________________
ઉ૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગતરણ જે પ્રમાણે “ઉદ્દેશ હોય તે મુજબ જ નિર્દેશ થઈ શકે એ ન્યાયને અનુસાર દેવોનાં સ્થિતિ પ્રમુખ દ્વારની શરૂઆત કરતાં ગ્રન્થકાર ભગવાનું પ્રથમ ચાર પ્રકારના દેવો પૈકી ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ અર્ધ ગાથાવડે વર્ણવે છે – दसवाससहस्साई भवणवईणं जहन्नठिई ॥२॥
સંસ્કૃત છાયા – दशवर्षसहस्राणि, भवनपतीनां जघन्या स्थितिः ॥२॥
શબ્દાર્થ – સ-દસ
અવનવM=ભવનપતિ દેવોની વાસ-વર્ષ
નહ#=જઘન્ય-ઓછામાં ઓછી સદસાડું હજારો
રિસ્થિતિ ભાવાર્થ ભવનપતિ દેવોની જઘન્ય આયુષ્યસ્થિતિ દશ હજાર વર્ષ પ્રમાણ હોય છે. રા.
વિશોષાર્થ – અસુરકુમારાદિક દશે પ્રકારના ભવનપતિ દેવોની તથા તેની દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. એથી જૂન આયુષ્યસ્થિતિ ભવનપતિનિકાયમાં હોતી નથી.
૨૨. પ્રશ્ન :–દેવ એટલે શું? કારણ કે સિદ્ધાંતમાં દેવો પાંચ પ્રકારના કહેલા છે તો અત્ર તમે ક્યા દેવ સંબંધી વર્ણન કરવા ઈચ્છો છો ?
ઉત્તર :–જો કે સિદ્ધાંતમાં દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદિવ, દેવાધિદેવ અને ભાવ દેવ એમ પાંચ પ્રકારે દેવ કહ્યા છે તેમાં–--
(૧) દ્રવ્યદેવ–એટલે શુભકર્મ કરવાારા દેવગતિ સંબંધી આયુષ્યનો બંધ પાડી દીધો હોય તે મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય.
(૨) નરદેવ તે સાર્વભૌમ ચક્રવર્તી રાજા, જેને ચૌદ રત્ન, નવ નિધિ તેમજ છ ખંડનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલ હોય છે. અન્ય મનુષ્યો કરતાં જે પૌગલિક ઋદ્ધિમાં સર્વોત્તમ વર્તે છે.
| (૩) ધર્મદિવ—જેઓ શ્રીતારક જિનેશ્વર દેવના પુનિત પ્રવચનના અર્થને અનુસરનારા અને ઉત્તમ પ્રકારના શાસ્ત્રોક્ત આચારને પાળનારા આચાર્યમહારાજાદિ.
(૪) દેવાધિદેવ–ને તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓ પોતાની સુધાસમી વાણીથી ભવ્યાત્માનો ઉપર અસીમ ઉપકાર કરે છે તેવા પરમપૂજ્ય-સર્વોત્તમ આત્માઓ.
(૫) ભાવેદેવ—જેઓ નાના નાના પ્રકારની ક્રીડા કરવામાં લુબ્ધ છે અને દેવગતિ નામકર્મનો ઉદય તેમજ દેવાયુષ્યને વેદી રહેલા છે તે પ્રથમના જે ચાર દેવ છે તે આપેક્ષિક દેવો છે, પરંતુ અહીં તો ઉપર જણાવ્યા પ્રમાણે ભાવદેવ જ લેવાના છે. અર્થાત્ – 'दीव्यन्तीति देवाः, स्वच्छन्दचारित्वात् अनवरतक्रीडासक्तचेतसः क्षुत्पिपासादिभिर्नात्यन्तमाघ्राता इति । द्योतन्ते वा भास्वरशरीरत्वादस्थिमांसाहप्रबन्धरहितत्वात् सर्वाङ्गोपाङ्गसुन्दरत्वाच्च देवाः ||
“જેઓ સ્વચ્છેદપણે નિરંતર ક્રિીડામાં આસક્ત ચિત્તવાળા છે, ક્ષુધાતૃષા જેઓને ઘણી જ ઓછી લાગે છે, દેદીપ્યમાન અને હાડ–માંસ–રુધિરાદિ ધાતુઓથી રહિત વૈક્રિય શરીર હોવા સાથે જેઓ સવાંગસુંદર છે, તેઓને જ દેવ કહેવાય છે, અને અહીં તેવા દેવોની વ્યાખ્યાનું પ્રકરણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org