________________
३८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુરુષનું ૨૦ વર્ષનું અને સ્ત્રીનું ૧૬ વર્ષનું હોય છે. પંચમ આરાના છેડે કહેલા સર્વ દારુણ ઉપદ્રવો. તેથી વિશેષ પ્રમાણમાં છઠ્ઠા આરામાં વર્તે છે. આ આરામાં સ્ત્રીઓ અત્યન્ત વિષયાસક્ત અને શીઘ યૌવનને પામનારી હોય છે. છટ્ટે વર્ષે ગર્ભને ધારણ કરનારી અને નાની ઉમ્મરમાંથી જ ઘણા બાળક–બાળિકાઓને દુઃખે કરીને જન્મ આપનારી હોય છે. આમ આ બિચારા, નિષ્પણીયા જીવો આ આરાનો કાળ દુઃખેથી–મહાકષ્ટ પૂર્ણ કરે છે.
I તિ વળીષકાર સ્વરૂપમ્II
उत्सर्पिणीनुं स्वरूप પૂર્વે અવસર્પિણીના છ આરાનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવ્યું, તેથી વિપરીત પશ્ચાનુપૂર્વીએ ઉત્સર્પિણીના છે આરાનું સ્વરૂપ દર્શાવાય છે.
૧. સુષમ-સુષમગાર– જેમાં દુઃખ ઘણું હોય છે. આ આરો ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. અવસર્પિણીના છઠ્ઠા આરાના પ્રારંભથી તે પર્યત સુધી દરેક પદાર્થોના ભાવો ક્રમે ક્રમે હીન થતા જાય છે, જ્યારે ઉત્સર્પિણીના પ્રથમ આરામાં દિનપ્રતિદિન વર્ણ-ગલ્પાદિ–રસ–સ્પર્શ આયુષ્ય, સંઘયણ, સંસ્થાનાદિમાં ક્રમે ક્રમે શુભપણાની વૃદ્ધિ થતી જાય છે.
આ આરો સર્વ પ્રકારના કાળભેદના આદ્ય સમયે જ પ્રારંભાય છે, એથી પ્રથમ ઉત્સર્પિણી, પછી અવસર્પિણી એવો ક્રમ વર્તે છે.
૨. સુષમગારો – આ આરામાં દુઃખ હોય છે પરંતુ અતિશય દુઃખનો અભાવ વર્તે છે. અવસર્પિણીનો પાંચમો અને ઉત્સર્પિણીનો બીજો આરો ઘણીખરી બાબતમાં સમાનતા ધરાવનારો છે. આ આરાના પ્રારંભમાં પુરીવર્તમામે મૂશળધારાએ સાત દિવસ સુધી અખંડ વરસે છે, અને તેની શીતલતાથી પૃથ્વી ઉપર સર્વ આત્માઓને અત્યન્ત શાન્તિ પેદા થાય છે. ત્યારબાદ ક્ષીરમહાય સાત દિવસ સુધી અખંડ વરસી જમીનમાં શુભ વર્ણ—ગંધ–રસ સ્પશદિ પેદા કરે છે. ત્યારબાદ કૃતમે સાત દિવસ વરસી પૃથ્વીમાં સ્નિગ્ધતા પેદા કરે છે. ત્યારબાદ અમૃતમે પણ તેટલા જ દિવસ ગાજવીજ સાથે વરસી ઔષધિઓના તેમજ વૃક્ષ–લતાના અંકુરોને ઉત્પન્ન કરે છે. ત્યારપછી રમેય સુંદર રસવાળા જલની વૃષ્ટિને સાત દિવસ સુધી વરસાવીને વનસ્પતિઓમાં તિક્તાદિક પાંચ પ્રકારના રસોને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્રમાં એકીસાથે વર્ષતા મેઘવડે અનેક જાતની વનસ્પતિઓ અનેક પ્રકારે સુંદર સુંદર રીતિએ ખીલી નીકળે છે ને પૃથ્વી રસકસથી ભરપૂર બની જાય છે. [અવ૦ ના છઠ્ઠા આરાના અત્તે જો કે સર્વ વસ્તુનો વિનાશ કહ્યો છે પણ બીજરૂપ અસ્તિત્વ તો સર્વનું હોય જ છે.] આ મેઘ વરસી રહ્યા બાદ સવ બીલવાસીજનો બીલ બહાર નીકળી અત્યન્ત હર્ષને પામતાં જાતજાતની સુંદર વનસ્પતિ વગેરેની લીલાઓને અનુભવતા પરસ્પર ભેગા થઈ “હવેથી ૭૭. સાંબેલાના જેવી વિષ્કલ્પવાળી ધારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org