________________
ર૦
संग्रहणीरल.(बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 'बिसस्य बाला इव दह्यमाना, न लक्ष्यते विकृतिरिहाग्निपाते ।
तां वेदयन्ते मितसर्वभावाः, सूक्ष्मो हि कालोऽनुमितेन गम्यः ॥१॥ અર્થ :– કમળ નાળના તંતુઓ અગ્નિ સંયોગે દહ્યમાન થવા છતાં આપણને જણાતા નથી, તેમજ તેના વિકારરૂપ જે રાખ તે પણ ચર્મચક્ષુથી દષ્ટિગોચર થઈ શકતી નથી, તથાપિ સર્વ ભાવોને જાણનારા સર્વજ્ઞ–પરમાત્માઓ તો તે વિકારાદિને જાણે છે. તે જ પ્રમાણે સૂક્ષ્મકાળને સર્વજ્ઞો તો જાણે જ છે પણ આપણા માટે તો તે અનુમાનથી જ જાણવા યોગ્ય છે.
એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો ખ્યાલ આપવા શાસ્ત્રમાં નીચે મુજબ દષ્ટાંતો આપ્યાં છે.
નિમેષ (આંખનો પલકારો) માત્ર થતાં જેટલો કાળ લાગે છે, તે કાળનો અસંખ્યાતમો ભાગ તેને સમય કહેવાય છે, અર્થાત્ એક આંખના પલકારામાં અસંખ્યાતા સમયો થાય છે.
તે ઉપર દષ્ટાંત આપેલું છે કે કોઈ તરુણ પુરુષે કોઈ પણ અતિજીર્ણ વસ્ત્રને જોરશોરથી શીઘ્ર ફાડી નાંખ્યું. એ વખતે એ વસ્ત્રનાં એક તંતથી બીજા સંતને ફાડવામાં અસંખ્ય સમય વીત્યા હોય છે. તો પછી કલ્પના કરો કે તે જીર્ણ વસ્ત્રને આખું ફાટતાં તો કેટલા સમય વીતી જાય ?
અથવા બીજી રીતે વિચારીએ તો સેંકડો કમળનાં પત્રોને કોઈ બળવાન પુરુષ સ્વસામ વડે તીણ ભાલો ઉપાડીને તે સોએ પાંદડાંને એક સાથે ભેદી નાંખે, તેમાં એ ભાલો એક પત્તાને ભેદી બીજા પર્ણમાં ગયો, તેટલામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય છે. ભેદનારને ચૂલદષ્ટિથી એમ જ લાગે છે કે મેં એકીસાથે જ વસ્તુભેદ કર્યો, પરંતુ સૂક્ષ્મદષ્ટિવાળા સર્વજ્ઞો અસંખ્યાતા સમય વ્યતીત થયા છે, એમ જ્ઞાનથી જાણે છે.
આવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ તે સમય છે.
પૂર્વે કહેલા વર્ણનવાળા સમયો ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલા થાય ત્યારે એક આવલિકા થાય છે. આવી ૨૫૬ આવલિકા જેટલું આયુષ્ય સૂક્ષ્મ-નિગોદાદિ જીવોનું હોય છે, એથી અલ્પ આયુષ્ય કોઈપણ જીવનું હોતું જ નથી. આ કારણથી ૨૫૬ આવલિકા જેટલો કાળ એક ક્ષુલ્લક—ભવરૂપે લેખાય છે. એક મુહૂર્તમાં એવા ૬૫૫૩૬ ક્ષુલ્લકભવો થાય, કારણકે એક મુહૂર્તમાં ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓ હોય છે. ૪૪૪૬૨૪૫૮ આવલિકા જેટલો કાળ તે એક પ્રાણ વા શ્વાસોચ્છવાસ કહેવાય છે. અહીંઆ
૩૭૭૩ ૨૯. “ની રે કિમને, તરુન વતીયસ | છાનેન યાવતા તનુષુટત્યે નાતુર: ”
‘સંવતમો માળો, ચ: ચાહાતસ્ય તાવત: | સમયે સમય: સૈષ, તિસ્તત્ત્વવિધિઃ ||' 'तस्मिँस्तन्तौ यदेकस्मिन्पक्ष्माणि स्युरनेकशः । प्रतिपक्ष्म च संघाताः, क्षणच्छेद्या असंख्यशः ।।' 'तेषां क्रमात्छेदनेषु भवन्ति समयाः पृथक् । असंख्यैः समयैस्तत् स्यात्तन्तोरेकस्य भेदनम् ॥"
લોકપ્રકાશ ગર્ગ ૨૮] gવં પત્રશતોÀથે વધુનેષ | માવ્યાWપુષ્ટિવાયાં વાસંઘેયા: સમય યુઃ || કિાલલોક.) उक्तं च-'एगा कोडी सतसट्ठी लक्खा सत्तहुत्तरी सहस्सा य ।
दोय सया सोलहिया आवलिया इग मुहुत्तम्मि ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org