________________
વિદોઢ છે તે
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તદ્વીપ –તેની દેવીઓનું
પત્તિર્યાપલ્યોપમ તુતો, પણ
ઉત્તરો ઉત્તર તિ િત્રણ
હૃતિ હોય છે વારિ=ચાર
શિ=ળે પત્તિયાઝુંપલ્યોપમ
કેસૂST=કાંઈક ન્યૂન સઠ્ઠાડું અધ સહિત
તવી તેમની દેવીઓનું રેસા બાકીની
સદ્ધપતિયં અધોં પલ્યોપમ નવ-નિઝાયાણં નવ નિકાયનું
ફેસૂi=કાંઈક ન્યૂન હારિ=દક્ષિણ
મા મુ=આયુષ્ય
ઉો ઉત્કૃષ્ટ ગથાર્થ – ચમરેન્દ્ર અને બલીન્દ્રનું અનુક્રમે સાગરોપમ તેમજ સાગરોપમથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય. તે બંને ઇન્દ્રોની દેવીઓનું અનુક્રમે સાડાત્રણ પલ્યોપમ તથા સાડાચાર પલ્યોપમ, બાકી રહેલા નવ નિકાયના દક્ષિણ દિશામાં રહેલા ભવનપતિ દેવોનું દોઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના ભવનપતિ દેવોનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને તેમની દેવીઓનું અનુક્રમે અધ પલ્યોપમ તેમજ કાંઈક ન્યૂન એક પલ્યોપમ-પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ૩-૪ના
વિરોષાર્થ – ભવનપતિ દેવો દશ પ્રકારના છે, જે વાત ૧૯મી ગાથા-પ્રસંગે ગ્રંથકાર કહેવાના છે. ભવનપતિની એ દશેય નિકાયને વિષે, દક્ષિણ દિશા તરફનો અને ઉત્તર દિશા તરફનો, એમ એકેક નિકાયમાં બે બે વિભાગો જોડલે રહેલા છે. એ પ્રમાણે દશે નિકાયના મળી વીશ વિભાગો છે. પ્રત્યેક વિભાગના મધ્યે ઈન્દ્રનો એક એક નિવાસ છે. એમ વીશ વિભાગના મળી એકંદર વીશ ઇન્દ્રો ભવનપતિનિકાયના કહેલા છે. તેમાં પહેલા અસુરકુમાર નિકાયને વિષે દક્ષિણ દિશાના વિભાગમાં રહેનાર અસુરકુમાર દેવોના અધિપતિ ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. એ જ અસુરકુમાર નિકાયની ઉત્તર દિશાના ઈન્દ્ર બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી કાંઈક વિશેષ છે. અમરેન્દ્રની ઈંદ્રાણીનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાડાત્રણ* પલ્યોપમનું છે, અને બલીન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાડાચાર પલ્યોપમનું છે.
એ પ્રમાણે પહેલા નિકાયના દક્ષિણેન્દ્ર તથા ઉત્તરેન્દ્રની આયુષ્ય સ્થિતિ કહી. બાકીના નવ નિકાયના દક્ષિણેન્દ્રો તથા ઉત્તરેન્દ્રોની સ્થિતિ કહે છે.
દક્ષિણ દિશા તરફના નવે નિકાયના ધરણેન્દ્ર પ્રમુખ નવ ઇન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યોપમનું જાણવું, એટલે તે પ્રત્યેક ઇન્દ્રોની આયુ-સ્થિતિ સમાન છે. એ પ્રમાણે ઉત્તર દિશા તરફના નવે નિકાયના ભૂતાનન્દ-પ્રમુખ નવે ઇન્દ્રોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ દેશે એટલે કંઈક ઊણા બે પલ્યોપમની જાણવી. વળી દક્ષિણ દિશાના ધરણેન્દ્ર પ્રમુખ નવે ઈન્દ્રોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય
૨૪. દરેક નિકાયમાં પર્યાલોચન કરીશું તો દેવો કરતાં દેવીઓનું આયુષ્ય બહુ ઓછું જણાશે. એનું કારણ વિચારતા લાગે છે કે દેવલોક એ ભોગલોક છે, તેથી ઉત્કૃષ્ટાયુષી દેવોના જીવનકાળ દરમિયાન અનેક નવનવી દેવીઓના સંયોગ ને વૈષયિક સુખોનાં ભોગવટા માટે તે આવશ્યક છે અને તે દ્વારા દેવો પૂર્વનાં પુણ્યનો ભોગવટો કરી નાંખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org