________________
'समय' नामना कालथी लइ ठेठ शीर्षप्रहेलिका सुधीना कालनुं स्वरूप
२१
શ્વાસોચ્છ્વાસ નીરોગી, સુખી અને યુવાવસ્થાને પામેલો હોય તેવા પુરુષનો લેવો, પરંતુ રોગી કે દુઃખી “માણસનો શ્વાસોચ્છ્વાસ ન લેવો; કારણકે તેના શ્વાસોચ્છ્વાસ અનિયમિતપણે ચાલતા હોય છે.
૩૩
ઉચ્છ્વાસ તે ઊર્ધ્વગમનવાળો અને નીચે મૂકીએ તે અધોગમનશીલ જૈનિઃશ્વાસ જાણવો. એ ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ બન્ને મળીને પ્રાણ [શ્વાસોચ્છ્વાસ] થાય છે. [આ એક શ્વાસોચ્છ્વાસમાં અથવા એક પ્રાણમાં ૧૭થી અધિક ૧૭૧૩પ ક્ષુલ્લકભવ થાય છે.] એવા સાત પ્રાણ જેટલા કાળને ૧ સ્ટોક કહેવાય, એવા ૭ સ્તોકે [૪૯ પ્રાણે] ૧ લવ થાય, એવા ૭૭ લવ થાય ત્યારે ૧ મુહૂર્ત થયું કહેવાય. આ મુહૂર્તો ચંદ્રમુહૂર્ત અને સૂર્યમુહૂર્ત એમ બે પ્રકારનાં છે. એ મુહૂર્તમાં એક સમય ઓછો હોય તે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાય. અને નાનામાં નાનું (જઘન્ય) અંતર્મુહૂર્ત ૨ થી ૯ સમયનું હોય છે, ૧૦ સમયથી લઈને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તમાં એક સમય ન્યૂન પર્યંત મધ્યમ અન્તર્મુહૂર્ત ગણાય છે. એથી આ અન્તર્મુહૂર્ત અસંખ્ય પ્રકારે' છે એમ સિદ્ધાંતોમાં કહેલું છે તે બરાબર ઘટી શકે છે. ૩૦ મુહૂર્ત [૬૦ ઘડી]નો ૧ સૂર્ય-દિવસ થાય, આવા ૧૫ સૂર્ય-દિવસનો ૧ સૂર્યપક્ષ થાય છે અને ૧૫ ચાન્દ્ર-દિવસનો પણ ૧ ચાન્દ્ર-પક્ષ કહી શકાય છે, જેને વ્યવહારમાં પખવાડિયું' કહેવાય છે. એવાં બે પખવાડિયે ૧ માસ થાય, ૧૨ માસે ૧ સૂર્ય-સંવત્સર થાય, પાંચ સૂર્ય–સંવત્સરનો ૧ યુગ થાય, ૮૪ લાખ સૂર્યસંવત્સરે ૧ પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગે ૧ પૂર્વ, ૮૪ લાખ પૂર્વે ૧ ત્રુટિતાંગ થાય, [આટલું આયુષ્ય શ્રી ઋષભદેવસ્વામીનું હતું.] ૮૪ લાખ ત્રુટિતાંગે-૧ ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિને ૧ અડડાંગ, એમ ચોરાશી લાખ ચોરાશી લાખે ગુણાકાર કરતાં શીર્ષપ્રહેલિકા આવે. જેમકે “અડડાંગ, અડડ, અવવાંગ, અવત, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નિલનાંગ, નલિન, અર્થનપૂરાંગ, અનપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા થઈ. ત્યારબાદ અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ થાય છે, જેનું સ્વરૂપ કહેવાય છે,
૩૧. ‘હટ્ટમ્સ બળવાનમ્સ, નિરુવકિત્ત જંતુળો | પુરો કલાસ નીસામે પુસ પાળુત્તિ વુદ્ઘ | ૩૨. ‘સોડન્તર્મુહ ઉચ્છ્વાસઃ' ‘વહિÉવસ્તુ નિઃશ્વાસ:' । [હૈમજોષ]
૩૩. કાળનું વિશેષ વર્ણન તંતુજીવૈવારિજ, જાતો, ખંવૃદ્વીપપ્રજ્ઞપ્તિ, ન્યોતિરંડળ ઇત્યાદિ ગ્રંથોમાં વિસ્તારથી આપેલું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોવું.
૩૪. ચંદ્રમુહૂર્ત પછી રાત્રિનાં મુહૂર્તોનાં નામો જુદા જુદા પ્રકારોવાળાં છે તે તથા સૂયન—દક્ષિણાયનાદિ પ્રકારોનું વિસ્તૃત સ્વરૂપ ‘ાનોપ્રશ'માંથી જોવું.
૩૫. “પુનતુડિયાડડાવવર્તુહૂવ, તહ-૩૫તે ય-પણમે હૈં । અઠ્ઠાવીસું ચ ાળા, વણળવયં હોડ્ ળ-સયં’ ૩૬. જ્યોતિષ્કરણ્ડકાદિ અન્ય ગ્રંથોમાં આ સંખ્યાનાં નામો જુદી રીતે કહેલાં છે.
૩૭. બાજના પ્રચલિત ગણિતની પેઠે જૈનશાસ્ત્રમાં ૧૮ અંક સુધીની જ સંખ્યા કે તેનાં નામો નથી, પરંતુ ૧૯૪, અથવા માંતરે ૨૫૦ અંક સુધીની સંખ્યાઓ તેના નામો સાથે છે. એમાં એક મતે શીર્ષપ્રહેલિકાનો અંક, ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬, આ ૫૪ આંકડાઓ ઉપર ૧૪૦ મીંડાં જેટલો થાય છે, અર્થાત્ કુલ ૧૯૪ અંક-પ્રમાણ છે. આ પ્રમાણે માથુરીવાચના પ્રસંગે અનુયોગદ્વારમાં કહેલ છે. શ્રીભગવતીજી, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગાદિ આગમ ગ્રંથોમાં આ જ અભિપ્રાય જણાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org