________________
भवनपति देव-देवीनी जघन्य तथा उत्कृष्ट आयुष्य स्थिति
9′
પ્રથમ ભવનપતિ એટલે મવનવસનશીના તિ ભવનવતવઃ' અર્થાત્ ભવનોમાં વસનારા તે ભવનપતિ કહેવાય છે, જો કે અસુરકુમાર પ્રથમ નિકાયના દેવો ગૈબહુલતાએ સ્વકાયમાન–પ્રમાણવાળા પરમરમણીય ચારે બાજુ ભિત્યાદી આવરણ વગરના ખુલ્લા મહામંડપો હોય છે તેમાં રહેનારા છે, ભવનોમાં તો કદાચિત્ નિવાસ કરે છે, અને બાકીની નાગકુમારાદિ નિકાયના દેવો પ્રાયઃ કરીને ભવનોમાં વિશેષે રહે છે અને કદાચિત્ આવાસોમાં હોય છે, તથાપિ સામાન્યતઃ મોટો ભાગ ભવનોમાં વસનારો હોવાથી તે ભવનપતિ દેવો તરીકે ઓળખાય છે. [૨]
અવતરળ :— બે ગાથાથી ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ વર્ણવે છે— तद्देवीणं तु तिन्नि चत्तारि ।
चमर - बलि-सारमहिअं,
=
पलियाई सङ्घाई, सेसाणं नव-निकायाणं
॥૩॥
.
दाहिण दिवड - पलियं, उत्तरओ हुंति दुन्नि देसूणा । तद्देवी – मद्धपलियं, देसूणं आउमुक्कोसं ॥४॥ સંસ્કૃત છાયા :
चमरबलिनोः सागरमधिकं तद्देवीनां तु त्रीणि चत्वारि । पल्यानि सार्धानि, शेषाणां नव-निकायानाम् 11311 दाक्षिणात्यानां द्वयर्द्धपल्यं, उत्तरतो भवतो द्वे देशोने । तद्देवीनामर्द्धपल्यं, देशोनमायुरुत्कृष्टम् ॥४॥
શબ્દાર્થ :
સમરચમરેન્દ્ર
વણબલીન્દ્ર
Jain Education International
સાગરમુસાગરોપમ ઝહિ=અધિક
૨૩. પ્રશ્ન :સ્વર્ગવાસી થયેલ કોઈ પણ જીવ મનુષ્યઅવતારે તરત અવતરી શકે ?
ઉત્તર ઃ—સ્વર્ગલોક અર્થાત્ દેવભૂમિમાં ગયેલા જીવને ઓછામાં ઓછું દસ હજાર વર્ષની આયુષ્યસ્થિતિ
ભોગવવાનું સ્થાન ભવનપતિ તથા વ્યંતરનિકાયમાં છે. એટલી અથવા એથી વધારે (એટલે જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેટલી) સ્થિતિ ભોગવીને પછી વે, પરંતુ ઓછામાં ઓછી દસ હજાર વર્ષની જઘન્યસ્થિતિ ભોગવ્યા વિના નિશ્ચયથી મરે નહિ. આજકાલ ‘અમુક આત્મા દેવલોક પામ્યો' એમ દુનિયા કહેવા તૈયાર થાય છે અને એ જ સ્વર્ગે ગયેલાઓનો જન્મ તુરતમાં જ અમુક સ્થાને અમુકને ત્યાં થયો ઇત્યાદિ ભવિષ્યાભિપ્રાયો સંબંધી ચર્ચાનો ઉહાપોહ વર્તમાનપત્રોમાં પણ છપાય છે, પરંતુ એ વાત ઉચિત નથી. જો તેઓનું ‘સ્વર્ગગમન,’ તે દેવલોક સ્થાન સમજીને કહેવાતું હોય તો તે દેવલોકમાં જનારા જીવને દેવશય્યામાં ઉત્પન્ન થયા બાદ ઓછામાં ઓછું દસ હજાર વર્ષ તો રહેવું જ પડે છે. તેવી ભવનપતિ કે વ્યંતરની જાતિમાં ઉત્પન્ન થયો હોય તો, મનુષ્યરૂપે તુરત ક્યાંથી જન્મી શકે ? હા, મનુષ્યલોકમાંથી જો તેણે પૂર્વે મનુષ્યગતિ યોગ્ય આયુષ્યાદિનો બન્ધ પાડેલ હોય તો મનુષ્યભવમાં કોઈ પણ સ્થાને તે જીવ ઉત્પન્ન થઈ શકે એ વાત સંભવિત ગણવી યોગ્ય છે, પરંતુ મનુષ્યભવમાંથી સ્વર્ગે ગયેલ આત્મા મૃત્યુ પામી તુરત (દશ હજાર વર્ષ અગાઉ) જ મનુષ્યરૂપે જન્મ લઈ શકે, એ વાત પરમતારક શ્રીસર્વજ્ઞભગવંતનો સિદ્ધાંત માન્ય રાખતો નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org