________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લોભને પરવશ બનેલા સુભૂમની કાર્યસિદ્ધિ તો ન થઈ કિન્તુ સંખ્યાબંધ મંગલો કર્યા છતાં પાછો પણ ન આવી શકયો, અને કાળમહારાજાના સબળ સપાટામાં ખેંચાઈ ગયો.
આથી કહેવાનું તાત્પર્ય એ છે કેદ્રવ્યમંગલમાં કાર્યસિદ્ધિનો સંશય છે, જ્યારે તથા પ્રકારનું ભાવમંગલ અવશ્ય કાર્યસિદ્ધિને કરનારું છે. આથી જ અમારા શિષ્ટપુરુષો કોઈ પણ કાર્યના પ્રારંભે ભાવમંગલ અવશ્ય કરે છે. તેથી ગ્રંથકાર ભગવાને પણ “માવાનસ્વરૂપ' “માય નમજ્જાર' કર્યો.
તે નમસ્કાર પણ દ્રવ્યથી ને ભાવથી બે પ્રકારે છે. તે દ્રવ્યભાવનમસ્કારની ચઉભંગી અન્ય ગ્રંથોથી જાણવા યોગ્ય છે.
આ પ્રમાણે મંગલ કરવાનું પ્રયોજન જણાવવા સાથે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ જણાવવાપૂર્વક ભાવમંગલની મહત્તાનું દિગ્દર્શન કરાવીને, હવે મૂળ ગાથાનો પ્રારંભ કરાય છે.
नमिउं अरिहंताई, ठिई-भवणोगाहणा' य पत्तेयं । सुर-नारयाणं वुच्छं, नर-तिरियाणं विणा भवणं ॥१॥ उववाय-चवण-विरह, 'संखं "इगसमइयं गमागमणे ॥१॥
સંસ્કૃત છાયાनत्वा अर्हदादीन्, स्थिति-भवनाऽवगाहनाश्च प्रत्येकं । सुरनारकाणां वक्ष्ये, नर-तिरश्चां विना भवनम् ॥१॥ उपपात-च्यवनविरहं, संख्यामेकसामयिकां गत्यागत्योः ॥१॥
શબ્દાર્થ :– નહિં નમસ્કાર કરીને
નરતિરિયાણં મનુષ્ય ને તિર્યંચનું રિહંતાડું અરિહંત વગેરેને
વિસિવાય રિસ્થિતિ
ભવભવન મવન=ભવન વિમાન
ઉવવા ઉપપાત, જન્મ, ઉત્પત્તિ તો IITT=શરીરનું પ્રમાણ
વV=Aવન, મૃત્યુ =અને
વિહં વિરહકાળ પયં પ્રત્યેક
સંવં=સંખ્યા સુરનારયાdiદેવ–નારકીનું
સમદ્ય=એક સમય સંબંધી પુછું કહીશ
તમામ=ગતિ આગતિ
ભાવાર્થ :અરિહંતાદિ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને દેવ, નારકી સંબંધી પ્રત્યેકની સ્થિતિ, ભવન અને અવગાહના, તેમજ મનુષ્ય તથા તિર્યંચની ભવન સિવાય માત્ર સ્થિતિ તથા અવગાહનાને કહીશું. વળી ઉપપાતવિરહ તેમજ અવનવિરહ, તથા એક સમયમાં કેટલા જીવો આવે, તેમજ એક સમયમાં કેટલા જીવો ઉપજે છે, અને ગતિ આગતિદ્વાર પણ કહીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org