________________
पांचमा आरानुं स्वरुप
૨૭ સાત દિવસસુધી પડે છે, એથી વીજળીના ભયંકર ત્રાસો ઉત્પન્ન થાય છે અને ભયંકર વ્યાધિઓને ઉત્પન્ન કરનારી ઝેરી જલની વૃષ્ટિ પડે છે. તથા પૃથ્વી ઉપર રહેલી વસ્તુને ખેદાન મેદાન કરી નાંખનાર ભયંકરમાં ભયંકર વાયરાઓ વાય છે. અને એથી લોકો મહોત્રાસને પામતાં કરુણ સ્વરે આક્રંદ કરે છે. પૃથ્વી ઉપર રહેવા માટે કે પહેરવા માટે ગૃહ, વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુઓ, જમીનમાંથી. પેદા થતાં ધાન્ય–ફળો વગેરે પણ નષ્ટપ્રાયઃ થઈ જાય છે. વળી સર્વ નદીઓનાં પાણી પણ સુકાઈ જાય છે. માત્ર શાશ્વતી હોવાથી ગંગા અને સિંધુ નદીનો પ્રવાહ ગાડાના ચીલા પ્રમાણ વિસ્તારમાં અને ઊંડાઈમાં પગનું તળિયું ડૂબે તેટલો જ હોય છે. તે વખતે મનુષ્યો પોતાનું રક્ષણ કરવા ગંગા અને સિંધુ નદીના કાંઠાઓ ઉપર રહેલી ભેખડોમાં ગુફા જેવાં બીલોનાં સ્થાનો હોય છે ત્યાં જઈને રહે છે, અને ત્યાં દુઃખી અવસ્થામાં વસ્ત્રાભાવે સ્ત્રી-પુરુષની મર્યાદારહિત નગ્નપણે વિચરે છે. તથા ગંગા નદીના પ્રવાહમાં રહેલા મલ્યોનું ભક્ષણ કરીને જીવનનિર્વાહ કરે છે. તે વખતે ચંદ્ર પણ અત્યંત શીતલ કિરણોને અને સૂર્ય અતિ ઉષ્ણ કિરણોને ફેંકે છે.
આ સર્વ ભાવો પંચમ આરાના અંતે ક્રમે ક્રમે પ્રારંભાય છે. તેમજ ચતુર્વિધસંઘ, ગણ, ઇતર દર્શનોના સર્વ ધર્મો. રાજ્યનીતિ, બાદર અગ્નિ, રાંધવું વગેરે પાક (રસોઈ)–વ્યવહાર, ચારિત્રધર્મ સર્વ ક્રમે ક્રમે વિચ્છેદ પામે છે.
તથા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુનું શાસન કે જે અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે, જેના છેલ્લા સમયે પણ "શ્રીદુપ્પસહસૂરિ, ફલ્ગશ્રી સાધ્વી, નાગિલનામાં શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા તે રૂપ ચતુર્વિધસંઘ જે વિદ્યમાન હશે તે શાસન અને ચતુર્વિધ સંઘનો પણ આ પંચમ આરાના અંતિમ દિવસનો પ્રથમ પ્રહર પૂર્ણ થયે વિચ્છેદ થશે. અર્થાત પદ્ધિકાળે શ્રતધર્મ આચાર્ય. ર જૈનધર્મનો વિચ્છેદ થશે; મધ્યાહુને વિમલવાહન રાજા, સુધર્મમંત્રી અને તેનો રાજ્યધર્મ વિચ્છેદ થશે અને સંધ્યાકાળે બાદર અગ્નિ વિચ્છેદ પામશે.
અત્યારે પાંચમા આરાનો પ્રારંભ છે જેને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં છે, હજુ લગભગ ૧૮૫00 વર્ષ બાકી છે. તે પૂરા થવાના કાળમાં ઉપરોક્ત બનાવો બનવા પામશે. હાલ તો ક્રમશઃ હાસ દરેક ક્ષેત્રમાં થતો જશે. ' '' . સુણ-સુષમ :- જેમાં દુઃખ દુઃખ હોય, અર્થાત્ સુખનો બિલકુલ અભાવ હોય છે. આ આરો પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. આ આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બે હાથનું, આયુષ્ય અવસર્પિણી કાળના વિશેષભાવો માટે “ચંદ્રગુપ્ત’ નૃપતિને આવેલાં ૧૬ સ્વપ્નો અને તેના ઉપર રચાયેલ સ્વપ્નપ્રબંધ ‘વ્યવહાર ચૂલિકા’ માં તથા ઉપદેશપ્રાસાદમાં જાણવા જેવો છે.
૭૫. કલિકાલના કારણે વર્તમાનમાં પણ રુધિર,મત્સ્ય, પથ્થર તથા ચિત્રવિચિત્ર પંચવણ મસ્યાદિનો વરસાદ ઘણે ઠેકાણે પડે છે, એમ અનેકશઃ વર્તમાનપત્રોમાં જાહેર થયેલું છે. કોઈ કોઈ અનાર્ય દેશોમાં આકાશમાંથી અગ્નિ વગેરે ચિત્ર-વિચિત્ર પદાર્થોની વૃષ્ટિ થયાના બનાવો પણ ક્યાં નથી સાંભળતા ?
७६. 'तह सग्गचुओ सूरी दुप्पसहो, साहुणी अ फग्गुसिरि । नाइलसड्डो-सड्डी सच्चसिरि अंतिमो संघो ।' 'सुअ-सूरि-संघ-धम्मो-पुवढे छिज्जिही अगणि सायं । निवविमलवाहणो सुह–म्मति नयधम्ममज्झने ।'
કિાલસપ્તતિકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org