________________
३६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આરાના પ્રારંભમાં મનુષ્યની ઊંચાઈ ઉત્કૃષ્ટ સાત હાથની છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બહુલતાએ ૧૩૦ વર્ષનું હોય છે. ચોથા આરાના અંતે ઉત્પન્ન થયેલા શ્રી મહાવી૨૫રમાત્મા ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધિપદ પામ્યા. ત્યારપછી તેમની ત્રીજી પાટે શ્રીજંબુસ્વામીજી થયા. તેઓના સિદ્ધિગમન પછી આ પંચમકાળમાં મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મોક્ષગમન ઇત્યાદિ ૧૦ વસ્તુનો વિચ્છેદ થયો.
અર્થાત્ તદ્ભવ મોક્ષગામીપણાનો અભાવ થયો છે. આ વિચ્છેદ ભરત, ઐરવત ક્ષેત્રાશ્રયી જાણવો, પરંતુ મહાવિદેહક્ષેત્રમાં કે જ્યાં હંમેશાં ચતુર્થ આરાના પ્રારંભના ભાવો વર્તે છે. ત્યાં મોક્ષમાર્ગ સદાચાલુ જ છે. જો કે આ કાળમાં આ ક્ષેત્રમાંથી સીધું મોક્ષગમન નથી, તથાપિ અહીંયા આત્મકલ્યાણાર્થે કે પુણ્યોપાર્જનાર્થે કરેલી સર્વ આચરણાઓનું ફ્લ આગામી ભવમાં થનારી સિદ્ધિપ્રાપ્તિમાં પ્રબલ કારણરૂપ બને છે. આ કાળના જીવો અલ્પાયુષી, પ્રમાદી, શિથિલાચારી, શરીરબળમાં નિર્બળ હોય છે. અનેક પ્રકારે અનીતિઓ-પ્રપંચાદિ પાપકર્મોને કરનારા અને મમત્વાદિભાવોમાં આસક્ત તેમજ ધર્મધર્મનો વિવેક નહિ રાખનારા હોય છે.
આ પાંચમા આરાને અંતે, ક્ષાર, અગ્નિ, વિષાદિની મુખ્ય પાંચ જાતની કુવૃષ્ટિઓ સાત
૭૨. આ પંચમ આરામાં વિશેષે પાશ્ચાત્ય દેશોમાં કચિત્ ૨૦૦ વર્ષ સુધીનાં આયુષ્યો પણ જાહેર થયેલાં સાંભળ્યાં છે. આથી ભડકવાની કંઈ જ જરૂર નથી; કારણકે, ઉક્ત ૧૩૦ વર્ષનું વચન છે તે પ્રાયઃ સમજવું, એટલે તેવા મનુષ્યો અલ્પ હોય અને કદાચિત્ કોઈક જીવ વિશેષે પૂર્વભવે તથાપ્રકારનું ઉત્તમોત્તમ જીવદયા—રક્ષાદિનું કાર્ય તન્મયપણે કર્યું હોય તો વધારે આયુષ્ય પણ સંભવી શકે છે. જે માટે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે—
“दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदैव. सा" ।।
વળી આપણે જો શ્રીવીરનિર્વાણથી પાંચમી સદીના ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરીશું તો જાણવામાં આવશે કે, જ્યારે ઇન્દ્ર મહારાજા, પંચમીની સંવત્સરી ચતુર્થીએ કરનારા શ્રીમાન્ કાલિકાચાર્ય મહારાજની પરીક્ષા નિમિત્તે મનુષ્યલોકમાં વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી આચાર્ય ભગવંત સમીપે હાજર થયા હતા, ત્યારે તેઓના જ્ઞાનની પરીક્ષા માટે પોતાનો હસ્ત લંબાવી ‘હે ગુરુદેવ ! મારું આયુષ્ય કેટલું વર્તે છે તે મારી રેખા તપાસીને કહો' એમ જ્યારે કહ્યું ત્યારે તેની વિજ્ઞપ્તિથી શ્રીકાલિકાચાર્ય મહારાજ આયુષ્ય રેખા જોતાં જોતાં ૩૦૦ વર્ષ સુધી પહોંચ્યા, ત્યાં સુધી તેઓએ શંકા પણ ન કરી, કે આ મનુષ્ય છે કે અન્ય ? પણ રેખામાં જ્યારે જ્ઞાનદૃષ્ટિએ ૩૦૦થી આગળ આયુષ્ય જોયું ત્યારે તેઓશ્રીએ શ્રુતના ઉપયોગથી કહ્યું કે, હે આત્મન્ ! તું મનુષ્ય નહીં પરંતુ સૌધર્મદેવલોકનો ખુદ ઇન્દ્ર છો.
આ ઉપરથી આપણે તો એ સાર લેવાનો છે કે ૩૦૦ વર્ષનું આયુષ્ય આ કાળમાં સંભળાય ત્યાં સુધીમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. વર્તમાનમાં પરદેશમાં એક માણસ ૨૫૦ વર્ષ જીવ્યો એવું લખાણ વર્તમાન છાપામાં બહાર પડ્યું હતું, વળી ગુજરાત—કાઠિયાવાડમાં ૧૫૦ વરસનાં મનુષ્યો વર્તમાનમાં પણ જીવતાં સાંભળ્યાં છે. દીર્ઘ આયુષ્યવાળા મનુષ્યોના ઉલ્લેખ ઘણીવાર સાંભળવા મળે છે; પરંતુ ૩૦૦ વર્ષથી ઉપરનાં આયુષ્યવાળા મનુષ્યની વાત હજુ જાણવા મળી નથી.
૭૩.--તે કઈ કઈ ? તો
9 २
३
४
F
મળપરમોહિ પુજ્ઞાપુ, પરિહારવિયુદ્ધી પ્રવસમે બ્વે) સંગમતિ–વન-‘સિદ્ધળા' ય ખંવુમ્મિ વૈચ્છિન્ના)''
૭૪. આ કાળમાં કાળપ્રભાવે તેમજ આપણી તેવા પ્રકારની સાધના—શક્તિના અભાવે દેવદર્શન દુર્લભ હોય છે. કવચિત્ સંભવિત પણ બને પરંતુ તેવી સાત્વિકતા ને શ્રદ્ધા ક્યાં છે ? કે જેથી દેવોનું આકર્ષણ થઇ શકે. આ હુંડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org