________________
लोभने वश थएला सभूम चक्रवर्ती
ન
અનુભવીએ છીએ કે ઈષ્ટસિદ્ધિને માટે પ્રયાણ કરનાર વ્યક્તિ દહીં વગેરે સારાં સારાં માંગલિકરૂપે કથન કરાતાં દ્રવ્યોનું ભોજન કરીને પ્રયાણ કરવા છતાં, અતિશય આહારાદિના કારણે માર્ગમાં જ અજીર્ણાદિ વ્યાધિ થતાં ઈષ્ટકાર્યસિદ્ધિ થતી જોવાતી નથી. અરે ! આપણે એક સામાન્ય દાખલો અપેક્ષા રાખી વિચારીએ, વાદી અને પ્રતિવાદી બંને
| વિજય મેળવવાની આશાએ સારાં સારાં દ્રવ્યમંગલો કરી ન્યાયાલયે જવા ८. सुभूम चक्रवर्ती
છતાં વિજય કાં તો વાદીનો અને કાં તો પ્રતિવાદીનો. બેમાંથી થવાનો તો એકનો જ. એ શું બતાવે છે કે દ્રવ્યમંગલ કાર્યસિદ્ધિ કરે ખરું યા ન પણ કરે. ચક્રવર્તી છ ખંડની સાધના અવશ્ય કરે અને એથી સાર્વભૌમપણું પ્રાપ્ત પણ થાય, આ છ ખંડની સાધના એ જ ચક્રવર્તીની સાર્વભૌમપણા સંબંધી ઉત્કૃષ્ટ મર્યાદા ! છતાં આ મર્યાદાનું ઉલ્લંઘન કરી અઢારમા અને ઓગણીસમા તીર્થંકરના વચલા કાળમાં થયેલા સુભૂમ નામના ચક્રવર્તી લોભથી સાતમો ખંડ સાધવા તૈયાર થયા. ખરેખર લોભ એ સર્વ દુઃખનું મૂળ છે! લોભને પરવશ બનેલા સુભૂમે હાથે કરીને હૈયે ચાંપવા જેવું ધાતકીખંડના ભરતખંડને સાધવાનું કાર્ય કરવા પહેલ કરી અને વિચાર કર્યો કે કોઈએ જ્યારે આવી રીતે હામ નથી ભીડી અને હું તૈયાર થયો છું માટે સારામાં સારા મંગલ કરવાપૂર્વક પ્રયાણ કરું અને કાર્યસિદ્ધિ કરું. આવી મનોગત વિચારણાની ફૂરણાથી સારામાં સારા માંગલિક પદાર્થોનો આહાર કર્યો, ત્યારબાદ ભાટ–ચારણો જયપતાકાનું સૂચન કરતાં બુલંદ અવાજે બિરદાવલી ગાવા લાગ્યા. અનેક મનોહર કાર્યસિદ્ધિનાં બીજસૂચક સૌભાગ્યવતી સન્નારીઓએ તિલકદિ સર્વ મંગલ કાર્યો પણ કર્યા. ત્યાર પછી છ ખંડ સાધીને બીજા ધાતકીખંડના ભરતખંડને સાધવાને ઉત્સુક થયો અને દેવાધિષ્ઠિત ચર્મરત્ન વડે લવણસમુદ્ર તરવાનો હોવાથી રત્નના તલિયા ઉપર સમગ્ર સૈન્યને બેસાડી ચર્મરત્નરૂપી જહાજ જ્યાં ચાલવા માંડ્યું અને થોડે દૂર ગયા, તેવામાં એકાએક એ રત્નને ઉપાડનારા દેવોના અંતરમાં એવી દુબુદ્ધિ ઉત્પન્ન થઈ કે “આ રત્નને બીજા ઘણા દેવો ઉપાડે છે ત્યારે હું ક્ષણવાર વિસામો લઈ લઉં' આવી બુદ્ધિ સમકાળે તે રત્નને ઉપાડનારા બધાય દેવોની થવાથી સહુ વિસામો લેવા ગયા અને તે જ વખતે ચક્રવર્તીના અન્ય રત્નાદિકને અંગે તેની સેવામાં રહેનારા બીજા સોળ હજારને પણ તેવી જ ભાવના પ્રગટી, તેથી તે પણ ચર્મરત્નને છોડીને ચાલ્યા ગયા, જેથી નિરાધાર થયેલું ચર્મરત્ન સમુદ્રમાં ડૂબી ગયું ને તેની સાથે જ તેની પર બેઠેલ ચક્રવર્તી સુભૂમ અને તેની સેના ડૂબી મરણશરણ થઈ. ચક્રી મરીને નરકગતિમાં ગયો.
લોભને વશ થયેલા આ ચક્રવર્તીએ વિના વિચારે પગલું ભર્યું અને કરેલ ભૂલનો દંડ ભોગવવો પડ્યો. ખરેખર લોભને થોભ નથી. લોભને પરવશ થયેલા કંઈક આત્માઓ ભૂતકાળમાં દારુણ દુઃખ-દુર્ગતિમાં ઝંપલાયા અને કંઈક આત્માઓ વર્તમાનમાં ઝંપલાઈ રહ્યા છે. જે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે– . ‘आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः ॥'
લોભ સર્વ દોષોની ખાણ, સદ્ગણોને ખાઈ જવામાં રાક્ષસ, સપ્તવ્યસનરૂપ લતાનું મૂળ અને સર્વ સંપત્તિનો પ્રતિબંધક છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org