________________
अवसर्पिणीनुं स्वरुप
३१
એ અવસર્પિણી–ઉત્સર્પિણી પૈકી પ્રથમ અવસર્પિણીના છ આરાનું સ્વરૂપ દર્શાવાય છે.
१. सुषम - सुषम - आरो- - સુખ સુખ. જેમાં કેવલ સુખ જ વર્તતું હોય તે. આ આરો સૂક્ષ્મઅદ્વા ૪ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય ૩ પલ્યોપમ અને શરીરની ઊંચાઇ ૩ ગાઉની હોય છે. આ આરાના મનુષ્યો ત્રીજે ત્રીજે દિવસે એક તુવરના દાણા પ્રમાણ કલ્પવૃક્ષનાં પત્ર-પુષ્પફળાદિનો આહાર કરે છે, અને તેટલા પ્રમાણ આહારના તથાવિધ સત્ત્વથી તેઓને ત્રણ દિવસ
સુધી ક્ષુધા લાગતી પણ નથી. આ આરામાં વર્તતા મનુષ્યોની પાંસળીઓ ૨૫૬ હોય છે. કૃપા
ro
૨. સુષમ ગો— જે આરો સુખમય છે એટલે કે પ્રથમ આરાની અપેક્ષાએ સુખ અલ્પ હોય છે તો પણ આ આરામાં દુઃખનો અભાવ છે. આ આરો ત્રણ કોડાકોડી (સૂર્વ અ૦) સાગરોપમનો છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય ૨ પલ્યોપમ, શરીરની ઊંચાઇ ૨ ગાઉ અને પાંસળીઓ ૧૨૮ હોય છે. આ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બબે દિવસને આંતરે ખાવાની ઇચ્છા થાય છે; અને ઇચ્છાની સાથે બોર પ્રમાણ વસ્તુઓનો આહાર કરી તૃપ્તિને પામે છે.
૩. સુષમ—દુઃષમ—ગારો— જેમાં સુખ અને દુઃખ બન્ને હોય તે. એટલે કે સુખ ઘણું અને દુઃખ થોડું હોય તેવો કાળ તે અવસર્પિણીનો ત્રીજો આરો સમજવો. આ આરાનો કાળ બે ગરોપમનો છે. આ આરાના પ્રારંભમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યોપમ, દેહની ઊંચાઇ ૧ ગાઉની અને પાંસળીઓની સંખ્યા ૬૪ હોય છે. આ મનુષ્યો બોરથી વિશેષ પ્રમાણવાળું જે આમળું તેટલા પ્રમાણનો આહાર એકેક દિવસને આંતરે ગ્રહણ કરે છે.
આ ત્રણે આરામાં અહિંસકવૃતિવાળાં ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો (ચતુષ્પદો અને ખેચરો) અને મનુષ્યો યુગલધર્મી હોય છે. એટલે તથાવિધ કાળબળે જ સ્ત્રીપુરુષ [નર–માદા] બન્ને જોડલે જ ઉત્પન્ન થાય, અને તે તે ક્ષેત્રયોગ્ય દિવસો વ્યતીત થયે, તે જ યુગલ પતિ-પત્નીરૂપે સર્વ વ્યવહાર કરે. તથાવિધ કાળપ્રભાવે યુગલિક મનુષ્યનો આ જ ધર્મ હોય છે, પરન્તુ કોઈ પણ બે પુરુષ કે બે સ્ત્રી અથવા એકલો પુરુષ કે એકલી સ્ત્રી ઉત્પન્ન ન થાય. આવી રીતે ઉત્પન્ન થયેલાં બાળકબાળિકાનો પતિપત્ની તરીકેનો સંબંધ, કે પ્રેમ વિવાહ વિના પણ ટકી રહે છે તેથી જ તે ‘યુગલિકધર્મી’ કહેવાય છે. આ યુગલિકો વજઋષભનારાચસંઘયણના ધારક, સમચતુરસ્ત્રસંસ્થાનવાળા હોય છે. અનેક પ્રકારનાં ધાન્યનો સદ્ભાવ છતાં તેને નહિ વાપરતાં દશ પ્રકારના કલ્પવૃક્ષથી પોતાના સર્વ વ્યવહારને ચલાવનારા હોય છે. આ યુગલિકક્ષેત્રની ભૂમિ ક્ષુદ્રજંતુઓના ઉપદ્રવથી તથા ગ્રહણાદિ સર્વ ઉલ્કાપાતોથી રહિત છે અને શરીરે તદ્દન નીરોગી હોવા સાથે જુદાં જુદાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષોથી સર્વ પ્રકારનો નિર્વાહ કરે છે.
એ કલ્પવૃક્ષનાં ૧ મત્તાંગ, ૨ ભૃતાંગ, ૩ ટિતાંગ, ૪ જ્યોતિરંગ, ૫ દીપાંગ, ૬ ચિત્રાંગ,
૫૫.
सुसम सुसमा य सुसमा, सुसम दुसमा य दुसम सुसमा य । दुसमा यदुसमदुसमा वसप्पिणुसप्पिणुक्कमओ ||१|
[કાલસપ્તતિકા]
૫૬. વર્તમાન યુદ્ધમાં પણ સૈનિકોને એવા પ્રકારનાં સત્ત્વવાળી ગોળીઓ આપવામાં આવે છે કે જેથી તેમને એક એક અઠવાડિયા સુધી ક્ષુધા લાગતી નથી તો પછી કુદરતી શક્તિનું શું પૂછવું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org