :– જીવની અવગાહના અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણ છે તેથી જીવ મરણ—કાળે અસંખ્ય આકાશપ્રદેશોને સ્પર્શે છે તો પછી તમે એક આકાશપ્રદેશની સ્પર્શનાથી ગણત્રી કેવી રીતે ગણાવો છો ?
ઉત્તર :– જો કે મરણકાલે અવગાહનાશ્રયી જીવ અસંખ્ય આકાશપ્રદેશોને સ્પર્શે છે, પરંતુ અહીં તો તેમાંનો કોઈ પણ એક જ આકાશપ્રદેશ ગણત્રીમાં લેવો, પણ સર્વ સૃષ્ટપ્રદેશો ન ગણવા, અને વળી મરણકાલે સ્પશયેિલા આકાશપ્રદેશો પૈકી જે પૂર્વનો વિવક્ષિત સૃષ્ટઆકાશપ્રદેશ તે અહીં ગણત્રીમાં ન લેતાં પૂર્વે અસ્પષ્ટ [કોઈ પણ મરણકાલે નહિ સ્પશયેિલ એવો અપૂર્વ જ આકાશપ્રદેશ લેવો. એ પ્રમાણે પંચસંગ્રહનો મત છે.
શતવર્ષથવૃત્તિ ના મતે તો મરણકાલની અવગાહના પ્રમાણ સર્વ પ્રદેશો ગણત્રીમાં લેવા એમ જણાવે છે, આથી કાળ અલ્પ થાય છે અને પ્રથમના મતે ઘણો કાળ થાય છે એમ યથાયોગ્ય સ્વતઃ વિચારી લેવું.
// સૂક્ષ્મ “ક્ષેત્ર’ પુસ્ત { વર્ત’ ||૪|| પૂર્વે બાદરક્ષેત્રપુદ્ગલપરાવર્તમાં તો, કોઈ પણ સ્થાનવત નવીન નવીન જે આકાશપ્રદેશે જીવ મૃત્યુ પામતો, તે તે આકાશપ્રદેશ ગણત્રીમાં લેવાતો હતો, પરંતુ આમાં તો એક જીવ પ્રથમ જે આકાશપ્રદેશે મરણ પામી પુનઃ “કોઇ પણ સ્થાનના આકાશપ્રદેશો ઉપર મરણ પામે તે ગણત્રીમાં ન લેતાં” જ્યારે પ્રથમ મૃત્યુ પામેલ આકાશપ્રદેશની જોડેના જ (બીજા) આકાશપ્રદેશે મૃત્યુ પામે ત્યારે તે આકાશપ્રદેશ ગણત્રીમાં લેવાય, અર્થાત્ અનેક મરણોવડે દૂરદૂરના સ્પષ્ટઆકાશપ્રદેશોને ગણતરીમાં ન લેતાં, આકાશપ્રદેશોની પંક્તિમાં વર્તતા આકાશપ્રદેશો ઉપર પહેલા, બીજા, ત્રીજા એમ ક્રમશઃ આકાશપ્રદેશને મૃત્યુવડે સ્પર્શે એવી રીતે અનુક્રમે મરે, એમ આકાશપ્રદેશોને સ્પર્શતાં સમગ્ર આકાશપ્રદેશો જ્યારે ક્રમશઃ મરણવડે સ્પર્શાઈ જાય ત્યારે સૂક્ષ્મક્ષેત્રપુતપરાવર્ત થાય.
| વાવર–‘વાન–પુત્રા–પરીવર્ત ફા કોઈ પણ એક જીવ ઉત્સર્પિણી અથવા અવસર્પિણીની શરુઆતના પ્રથમ સમયે મરણ પામ્યો, એ જ જીવ બીજીવાર દૂરના એટલે ૧૦૦મા સમયે મરણ પામ્યો, વળી પુનઃ તેથીએ દૂરના ૫૦૦માં સમયે મરણ પામ્યો, એમ અનુલ્કમે અસ્કૃષ્ટ (નહિ સ્પશયેિલા) અપૂર્વ સમયોમાં મરણ પામે, એમ એક કાળચક્રના (ઉત્સર્પિણી-અવસર્પિણીના) સર્વ સમયો મરણવડે (ક્રમ વિના) સ્પર્શાઈ રહે ત્યારે વાત-વાતા’-પુત્તિ-પરાવર્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org