________________
नमस्कार-नवकार मन्त्रनो महिमा अने प्रभाव "जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो ।
નસ મને નવકારો, સંસારને તસ વુિં ?” અર્થ :– જિનશાસનનો સાર ચૌદપૂર્વમાંથી ઉદ્ધત [અથવા ૧૪ પૂર્વના ઉદ્ધારસ્વરૂ૫] એવો નવકારમંત્ર જેના હૃદય-મંદિરમાં ગુંજારવ કરે છે, તેને સંસાર શું કરી શકે ?” અર્થાત્ કંઈ પણ કરવા સમર્થ નથી.
સંસારસાગરમાં ઝડપાએલો આત્મા આ નવકારમગ્નના ધ્યાનરૂપી નાવવડે ઉદ્ધાર પામે છે, એટલું જ નહિ પણ ગમે તેવા દુઃખી સંયોગમાંથી બચવા આ નવકારમંત્રનું સ્મરણ કોઈ અજબ પ્રકાશ પાડનાર થઈ પડે છે. ચૌદ પૂર્વધરો પણ અન્તકાળે પૂર્વના નવનીત સમાન નવકારમંત્રનું જ
વે છે. આ મંત્રના પ્રભાવથી કંઈક આત્માઓ સંસારસાગરને તરી ગયા અને તરશે. કંઈક આત્માઓ તો સંસારના દુઃખદાયી પાશને આ મન્વના સ્મરણદ્વારા છેદવા સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સંસારવ્યથાને નષ્ટ કરી સુખાનંદનો અનુભવ લેનારા નીવડ્યા છે. કંઈક આત્માઓ આ મત્રના સ્મરણરૂપ પ્રબલ સાધનવડે આત્મસિદ્ધિઓ પણ સાધી રહ્યા છે. આ ઉભય લોકે એટલે આ લોકે અને લોકાન્તરે [અન્ય જન્મોમાં] હિતકારી છે. કહ્યું છે કે
'हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं ।
इहलोए परलोए, सुहाण मूलं नमुक्कारो ॥१॥' અર્થ :– દુઃખને હરે છે, સુખને આપે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષી નાંખે છે. વધુ શું કહીએ? આ લોક ને પરલોકમાં સર્વ સુખનું મૂળ નવકારમંત્ર જ છે. આ પંચપરમેષ્ઠી નવકારનું સ્મરણ ગૌણપણે બાહ્ય કાર્યસિદ્ધિમાં મન્નરૂપે છે, પરંતુ મુખ્યતયા
- સંસારરૂપી વ્યાધિને મટાડવામાં મુખ્ય ઔષધરૂપ છે. જેમ ખેડૂત ધાન્યનો ५. नवकार मन्त्र माहात्म्य.
- પાક તૈયાર કરવા અનેક પ્રકારનાં બીજો વાવી, વૃદ્ધિગત કરવા જલસિંચન કરે છે, તેથી તેને ધાન્યની પ્રાપ્તિ તો થાય છે, પણ સાથે સાથે ઘાસ વગેરેની પ્રાપ્તિ જેમ વિના પ્રયત્ન સહેજે મળે છે, તેને ઉત્પન્ન કરવા કંઈ જુદું બીજ વાવવાની જરૂર નથી રહેતી, તેમ મોક્ષસિદ્ધિને અર્થે સ્મરણ કરાતા આ મત્રથી, બાહ્ય ઉપદ્રવો સહેજે દૂર થાય તેમાં કંઈ વિચારવા જેવું છે જ નહિ. પરંતુ શુદ્ધ ભાવથી ત્રિકરણયોગની એકાગ્રતાથી આરાધેલો આ મહામંત્ર મુક્તિસુખનું તો અવશ્ય સાધન બને છે. આ માત્ર કોઈ પણ કાર્યના પ્રારંભમાં વિશેષ ગણાય છે, આ મન્ન સર્વકલ્યાણકારી હોવાથી જરૂર પડે કોઈપણ કાળે કે સ્થાને ગણવામાં મહાપુરુષોએ આજ્ઞા આપી છે. જેમ કે– "भोयणसमये सयणे, विबोहणे पवेसणे भए वसणे। पंचनमुक्कारो खलु, समरिजा सव्वकालेऽपि॥"
અર્થ :– “ભોજન વખતે, શયન સમયે, જાગતાં, પ્રવેશતાં, ભયકાળ, વસવાટ કરતાં એમ સર્વકાળે આ પંચનમસ્કારરૂપ મંત્રને જરૂર યાદ કરવો.”
વધુમાં આ નવકારમંત્રનો મહાન પ્રભાવ વર્ણવતાં એક મહર્ષિ લખે છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org