________________
३०
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
કરતાં અસ્પષ્ટ આકાશપ્રદેશો અસંખ્યગુણ પણ સંભવી શકે છે. બીજું રોમખંડો જ્યારે બાદર પરિણામી છે ત્યારે આકાશપ્રદેશો તો અતિ સૂક્ષ્મપરિણામી અને અરૂપી છે. આથી બાદર પિરણામવાળી વસ્તુમાં અતિ સૂક્ષ્મપરિણામી અસ્પષ્ટ આકાશપ્રદેશો સંભવે તેમાં કોઈપણ પ્રકારનો વિસંવાદ છે જ નહિ.
એક બાહ્ય દાખલો લઇએ તો સમજી શકાશે, કે કોળાવડે ભરેલી કોઠીમાં પરસ્પર પોલાણ રહેલું હોય છે અને તે પોલાણમાં ઘણાં બીજોરાનાં ફળો સમાઇ શકે છે, એ બીજોરાનાં વર્તતાં પોલાણમાં હરડે રહી શકે છે, હરડેનાં પોલાણ ભાગોમાં ચણીબોર રહી શકે છે, બોરનાં પોલાણમાં ચણા સમાઇ શકે છે, ચણાનાં આંતરામાં તલ, તેના આંતરામાં સરસાદ સૂક્ષ્મ-સૂક્ષ્મતર વસ્તુઓ સમાઇ શકે છે; તો પછી એક અતિ સૂક્ષ્મપરિણામી આકાશપ્રદેશો વાલાગ્રંથી ભરેલા પ્યાલામાં અસ્પષ્ટપણે રહે તે કેમ ન સંભવી શકે? બીજું ઉદાહરણ લઇએ,-સ્થૂલદૅષ્ટિએ અત્યંત ઘન-નક્કરમાં નક્કર એવા સ્થંભમાં પણ સેંકડો ખીલીઓનો સમાવેશ ખુશીથી થઇ શકે, તો પછી આ પલ્યમાં અસ્પષ્ટ આકાશપ્રદેશોનો સદ્ભાવ કઇ રીતિએ ન સંભવી શકે ? અર્થાત્ સંભવે જ.
આવા દશ કોડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર-પલ્યોપમે સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ તથા સાગરોપમ, બાદર ક્ષેત્રપલ્યોપમ–સાગરોપમથી અસંખ્યગુણ પ્રમાણવાળાં છે. આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમ ત્રસાદિ એટલે હાલતા ચાલતા જીવોનું પરિમાણ દર્શાવવામાં ઉપયોગી જણાવ્યાં છે. ॥ इति सूक्ष्मक्षेत्रपल्योपमस्वरूपम् ॥
॥ ए प्रमाणे पल्योपम -सागरोपमनुं विवरण समाप्त थयुं ॥
આ પ્રમાણે સમયથી પ્રારંભી પલ્યોપમ તથા સાગરોપમ સુધીનું સ્વરૂપ જણાવાયું.
હવે સાગરોપમથી અધિક ગણાતો જે કાળ ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ, તેને દર્શાવાય છે અને સાથે સાથે તેમાં વર્તતા ભાવોનું કિંચિત્ સ્વરૂપ પણ કહેવાય છે;—
अवसर्पिणीस्वरूपम्
દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી અને તેટલા જ કાળ પ્રમાણની એક ઉત્સર્પિણી થાય છે, એમ શાસ્ત્રકારોએ કહેલું છે.
આ અવસર્પિણી અને ઉત્સર્પિણી અનાદિ-સંસિદ્ધ એવા છ છ પ્રકારના આરાના [યુગના] ભેદથી પરિપૂર્ણ થાય છે. અવસર્પિણીના છ આરા ક્રમાત્ હીનહીન ભાવવાળા હોય છે. આવી અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ ભૂતકાળમાં અનંતી વહી ગઇ અને ભવિષ્યમાં અનંતી પસાર થઇ જશે ! આ ઘટમાળ તથાવિઘ જગત્ સ્વભાવે ચાલુ જ છે.
५४. 'तत्थ णं चोअए पण्णवगं एवं वयासी- अस्थि णं तस्स पल्लस्स आगास-पएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा ? हंता अत्थि, जहा को दिट्टंतो ? से जहानामणाए कोट्ठए सिया कोहंडाणं भरिए तत्थ णं माउलिंगा पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता तेवि माया, तत्थ णं आमलगा पक्खित्ता तेवि माया, तत्त्व णं बयरा पक्खित्ता तेवि माया, तत्थ णं चणगा पक्खित्ता ते वि माया, तत्थ णं तिला ( मुग्गा ) य पक्खित्ता ते वि माया, तत्त्व णं गंगावालुआ पक्खित्ता सा वि माया, एवमेव एएणं दिट्टंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा' इति ॥
અનુયોગદ્વાર સૂત્ર ૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org