________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह । મહાનુભાવો! વિચારો, એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમયો ચાલ્યા જાય તો સમયરૂપ કાળ કેટલો સૂક્ષ્મ હશે? આ વાત સામાન્ય બુદ્ધિવાળાઓને આશ્ચર્યનો ઉદ્ભવ કરનારી છે, પરંતુ વીતરાગ પરમાત્માનું વચન અન્યથા હોતું જ નથી. “वीतरागा ही सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद्वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ।।"
અર્થ – રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ પરમાત્માઓ કદાપિ, અસત્ય પ્રતિપાદન કરવાનાં કારણોથી રહિત હોવાથી અસત્યનું પ્રતિપાદન કરતા જ નથી, માટે તેઓનું વચન “યથાર્થ–સાચું છે.”
આ કાળ એ દ્રવ્ય છે તથાપિ પ્રદેશોના સમુદાયરૂપ ન હોવાથી તેને ધમસ્તિકાયની માફક “અસ્તિકાય કહેલ નથી. વાસ્તવિક રીતે વિચારતાં આ કાળ ભેદોના અભાવવાળો છે એટલે કાળના ભેદો નથી, તો પણ નિશ્ચય અને વ્યવહારરૂપે બે ભેદો શાસ્ત્રોમાં કહ્યા છે. ગત્યુપકારક ધમસ્તિકાય અને સ્થિત્યુપકારક અધમસ્તિકાયની માફક આ કાળ દ્રવ્ય પણ ઉપકારી છે. અને એ જ વાતને શ્રી તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં ‘વર્તના પરિણામ ક્રિયા પરત્વીપરત્વે વાનસ્ય' એ સૂત્ર ઉપર સમર્થ ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજે સવિસ્તર વ્યાખ્યાથી સિદ્ધ કરી છે. જેનું સ્વરૂપ શરૂઆતના અભ્યાસી માટે અતિકઠિન હોવાથી અહીં આપ્યું નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. અહીં તો વ્યાવહારિક કાળ દર્શાવવાનું પ્રયોજન હોવાથી વ્યાવહારિક કાળનું સ્વરૂપ જ સંક્ષેપમાં અપાય છે.
વ્યાવહારિક કાળ એટલે શું? કહ્યું છે કે'ज्योतिःशास्त्रे यस्य मानम्, उच्यते समयादिकम् । स व्यावहारिककालः, कालवेदिभिरामतः ॥'
આ વ્યાવહારિક કાળ સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા (સંખ્ય), અસંખ્ય અને અનંત સુધી અથવા શીર્ષપ્રહેલિકાથી પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળચક્ર, પુદ્ગલપરાવતદિ અનેક પ્રકારે છે.
આ વ્યાવહારિક કાળ મનુષ્યક્ષેત્રવર્તી તિર્થો ૪૫00000-પીસ્તાલીસ લાખ યોજનપ્રમાણ અને ઉધ્વધઃ ૧૮00 યોજન પ્રમાણ ક્ષેત્રમાં હોવાનું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ છે. વ્યાવહારિકકાળ સંબંધી
૨૫. આજના વૈજ્ઞાનિકો એક મિનિટના કરોડોમાં ભાગનું જ્ઞાન ધરાવે તો, ક્ષણભર વિચાર કરીએ કે સામાન્ય માનવી જડ યંત્રની મદદ વડે મિનિટનો કરોડોમો ભાગ સમજી શકે તો ત્રિકાલદર્શ પુરુષો તેથી અતિ સૂક્ષ્મ સમયને જ્ઞાનથી કહે ને જાણે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન જ શું હોય? ૨૬. તસ્મતુ માનુષત્તો-વ્યાપ રૂ સમય અ દ |
एकत्वाच्च स कायो, न भवति कायो हि समुदायः ।।१।। 'समयाद्याश्च कालस्य, विशेषाः सर्वसंमताः । जगप्रसिद्धाः संसिद्धाः, सिद्धान्तादिप्रमाणतः ॥१॥ 'लोगाणुभाव-जणिअं जोइस-चक्कं भणंति अरिहंता | सव्वे कालविसेसा, जस्स गइ विसेसनिष्फन्ना' ।।
જ્યોતિષ્કરંડકો 'लोकानुभावतो ज्योतिष्चक्र भ्रमति सर्वदा । नृक्षेत्रे तद्गतिभवः, कालो नानाविधः स्मृतः ॥' "सूर्यादिक्रियया व्यक्तीकृतो नृक्षेत्रगोचरः । गोदोहादिक्रियानिळपेक्षोऽद्धाकाल उच्यते ।।' "यावत्क्षेत्रं स्वकिरणैश्चरन्नुद्योतयेद्रविः । दिवसस्तावति क्षेत्रे परतो रजनी भवेत् ।।"
લોકપ્રકાશ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org